
- ભારતના સુપરમેનનો વીડિયો વાયરલ; ત્રીજા માળેથી વિજ વાયરો ઉપર માર્યો કૂદકો- મોતને આપી હાથ તાળી
- છત્તીસગઢના દુર્ગમાં બનેલી ઘટનાનો વિડીયો થયો વાઈરલ
- એક બિલ્ડીંગની છત પરથી યુવાને લોકો પર પથરાં – દંડા ફેંક્યા
- થોડીવાર બાદ યુવક બિલ્ડીંગ પરથી કૂદ્યો, જીવંત વાયરનો ઝટકો લાગ્યો
- પોલીસ સહિતના લોકો યુવકને મૃત સમજી નજીક જવા લાગ્યા
- ત્યાં જ યુવાન પાછો ઉભો થઈ જતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું
સોશિયલ મીડિયા આશ્ચર્યમાં નાંખનારા વીડિયો વાયરલ થતાં હોય છે. આ વાયરલ વીડિયોમાં કેટલાક વીડિયો એવા પણ હોય છે, જે ચર્ચાનો વિષય બની જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ઝડપી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ અજીબોગરીબ હરકત કરતો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના દુર્ગના ઈન્દિરા માર્કેટની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યાં એક યુવક કલાકો સુધી લોકોને હેરાન પરેશાન કરતો રહ્યો હતો.
વાત જાણે તેમ છે કે, એક વ્યક્તિ દેશી દારૂ પીને એક ત્રણ માળની બિલ્ડીંગ ઉપર ચઢી જાય છે, જ્યાંથી તેને નીચે ઉતારવા માટે લોકો વિનંતી કરતી હતા. આ દરમિયાન પોલીસ પણ આવી જાય છે. પરંતુ નશાની હાલતમાં બિલ્ડીંગ ઉપર ચઢેલો વ્યક્તિ કોઈની એક વાત સાંભળવા તૈયાર નહતો. આ દરમિયાન બિલ્ડીંગ ઉપરથી પોલીસ કર્મચારીઓને છૂટ્ટા ધોકા મારતો પણ તે નજરે પડે છે.
“આ કઈ શક્તિ છે?” કૂદવા – કરંટ લાગવા છતાં કેવી રીતે બચ્યો? #news #newsalert #viralvideo #shortvideo pic.twitter.com/t4U0AbkVvl
— The Gujarat Report (@TGujarat_Report) February 23, 2025
અંતે દારૂના નશામાં તે બિલ્ડીંગ ઉપરથીનીચે કૂદી જાય છે. નીચે કૂદતા જ બિલ્ડીંગ પાસેથી પ્રસાર થઈ રહેલા વિજળીના વાયરો સાથે અથડાઈ જાય છે અને તણખા ઉડે છે. આ દરમિયાન તેની આસપાસ ઉભેલા લોકોના મોઢામાંથી ચિસો નિકળી જાય છે. વિજળીના વાયરો સાથે અથડાઈને તે એક દુકાનના છજ્જા ઉપર પડી જાય છે. બધા લોકો આશ્ચર્યથી તેના સામે જોવા લાગે છે. વિચારવા લાગે છે કે, ભાઈના રામ રમી ગયા. દુકાનના છજ્જા ઉપર પડેલા વ્યક્તિના શરીરને નીચે ઉતારવા માટે એક પોલીસ કર્મચારી તેના પાસે જાય છે, તેવામાં એકાએક તે વ્યક્તિ હાથમાં બે ઈટો લઈને ઉભો થઈ જાય છે.
વિજળી વાયરો સાથે અથડાયા છતાં તે જીવતો હોવાથી બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે લોકોમાં કુતૂહલ પણ જોવા મળી રહ્યો હતો. કરંટ લાગ્યો હોવા છતાં વ્યક્તિનો નશો ઉતર્યો નહતો. તેથી દુકાનના છાપરા ઉપર આવ્યા પછી પણ તેને પોતાનો હંગામો ચાલી રાખ્યો હતો. આ દરમિયાન તેને બે ગાડીઓને નુકશાન પણ પહોંચાડ્યું હતું. અંતે પોલીસ કર્મચારીઓને તેને પકડીને જેલના હવાલે કરી દીધો હતો.
આ પણ વાંચો-ભાજપના કોર્પોરેટરના ઘરે પડ્યું ખાતર; 14 લાખ રૂપિયાનો હાથફેરો