ભારતના સુપરમેનનો વીડિયો વાયરલ; ત્રીજા માળેથી વિજ વાયરો ઉપર માર્યો કૂદકો- મોતને આપી હાથ તાળી

  • India
  • February 23, 2025
  • 0 Comments
  • ભારતના સુપરમેનનો વીડિયો વાયરલ; ત્રીજા માળેથી વિજ વાયરો ઉપર માર્યો કૂદકો- મોતને આપી હાથ તાળી
  • છત્તીસગઢના દુર્ગમાં બનેલી ઘટનાનો વિડીયો થયો વાઈરલ
  • એક બિલ્ડીંગની છત પરથી યુવાને લોકો પર પથરાં – દંડા ફેંક્યા
  • થોડીવાર બાદ યુવક બિલ્ડીંગ પરથી કૂદ્યો, જીવંત વાયરનો ઝટકો લાગ્યો
  • પોલીસ સહિતના લોકો યુવકને મૃત સમજી નજીક જવા લાગ્યા
  • ત્યાં જ યુવાન પાછો ઉભો થઈ જતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું

સોશિયલ મીડિયા આશ્ચર્યમાં નાંખનારા વીડિયો વાયરલ થતાં હોય છે. આ વાયરલ વીડિયોમાં કેટલાક વીડિયો એવા પણ હોય છે, જે ચર્ચાનો વિષય બની જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ઝડપી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ અજીબોગરીબ હરકત કરતો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના દુર્ગના ઈન્દિરા માર્કેટની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યાં એક યુવક કલાકો સુધી લોકોને હેરાન પરેશાન કરતો રહ્યો હતો.

વાત જાણે તેમ છે કે, એક વ્યક્તિ દેશી દારૂ પીને એક ત્રણ માળની બિલ્ડીંગ ઉપર ચઢી જાય છે, જ્યાંથી તેને નીચે ઉતારવા માટે લોકો વિનંતી કરતી હતા. આ દરમિયાન પોલીસ પણ આવી જાય છે. પરંતુ નશાની હાલતમાં બિલ્ડીંગ ઉપર ચઢેલો વ્યક્તિ કોઈની એક વાત સાંભળવા તૈયાર નહતો. આ દરમિયાન બિલ્ડીંગ ઉપરથી પોલીસ કર્મચારીઓને છૂટ્ટા ધોકા મારતો પણ તે નજરે પડે છે.

અંતે દારૂના નશામાં તે બિલ્ડીંગ ઉપરથીનીચે કૂદી જાય છે. નીચે કૂદતા જ બિલ્ડીંગ પાસેથી પ્રસાર થઈ રહેલા વિજળીના વાયરો સાથે અથડાઈ જાય છે અને તણખા ઉડે છે. આ દરમિયાન તેની આસપાસ ઉભેલા લોકોના મોઢામાંથી ચિસો નિકળી જાય છે. વિજળીના વાયરો સાથે અથડાઈને તે એક દુકાનના છજ્જા ઉપર પડી જાય છે. બધા લોકો આશ્ચર્યથી તેના સામે જોવા લાગે છે. વિચારવા લાગે છે કે, ભાઈના રામ રમી ગયા. દુકાનના છજ્જા ઉપર પડેલા વ્યક્તિના શરીરને નીચે ઉતારવા માટે એક પોલીસ કર્મચારી તેના પાસે જાય છે, તેવામાં એકાએક તે વ્યક્તિ હાથમાં બે ઈટો લઈને ઉભો થઈ જાય છે.

વિજળી વાયરો સાથે અથડાયા છતાં તે જીવતો હોવાથી બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે લોકોમાં કુતૂહલ પણ જોવા મળી રહ્યો હતો. કરંટ લાગ્યો હોવા છતાં વ્યક્તિનો નશો ઉતર્યો નહતો. તેથી દુકાનના છાપરા ઉપર આવ્યા પછી પણ તેને પોતાનો હંગામો ચાલી રાખ્યો હતો. આ દરમિયાન તેને બે ગાડીઓને નુકશાન પણ પહોંચાડ્યું હતું. અંતે પોલીસ કર્મચારીઓને તેને પકડીને જેલના હવાલે કરી દીધો હતો.

આ પણ વાંચો-ભાજપના કોર્પોરેટરના ઘરે પડ્યું ખાતર; 14 લાખ રૂપિયાનો હાથફેરો

Related Posts

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
  • September 17, 2026

Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

Continue reading
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી
  • September 17, 2026

Pakistan China Boundary Joint Commission: પાકિસ્તાન અને ચીન દ્વારા રચવામાં આવેલા ‘પાકિસ્તાન-ચીન બાઉન્ડ્રી જૉઇન્ટ કમિશન’ને ભારતે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યું છે. નવી દિલ્હીએ કહ્યું છે કે ભારતીય વિસ્તારને લગતી કોઈપણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી