
Vikram Thakor Controversy in Assembly: તાજેતરમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી જોવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરાયા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. જો કે આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર નાખુશ થયા હતા. તેમણે કહ્યું હતુ કે મને ન બોલાવ્યો તો કંઈ વાંધો નહીં પણ મારા જેવા ઠાકોર સામાજમાં અન્ય કલાકારો છે તેમને પણ બોલાવવામાં આવ્યા નથી. જેથી ઠાકોર સમાજ સહિત વિપક્ષ નારાજ છે.
માનિતા કલાકારોને કાર્યક્રમ આપે છે: અમિત ચાવડા
ત્યારે આજ મુદ્દે વિધનાસભમાં ગુજરાત સરકારને વિપક્ષ નેતા અમિત ચાવડાએ ઘરી હતી. તેમણે કહ્યુ હતુ કે ફિલ્મ કલાકરો સાથે સરકાર ભેદભાવ કરી રહી છે. કલાકારોને સન્માન આપવામાં પણ સરકાર ભેદભાવ કરી રહી છે. સરકાર માનીતા કલાકારોને પ્રોત્સાહન અને કાર્યક્રમો આપે છે. આ ભેદભાવની નીતીને અમિત ચાવડાએ વખોડી હતી.
વિક્રમ ઠાકોરને આમંત્રણ ન આપવા મુદ્દે રુષિકેશ પટેલે શું કહ્યું હતુ?
ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરને વિધાનસભાની કાર્યવાહી નિહાળવાનું આમંત્રણ ન મળવા મુદ્દે ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે કલાકારોની કોઇ જ્ઞાતિ હોતી નથી. આ એકાએક ઉભો થયેલો પ્રસંગ હતો, અચાનક યાદ આવ્યું એટલે આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેટલા કલાકારો યાદ આવ્યા તેમને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું. કોઇ વ્યક્તિ વિશેષ કે કોઇ જાતિ વિશેષ કાર્યક્રમ ન હતો. અચાનક કરાયેલા આયોજનના લીધે ભૂલાય ગયા હશે.
આ પણ વાંચોઃ Gujarat: ગંગા સ્વરુપા સહાય યોજનામાં 700 કરોડોનો વધારો, કુલ 3015 કરોડની જોગવાઈ
આ પણ વાંચોઃ GROK AIથી રાજકારણમાં ખળભળાટ!, મોદીના દાવાઓનું કરી રહ્યું છે ફર્દાફાશ!
આ પણ વાંચોઃ VADODARA: હર્ષ સંઘવીના રાજીનામાની માંગ, ભાજપનો વિરોધ કરતાં પોલીસ NSUI કાર્યકરોને લઈ ગઈ
આ પણ વાંચઃ વિક્રમ ઠાકોર ખૂબ નારાજ થયા બાદ સરકારે અંતે શું જવાબ આપ્યો? |Vikram Thakor Controversy