Congress ના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ કેમ નિષ્ફળ રહ્યાં તેના 22 કારણો આ રહ્યા!

દિલીપ પટેલ

અમદાવાદ, 23 જુન 2025

Congress failed: 9 જૂન 2023ના દિવસે પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી કરવામાં આવી તેને લગભગ 2 વર્ષ થયા છે. વિસાવદર અને કડી વિધાનસભાની ચૂંટણીમાં નિષ્ફળ રહ્યાં હોવાથી રાજીનામું આપી દીધુ છે. લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની હાર થઈ ત્યારે રાજીનામું આપી દીધું હતું. તેના કામને ત્રાજવે તોળવામાં આવી રહ્યા છે. જિલ્લા અને શહેર પ્રમુખોની શ્રેષ્ઠતમ નિયુક્તિ કરવામાં તેઓ સફળ રહ્યા નથી.

તેમની નિમણુંક કેમ થઈ હતી?

તેમના પૂરો ગામી જગદીશ ઠાકોર પર આરોપ હતા કે તેમણે ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટ પૈસા લઈને આપી હતી. તેથી તેમની મિલકતો અંગે તપાસ કરવા માટે ફરિયાદો મોવડીઓ સમક્ષ થઈ હતી.

ગુજરાતના અન્ય તમામ અગ્રણી નેતાઓને પદ સોંપાઈ ચૂક્યું છે. શક્તિસિંહની નિમણૂંક જ્ઞાતિ આધારિત નહીં પણ વ્યક્તિ આધારિત હતી. સ્વચ્છ છબી ધરાવે છે. 64 વર્ષીય શક્તિસિંહ હરિશ્ચંદ્ર ગોહિલને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ કેમ બનાવવામાં આવ્યા તે આજ સુધી કોઈ સમજી શક્યા નથી. ગોહિલ આઝાદી પૂર્વેના રાજાશાહીના સમયકાળના ભાવનગરના લીમડાના રજવાડાનાં રાજવી પરિવારમાંથી આવે છે. પ્રમુખપદ માટે પસંદગીનું કારણ સૌરાષ્ટ્ર પ્રદેશ અને કે સી વેણુગાપાલની નિકટતા હતું.

રાજ્યસભાના સભ્ય અને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા છે. મૃદુભાષી અને સ્પષ્ટવક્તા છે. વ્યક્તિત્વ નમ્ર અને સાલસ છે. જેમની સાથે પનારો પાડવો મુશ્કેલ હોય તેવા લોકો સાથે પરિસ્થિતિને સંભાળવાની કુનેહ છે.

31 વર્ષની નાની વયે ગુજરાત સરકામાં પ્રધાન બન્યા હતા. પ્રધાન તરીકે 90ના દાયકામાં તેમણે નાણાં, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, નર્મદા અને સામાન્ય વહીવટ જેવા વિભાગો હતા. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને પક્ષના મુખ્ય દંડક હતા. તેઓ પોતે વિધાનસભા અને લોકસભાની એક પછી એક ચૂંટણી હારતાં રહ્યાં છે. હાલ તેઓ રાજ્યસભાના સભ્ય છે.

તેમની સફળતા

સ્ટેજ અને ટેલિવિઝન અને છાપામાં દેખાવ સારો રહ્યો છે. વ્યક્તિગત ફસામણીના વિવાદો નથી. ચૂંટણીમાં ટિકિટોની ખરીદ વેચાણ તેમણે કર્યું નથી. પોતાનું કોઈ ચોક્કસ જૂથ નથી. અભ્યાસુ રાજકારણી છે. વકીલ રહી ચૂક્યા છે. ઝીણું કાંતવાની ક્ષમતા છે. ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. વિચારોની સ્પષ્ટતા છે. તર્કબદ્ધ દલીલ કરી શકે છે. જીએસપીસીનું રૂ. 20 હજાર કરોનું કૌભાંડ બહાર પાડીને દેશમાં જાણીતા થયા અને મોદી સરકારના કૌભાંડો સાબિત કર્યા હતા.

તેમની સૌથી મોટી નિષ્ફળતા એ હતી કે, અર્જુન મોઢવાડિયા જેવા કોંગ્રેસના લોકપ્રિય નેતાને ભાજપમાં જતા રોકી શક્યા ન હતા.

લોકસભામાં હાર

26માંથી એક બેઠક કોંગ્રેસ જીતી હતી. સતત ત્રીજી ટર્મમાં કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં નિષ્ફળ બનાવવામાં તે સફળ રહ્યાં છે.

લોકસભાની ચૂંટણીમાં તેઓ સદંતર નિષ્ફળ રહ્યાં. ગેનીબેનની જીત એ કોંગ્રેસ કે શક્તિસિંહની જીત નથી. તે ભાજપના નેતાઓ શંકર ચૌધરી સામે પડી ગયા હતા તેની જીત છે. ગેનીબેનની પોતાની જીત છે. અમિત શાહે ગેનીબેનને છૂપી મદદ કરી હતી તેની જીત છે. જ્ઞાતિવાદની જીત છે. તે કોંગ્રેસની જીત નથી. તેથી ગેનીબેને જીતતાની સાથે જ કહ્યું હતું કે, કોંગ્રેસમાં સંગઠન નબળું છે, ચૂંટણીઓ જીતવી હોય તો સંગઠન મજબૂત કરવું પડશે. ગેનીબેને શક્તિસિંહનું નામ લીધા વગત તેમની સામે સીધો પ્રહાર કર્યો હતો. જોકે પછી ગેનીબેનને વાત વાળી લેવાની ફરજ પાડવામાં આવી હતી. ગેનીબેનની જીત એ પોતાની જીત છે, એવું દિલ્હીમાં પ્રસ્થાપિત કરવામાં શક્તિસિંહ સફળ રહ્યા. પણ સ્થિતિ જુદી છે.

શક્તિસિંહની જીત ત્યારે જ ગણાય કે તેઓ ઇવીએમ સામે લોકમત ઊભો કરી શક્યા હોત. ગેનીબેનની જગ્યાએ ચંદન ઠાકોરને તેઓ જીતાડી શક્યા હોત. ઉમેદવારોને હરાવવા માટે ભરત સોલંકી સક્રિય હતા, તેને તે અટકાવી શક્યા હોત. તુષાર ચૌધરી અને અમિત ચાવડા લોકસભામાં જીત્યા હોત તો તે શક્તિસિંહની જીત થઈ હોત. અમિત ચાવડાના સંસદીય મતવિસ્તારમાં 6 લાખ ક્ષત્રિય છે કોંગ્રેસના 9 લાખ મત છે. છતાં હાર્યા. તેના માટે શક્તિસિંહ અને ભરત માધવસિંહ સોલંકી પોતે જવાબદાર છે.

અમિત શાહને મદદ

અમિત શાહે ગાંધીનગરની બેઠકમાં ભારે અરાજકતા ઉભી કરી, મતદાનમાં ગોલમાલ કરી છતાં અમિત શાહ સામે પોતે એક પણ પગલાં લીધા નહીં. ગાંધીનગરના કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે શક્તિસિંહ આક્રમક ન હતા. એવું લાગતું હતું કે, તેઓ અમિત શાહને મદદ કરી રહ્યાં છે. જો તેમ ન હોય તો ઉમેદવારે અમિત શાહ સામે 209 ફરિયાદો કરી તેને શક્તિસિંહે જાહેર કેમ ન કરી. ઉમેદવારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ અને કાર્યકરોની વિગતો આપી તો તેમની સામે પગલાં ન લીધા. કલોલના કોંગ્રેસના મહત્વના નેતા ગેનીબેનને જીતાડવા મેદાને હતા પણ અમિત શાહને હરાવવા તેઓ ગાંધીનગર વિસ્તારમાં ન રહ્યાં.

હુમલામાં મદદ નહીં

ચૂંટણીમાં ગેરશિસ્તની ફરિયાદો થઈ છતાં તેઓ તેમની સામે પગલાં લેવામાં સાવ નિષ્ફળ રહ્યાં છે. બીજી નિષ્ફળતા એ રહી કે, કોંગ્રેસ કાર્યાલય પર ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો ત્યારે તેઓ ત્રણ દિવસ સુધી કાર્યાલય પર આવ્યા ન હતા અને કાર્યકરોને હુંફ આપી શક્યા ન હતા. જે હુમલામાં શૈલેશ પરમારે અમિત શાહના પુત્રને બચાવ્યા હતા. છતાં પરમાર સામે તેઓ પગલાં લેવામાં નિષ્ફળ રહ્યાં છે.

હવે એજ શૈલેશ પરમારને કાર્યકરી પ્રમુખ બનાવીને 2027ની ચૂંટણીમાં હારનો પાયો નાંખ્યો છે. સોનિયા ગાંધીએ તેમને કસોટીની એરણે મૂક્યા પણ એમની તમામની ખૂબીઓ અને ખામીઓ ખુલ્લી પડી ચૂકી છે. શક્તિસિંહ પોતે રોયલ સ્ટાઈલ છોડી શકતા નથી. તેઓ અહેમદ પટેલને છોડીને કેસી વેણુગાપાલનો પાલવ પકડીને ચાલતા રહ્યા હતા.
તેઓ મુકુલ વાસનીક સાથે રાખતા હતા.

શક્તિસિંહ ગુજરાતમાં એક્ટીવ નથી. ફોકસ દિલ્હી રાજ્યસભામાં વધારે રાખે છે. તેઓ આક્રમક નથી. સત્તા સામે જે આક્રમકતા હોવી જોઈએ તે નથી. અમિત શાહની સામે ગુજરાતમાં 2 વર્ષ મૌન રહ્યા હતા.

હાલ પોતે જીતી શકે એવી એક પણ વિધાનસભા કે લોકસભાની બેઠક તેમની પાસે નથી. ભાવનગર દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ચાર વખત જીત મેળવી હતી. પછી તેઓ સતત હારતાં રહ્યા હતા. કચ્છમાં જઈને એક વખત જીતી આવ્યા હતા. આમ પોતાનો કોઈ પાયો નથી.

તેઓ સારા પ્રવક્તા બની શકે પણ સંગઠનના માણસ નથી. તેમને પ્રવાસ ગમતો નથી. પ્રદેશ પ્રમુખ સીડી પટેલ અને પ્રબોધ રાવળની જેમ સતત પ્રવાસ કરતાં હોય એવા હોવા જોઈએ. તેમને માણસો સાથે વધારે રહેવું ગમતું નથી.

વેણુ ગોપાલનો ઝભ્ભો

કેસી વેણુગોપાલનો જભ્ભો પકડીને શક્તિસિંહ ચાલતાં રહ્યાં છે. ચૂંટણીઓમાં પોતાનો દેખાવ સુધારવાનો પડકાર હતો, તેમાં સફળ નથી. મુકુલ વાસનીક પોતે જ બિનપ્રભાવી નેતા છે. નરેન્દ્ર મોદીના નામે મત ગુજરાતના લોકો આપે છે, એવો કુપ્રચાર ભાજપ સતત કરીને ઈવીએમ ઠોકી બેસાડે છે. તેની વાસ્તવિકતા તેઓ બહાર લાવી શક્યા નથી.
ગુજરાત કોંગ્રેસના દરેક પાછલા પ્રમુખને નવા પ્રમુખ સારા કહેવડાવે છે. પક્ષમાં જ કોઈ પ્રભાવશાળી નેતા પેદા થવા દીધા નથી.

જૂથ નહીં

તેઓ હંમેશા ગુપ્તતા રાખતાં આવ્યા છે. પ્રાઈવેસી રાખે છે. કાર્યકરને નજીક આવવા નથી દેતા, કારણ કે તેઓ એવું સતત બતાવવા માંગે છે કે તેઓ કોઈ જૂથમાં નથી અને કોઈ જૂથ ઉભું કરવા માંગતા નથી. પણ એ ભૂલી જાય છે કે પોતાની પાસે મતો ખેંચી શકે એવું જૂથ તો હોવું જ જોઈએ. તમામ પક્ષમાં છે. તેથી તેઓ બદલાવ લાવી શક્યા નથી. એમનું પોતાનું કોઈ જૂથ નથી, તે સારી વાત છે.

જૂથવાદમાં વહેંચાયેલા પક્ષમાં તેઓ અહમદ પટેલ જૂથના હતા. બિનઉપયોગી અને અપ્રસ્તુત બની ચૂકેલા જૂના જોગીઓને કે લંગડા ઘોડાઓને ખસેડવામાં સફળ ન રહ્યાં. યુવાન અને નવા લોકોને પ્રોસ્તાહન આપી શક્યા નથી. યુવાનોને જવાબદારી આપવામાં સફળ રહ્યા છે. પણ તે ચોક્કસ જ્ઞાાતિના છે.

કોંગ્રેસ પક્ષના પ્રભાવ અને સત્તા ગુમાવી ચૂકેલાં આંતરિક જૂથો છે. આશાસ્પદ નેતાને આ જૂથો સફળ થવા દેતા નથી. પક્ષમાં વિકાસ રુંધવામાં અથવા તેમને હાંસિયામાં મૂકી દેવાની વૃત્તિ ધરાવતા લોકોનો તેઓ ભોગ બન્યા છે.

અહેમદ પટેલની ટોળી પણ તેમની સાથે ન હતી. ભરત સોલંકી તેમનો કાન ખેંચતા હતા. અહેમદ પટેલ જેવું તેઓ કરી શક્યા નથી. તેમના વિશ્વાસુ કોઈ નથી. શૈલેષ પરમાર એક હોય તો તેનાથી પક્ષ બેઠો ન થઈ શકે.

સંગઠન

તેમણે સંગઠનનું કામ ક્યારેય કર્યું નથી. તેઓ સારા સંગઠનકર્તા ન બન્યા. અહેમદ પટેલે સંગઠનનું કામ ક્યારેય સોંપ્યું નથી. કોંગ્રેસમાં બીજું કોઈ એવું નથી જે કાર્યકરોમાં સ્વિકૃત હોય. ગુજરાતમાં તેઓ સારું સંગઠન બનાવી શક્યા નથી. કોઈને ભેગા રાખીને કામ કરી શકે એવી તેમની પાસે આવડત નથી. તેથી તેઓ સાથે હાજી હા કરનારા લોકોથી ઘરાઈ ગયા હતા. સત્ય કહેનારા લોકોને વધારે મહત્વ આપ્યું નથી. રાહુલ ગાંધીની જેમ તેઓ ધરતી પરના રાજકીય માણસ નથી.

જિજ્ઞેશ મેવાણી મજબૂત સંયોજન બની શક્યા હોત. પક્ષના કામ બગાડતા લોકોને તેઓએ કોરાણે મૂક્યા નથી. નવા પ્રમુખ પાસે કામનો કોઈ તોટો ન હતો. તેમણે પક્ષનાં તાલુકા અને જિલ્લા કક્ષાનાં એકમોને પુનર્જીવિત અને પુનર્ગઠિત કરવાના હતા તે કરી શક્યા નથી. પક્ષના રાજ્ય કક્ષાના માળખામાં પણ મોટી વાઢકાપ કરી શક્યા નથી.
નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મનાનગરોની ચૂંટણી જીતી શક્યા નથી. 63 હજાર સહકારી સંસ્થાઓ, સહકારી બેંકો, સહકારી ડેરીઓ સાથે જોડાયેલા 4 કરોડ સભ્યો કોંગ્રેસ સાથે લાવી શક્યા નહીં.

કાર્યક્રમો

ભાજપ સામે આખા રાજ્યમાં આક્રમક કાર્યક્રમો તેઓ આપી શક્યા નથી. વિરોધ કરવા ખાતર વિરોધ કરતાં હોય એવું વધારે જોવા મળ્યું છે. વધારે નડતરરૂપ થાય એવું પક્ષમાં કોઈ ન હતું છતાં તેઓ તેનું સારી રીતે કામ કરી શક્યા નથી. તાલુકા સુધી તેઓ કાર્યક્રમો આપવામાં કે સત્તા સામે અવાજ ઉઠાવવામાં વિપક્ષની ભૂમિકા તેઓ સારી રીતે ભજવી શક્યા નથી. તેમનો કેટલોક ઇગો કાર્યકરોને નડે છે.

ભ્રષ્ટાચાર

તેઓ વિરોધ પક્ષના નેતા હતા ત્યારે ભાજપની સરકાર સામે અઠવાડિયામાં એક કિસ્સો ભ્રષ્ટાચારનો લાવતા હતા. જીએસપીસીના રૂ. 20 હજારના કૌભાંડો તેઓ નરેન્દ્ર મોદી સામે લાવી શક્યા હતા. પણ તેઓ પ્રદેશ પ્રમુખ બનતાની સાથે જ એ કુનેહનો તેઓ ઉપયોગ કરી શક્યા નથી. તેમની પાસે રોજ નવા કૌભાંડો આપવામાં આવ્યા છે. છતાં અગમ્ય કારણોસર તેઓએ પ્રતિપક્ષને હંફાવવા માટે આ કૌભાંડો જાહેર કર્યા નથી. આવા અનેક ઉદાહરણો છે. જો તેમણે ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદીની સરકારના કૌભાંડો જાહેર કર્યા હોત તો કોંગ્રેસ તરફી 10 ટકા વધારે મત આવ્યા હોત. પણ તેમ કરવામાં તેઓ સદંતર નિષ્ફળ ગયા છે.

રાજવીપણું

મુત્સદ્દીપણું તેઓ ધરાવે છે, પણ પક્ષને જીતાડવામાં તેઓ સફળ ન રહ્યાં. તેઓ રાજવી પણું છોડીને લોકશાહી પણું આવે એવી લાગણી ઉભી કરી શકતા નથી.

2022ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર 17 બેઠકો પર વિજયમાં જ સમેટાઈ ગયા બાદ ખરા અર્થમાં અસ્તિત્વ ટકાવી રાખવાનો વેન્ટીલેટર પર સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસને શ્વાસ અને વિશ્વાસ વધારવા માટે લાવવામાં આવ્યા હતા, પણ તેમ તેઓ કરી શક્યા નથી. દિલ્હીનો પ્રયોગ સારો સાબિત થયો નથી. 5 ધારાસભ્યો તેમના સમયમાં ભાજપમાં જતા રહ્યા છે.

શક્તિસિંહને બિહાર, દિલ્હીના પ્રભારી બનાવાયા પણ તેમાં સફળતા મળી ન હતી. તેમની રાજકીય અને વહીવટી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતી પૃષ્ઠભૂમિ પક્ષને મદદરૂપ બની નહીં.

સ્લીપર સેલ

કોંગ્રેસ પક્ષ જાસૂસોથી ભરેલો છે. તે વિશ્વ વિદ્યાલય હોય કે પ્રદેશ કાર્યાલય કે તાલુકા કાર્યાલય હોય, ત્યાં દરેક જગ્યાએ સત્તા પક્ષના જાસૂસો છે. અમદાવાદની પ્રદેશ કચેરીએ છેલ્લા 24 વર્ષથી જાસૂસીનું કામ કરતાં એક કાર્યકર છે છતાં તેમને કોઈ દૂર કરી શકતું નથી. તેમને દૂર કરે છે તો તે ફરી પાછા એજ સ્થળે આવી જાય છે. કેટલાક જાસૂસો હવે ભાજપમાં જતાં રહ્યાં છે. છતાં આવા જાસૂસ કોણ છે, તે ઘણાં લોકો જાણે છે. ભાજપના કામ કરતાં હોય એવા સ્લીપર સેલના લોકો સાથે તેમની સાથે જોડાયેલા જોવા મળે છે. રોહન ગુપ્તાથી બિપિન ગોતા સહિતના ભાગીદારો હોવા છતાં તેમને લોકસભાના ઉમેદવાર બનાવ્યા. કોંગ્રેસના કટ્ટર જ્ઞાતિવાદી નેતાઓ ભાજપ સાથે જોડાયેલા છે, તે નેતાઓને દૂર કરી શક્યા નહીં. ભલે પછી તે ખેડા, સુરેન્દ્રનગર, સુરત કે અમદાવાદ કેમ ન હોય. પળેપળની માહિતી ભાજપના ચોક્કસ નેતાઓ સુધી પહોંચે છે. આ ચેનલને તોડવામાં શક્તિસિંહ ગોહિત નિષ્ફળ રહ્યાં છે.

વિધાનસભા

લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનને 2 ટકા મદદ કોંગ્રેસને મળી, નહીંતર મતોનું મોટું ધોવાણ હોત. 2022ના ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 44 બેઠકો પર કોંગ્રેસે ડિપોઝિટ ગુમાવી હતી. લગભગ એ તમામ બેઠકો પર આપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર કરતાં વધુ મતો મેળવીને ભાજપના વિજયી ઉમેદવાર બાદ બીજા ક્રમે રહ્યા હતા. તે બેઠકો તેઓ સુધારી શક્યા નથી.

આપને 2022માં પાંચ બેઠકો મળી અને 13 ટકા મતો મળ્યા હતા. કોંગ્રેસને 27 ટકા મળ્યા હતા. આ મતો વધારવા માટે તેમણે કોઈ વ્યૂહરચના કરી શક્યા નથી. લોકસભામાં એટલાં જ મત મળ્યા.

વર્ષ 2022ની ચૂંટણીમાં 33 જેટલી બેઠકો પર કોંગ્રેસ અને આપના ઉમેદવારોને મળેલા મતોની સંખ્યા ભાજપના વિજયી બનેલા ઉમેદવારને મળેલાં કુલ મતો કરતાં વધારે હતી. તે બેઠકો સુધારવાની તેમની પાસે કોઈ સૂઝ ન હતી. વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ હારથી નજીક આવી ગયો હતો. જે 2024માં સારી સ્થિતી મેળવી પણ કોંગ્રસ એવું ન કરી શક્યો.

કોંગ્રેસની કમનશીબી

2022માં કોંગ્રેસમાં આવેલા લોકો કોંગ્રેસ પ્રમુખ બનવાના સ્વપ્ન મેવાણી જોવે છે. આવી હાલત કોંગ્રેસની થઈ ગઈ છે. સૈલેશ પરમારને સુડો પ્રમુખ હોય એવું વર્તન હતું. ઉજ્જડ રણમાં એરંડો પ્રધાન હોય એવી હાલત કોંગ્રેસની છે. શક્તિસિંહ પોતાના કામો કરાવવા માટે તો પ્રમુખ બન્યા હોય એવું તેમનું વર્તન કર્યું છે. એમને કોંગ્રેસને મજબૂત કરવા માટે જે કરવું જોઈએ તે કર્યું નથી.

અહમદ પટેલ ગયા પછી કોંગ્રેસનું ધનોત પનોત નીકળી ગયું છે. કોંગ્રેસની કચેરીએ કોઈ આવતું નથી. કોંગ્રેસ પાસે સુવર્ણ સમય હતો તે, સમય વેડફી નાંખ્યો છે. 2027ની વિધાનસભાની જીતની સુવર્ણ તકને બે બેઠકો 2025માં વેડફી નાખી છે.

આ પણ વાંચો:

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 7 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 2 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 4 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 15 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 9 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 22 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?