Ahmedabad: IPL ફાઈનલ પહેલા શાળાને ઉડાડી દેવાની ધમકી, ઈમેઈલમાં પોલીસ પર આક્ષેપ

 Ahmedabad:આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025 ની ફાઇનલ મેચ રમાશે જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. મોટી સંખ્યામાં મેચ જોવા માટે લોકો ઉમટી રહ્યા છે તેવામાં અમદાવાદની એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે.

IPL ફાઈનલ પહેલા શાળાને ઉડાડી દેવાની ધમકી

મળતી માહિતી મુજબ IPLની ફાઇનલ વચ્ચે અમદાવાદમાં SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યો ઈ-મેલ આવતા શાળાના સંચાલકો દ્વારા પોલીસ-DEO કચેરીને આ અંગે જાણ કરવામા આવી હતી.શાળા દ્વારા આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે સ્કૂલમાં આવીને બોમ્બ-સ્ક્વોડ સાથે તપાસ કરી હતી જો કે તપાસમાં કંઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. જો કે પોલીસે ઈ-મેલ કરનાર સામે ગુનો નોંધશે અને આ અંગે આગળની કાર્યવાહી કરશે.

આ મામલે અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીના જણાવ્યા મુજબ લને ધમકી મળતાં સ્કૂલે પોલીસને અને DEO કચેરીને જાણ કરી છે. તેમજ સ્કુલમાં તપાસ કરવામા આવી રહી છે અને શાળામાં અજાણ્યા વ્યક્તને આવવા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

ઈમેઈલમાં પોલીસ પર આક્ષેપ

શાળામાં જે ઈમેઈલ મોકલવામા આવ્યો છે તેમાં દુષ્કર્મ અને દહેજના એક કેસને લઈ વાત કરાઈ છે. પોલીસ આ કેસમાં ઉંઘતી હોવાનો અને યોગ્ય તપાસ ન કરી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. મેલમાં આક્ષેપ કરાયો છે કે, વર્ષ 2023માં હૈદરાબાદની એક હોટલમાં યુવતી પર પર થયેલા રેપ કેસમાં પોલીસનું ધ્યાન ખેંચાય તે માટે શાળામાં બ્લાસ્ટ કરીશું.વધુમાં એવો પણ સવાલ કરાયો છે કે, દિવિજનાં માતા-પિતા દ્વારા પુત્રવધૂ પાસે એક કરોડના દહેજની માગણી કરાઈ હતી આ મામલે કેમ કોઈ કાર્યવાહી નથી થઈ ?

આ પણ વાંચો:

Ahmedabad માં IPL 2025 ની ફાઈનલ મેચ, શું મેચમાં વરસાદ બનશે વિઘ્ન?

ભારત પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે પરણી ગયાં Khan Sir, તેજસ્વી યાદવને કહ્યું- ‘તમારું જ મોડેલ કોપી કર્યુ’

Rajkot: સમાજના નામે કોણ કોનો ફાયદો ઉઠાવે છે? કોને વાયરલ કર્યો જીગીશા અને બન્નીનો ઓડિયો

Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો

પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran

Ahmedabad માં 3 વર્ષ બાદ કોરોનાથી મોત, જાણો રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા

Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

PBKS vs MI: કેપ્ટન ઐયરની ‘શ્રેષ્ઠ’ ઇનિંગ્સે પંજાબને 11 વર્ષ પછી ફાઇનલમાં પહોંચાડ્યું, મુંબઈનું સપનું ચકનાચૂર

Gujarat માં ભારે વરસાદની આગાહી, ખેડૂતોને હજુ સહન કરવો પડશે માવઠાનો માર

Kadi-Visavadar પેટાચૂંટણી માટે ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોણ છે ઉમેદવારો?

Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

Norway Chess 2025: વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશની શાનદાર જીત, મેગ્નસ કાર્લસનના રિએક્શનનો વીડિયો વાયરલ

  • Related Posts

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
    • September 13, 2026

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

    Continue reading
    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
    • September 13, 2026

    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    • September 17, 2026
    • 3 views
    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    • September 17, 2026
    • 5 views
    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

    • September 17, 2026
    • 7 views
    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

    Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

    • September 17, 2026
    • 10 views
    Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

    Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

    • September 17, 2026
    • 5 views
    Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

    Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

    • September 17, 2026
    • 10 views
    Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ