Vadodara: વકીલને લાફા મારવા મહિલા PI ને ભારે પડ્યું, PI અને કોન્સ્ટેબલની બદલી

Vadodara:  વડોદરાના કોર્ટ પરિસરમાં સોમવારે ગોરવા પોલીસ સ્ટેશનની મહિલા PI સી.એચ. આસોદરા અને કોન્સ્ટેબલે અમદાવાદના વકીલ શેખ મહમંદ આદિલ સાથે બોલાચાલી બાદ લાફા માર્યા હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાએ વકીલ સમાજમાં આક્રોશ ફેલાવ્યો, અને પોલીસ કમિશનરે તાત્કાલિક કાર્યવાહી કરીને PIને લીવ રિઝર્વ પર મૂક્યા અને કોન્સ્ટેબલની બદલી કરી છે.

ઘટના કેવી રીતે બની ?

ઘટના એક ગુનાહિત કેસમાં આરોપીના કોર્ટમાં સરેન્ડર દરમિયાન બની હતી. વકીલ શેખ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટીસ કરે છે મહમંદ આદિલ આરોપીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.  કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ, જ્યારે વકીલ આદિલ શેખ કોર્ટરૂમની બહાર આવ્યા, ત્યારે મહિલા PI ચંદ્રીકાબેને કહ્યું, “ચાલ, અહીંથી નીકળી જા, અમે સુપ્રીમ કોર્ટ છીએ.” જેથી વકીલે મહિલા PI ને  સંયમથી જવાબ આપીને મર્યાદામાં વાત કરવા કહ્યું, જે બાદ PI આસોદરા સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ, જે જોતજોતામાં ઉગ્ર બન્યો હતો. આરોપ છે કે PIએ વકીલને અપમાનજનક શબ્દો કહ્યા અને બે લાફા માર્યા. આ ઘટનાથી કોર્ટ પરિસરમાં હોબાળો મચ્યો, અને વકીલોના ટોળાએ બંને પોલીસ કર્મચારીઓને રોકવાનો પ્રયાસ કર્યો.

મહિલા PI અને કોન્સ્ટેબલની બદલી

વકીલ સાથે ગોરવા પોલીસ સ્ટેશનની મહિલા PI સી.એચ. આસોદરા અને કોન્સ્ટેબલે લાફો મારવાની ઘટનાએ વકીલ આલમમાં ભારે આક્રોષ જગાવ્યો છે. ઘટનાની ગંભીરતા બાદ, વડોદરાના પોલીસ કમિશનરે ગોરવા પોલીસના સેકન્ડ પીઆઇ PI સી.એચ. આસોદરાની તાત્કાલિક બદલી કરી છે અને તેમને “લીવ રિઝર્વ” પર મુકવામાં આવ્યા છે. ઉપરાંત, ઘટના સાથે સંકળાયેલા કોન્સ્ટેબલની પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.

વડોદરા વકીલ મંડળમાં ભારે રોષ  

વકીલ તરફથી લેખિતમાં ફરિયાદ નોંધાવાતા, પોલીસ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. તપાસનો ચાર્જ એસીપી એ.વી. કાટકડને સોંપવામાં આવ્યો છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે સમગ્ર મામલે તટસ્થ અને ન્યાયસંગત તપાસ કરવામાં આવશે. વડોદરા વકીલ મંડળે આ ઘટનાને ગંભીર ગણાવી, PIના સસ્પેન્શનની માગણી કરી હતી હાલ આ ઘટનાએ પોલીસની વર્તણૂક અને ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો:

Ahmedabad માં IPL 2025 ની ફાઈનલ મેચ, શું મેચમાં વરસાદ બનશે વિઘ્ન?

ભારત પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે પરણી ગયાં Khan Sir, તેજસ્વી યાદવને કહ્યું- ‘તમારું જ મોડેલ કોપી કર્યુ’

Rajkot: સમાજના નામે કોણ કોનો ફાયદો ઉઠાવે છે? કોને વાયરલ કર્યો જીગીશા અને બન્નીનો ઓડિયો

Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો

પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran

Ahmedabad માં 3 વર્ષ બાદ કોરોનાથી મોત, જાણો રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા

Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

PBKS vs MI: કેપ્ટન ઐયરની ‘શ્રેષ્ઠ’ ઇનિંગ્સે પંજાબને 11 વર્ષ પછી ફાઇનલમાં પહોંચાડ્યું, મુંબઈનું સપનું ચકનાચૂર

Gujarat માં ભારે વરસાદની આગાહી, ખેડૂતોને હજુ સહન કરવો પડશે માવઠાનો માર

Kadi-Visavadar પેટાચૂંટણી માટે ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોણ છે ઉમેદવારો?

Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

Norway Chess 2025: વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશની શાનદાર જીત, મેગ્નસ કાર્લસનના રિએક્શનનો વીડિયો વાયરલ

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 10 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 13 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો