
VIT University MP:મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના પડોશી જિલ્લા સિહોર સ્થિત VIT યુનિવર્સિટીમાં Gen-Zના વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ અહીં અખાદ્ય ખોરાક અને ગંદુ પાણી અપાતા અનેક વિદ્યાર્થીઓ બીમાર પડી ગયા અને કેટલાકના મોત થતા વિધાર્થીઓમાં રોષ ફાટી નીકળતા વિદ્યાર્થીઓએ હિંસક આંદોલન કરી વાહનોમાં તોડફોડ કરતા યુનિવર્સિટી કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને રજા જાહેર કરવી પડી છે જોકે, આજથી યુનિ ખુલશે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તૈનાત રખાઈ છે.
સિહોરમાં વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (VIT) યુનિવર્સિટીમાં લગભગ 4,000 વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં કુલપતિની કાર અને એક યુનિવર્સિટી બસને તેમણે આગ પણ લગાવી દીધી હતી. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, કોલેજમાં ઘણા દિવસોથી કમળો રોગ ફેલાઈ રહ્યો છે, જેના પરિણામે 4 વિદ્યાર્થીઓના મોત થયા છે.
યુનિવર્સિટી વહીવટીતંત્ર આ રોગચાળાને અવગણી રહ્યું છે.નોંધનીય છે કે સતત હિંસા અને વિરોધ પ્રદર્શન બાદ યુનિવર્સિટી વહીવટીતંત્રે ગતરોજ 30મી સુધી પાંચ દિવસની રજા જાહેર કરી હતી.
વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે અહીં અખાદ્ય ખોરાક અને ગંદુ પાણી આપવામાં આવી રહ્યુ છે તેથી એકજ માંગ છે કે તેઓને સ્વચ્છ પીવાનું પાણી અને સારા ખોરાકની ખાત્રી આપવામાં આવે.જોકે, હવે આ મામલે રાજકીય રંગ પકડી લીધો છે અને મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ કહ્યું કે વિદ્યાર્થીઓ માટે સ્વચ્છ પાણી અને શુદ્ધ ખોરાકનો અભાવ નિંદનીય છે.
તેમણે સરકારને આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવા અને વિદ્યાર્થીઓને અખાદ્ય ખોરાક તેમજ ગંદુ પાણી આપનારા તત્વો સામે પગલાં ભરવા માંગ કરી છે.વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને કેમ્પસમાં હલકી ગુણવત્તાનું પાણી અને ખરાબ ખોરાક આપવામાં આવી રહ્યો છે. આના કારણે ઘણા વિદ્યાર્થીઓ કમળાથી પીડાઈ રહ્યા છે. તેમનો દાવો છે કે આ બીમારીથી 4 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે અને લગભગ 100 વિદ્યાર્થીઓને અષ્ટા, સિહોર અને ભોપાલની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
જ્યારે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો ત્યારે હોસ્ટેલના ગાર્ડ અને વોર્ડન દ્વારા તેમને ચૂપ કરવા માટે કહેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓના મતે, વારંવાર ફરિયાદો કરવા છતાં, યુનિવર્સિટી વહીવટીતંત્ર સ્પષ્ટ જવાબ આપવામાં નિષ્ફળ ગયું, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને વિદ્યાર્થીઓ હિંસક પ્રદર્શન ઉપર ઉતર્યા જેમાં
ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ બસો, કાર અને બાઇકોને આગ ચાંપી દીધી હતી
એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી પરિસ્થિતિ વધુ વણસતા, પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પાંચ પોલીસ સ્ટેશનની પોલીસ બોલાવવામાં આવી હતી અને વધતા તણાવ વચ્ચે, યુનિવર્સિટી વહીવટીતંત્રે 30 નવેમ્બર સુધી રજા જાહેર કરવાની જાહેરાત કરવી પડી હતી હવે આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરી શુ થાય છે તેની ઉપર સૌની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







