
Mamata Banerjee: બુધવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં BJP અને TMC ના ધારાસભ્યો વચ્ચે ભારે હોબાળો થયો હતો. લઘુમતીઓ સંબંધિત બિલ પર ચર્ચા દરમિયાન આ મામલો શરૂ થયો હતો. હોબાળાને કારણે વિધાનસભા અધ્યક્ષે માર્શલ્સ બોલાવવા પડ્યા હતા. આ દરમિયાન ભાજપના દંડક સચેત શંકર ઘોષને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમના સિવાય ભાજપના 4 વધુ ધારાસભ્યોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હોબાળા વચ્ચે શંકર ઘોષની તબિયત લથડતાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.
बंगाल विधानसभा में ममता के विधायकों की गुंडागर्दी के कारण बीजेपी विधायक शंकर घोष के लिए एम्बुलेंस बुलानी पड़ी।सड़क पर गुंडागर्दी करने वाली टीएमसी ने सदन को भी नहीं छोड़ा।चुनाव नजदीक आते ही टीएमसी की हिंसा बेलगाम हो जाती है।
ममता के समर्थन से सारे गुंडे सदन में. pic.twitter.com/Ri6pDm1LYy— sameer chougaonkar (@semeerc) September 4, 2025
વિધાનસભામાં મુખ્યમંત્રી મમતાના ધારાસભ્યો પર ગુંડાગીરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપે આરોપ લગાવ્યો જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ ટીએમસીની હિંસા બેકાબૂ બને છે. મમતાના સમર્થનથી બધા ગુંડાઓ છે.
આ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા
1. બંકિમ ઘોષ
2. અશોક ડિંડા
3. અગ્નિમિત્ર પાલ
4. શંકર ઘોષ
5. મિહિર ગોસ્વામી
મમતા બેનર્જીના ભાજપ પર પ્રહાર
હોબાળા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ વિધાનસભામાં ભાજપ પર નિશાન સાધ્યું હતુ. તેમણે ભાજપને ‘વોટ ચોરોની પાર્ટી’ ગણાવી અને કહ્યું, ‘ભાજપ દેશ માટે કલંક છે. આ લોકો બંગાળની બંગાળી ભાષા અને સંસ્કૃતિ પર હુમલો કરી રહ્યા છે. બંગાળના લોકોએ સ્વતંત્રતાની લડાઈમાં પોતાનું લોહી વહેવડાવ્યું હતું, તે સમયે ભાજપનો જન્મ પણ થયો ન હતો.’
‘આ લોકો બંગાળીઓ પર ત્રાસ ગુજારી રહ્યા છે’
મમતાએ ભાજપ પર બંગાળ અને બંગાળીઓ વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, ‘આ લોકો બંગાળીઓ પર અત્યાચાર કરી રહ્યા છે. સંસદમાં અમે જોયું કે ભાજપે CISF દ્વારા અમારા સાંસદોને કેવી રીતે હેરાન કર્યા. હું કહું છું, એક દિવસ આવશે જ્યારે બંગાળના લોકો ભાજપને મત નહીં આપે અને વિધાનસભામાં તેમનો એક પણ ધારાસભ્ય બચશે નહીં.’
ભાજપે પણ વળતો પ્રહાર કર્યો
ભાજપના ધારાસભ્યોએ મમતા કુમારના નિવેદનોનો જોરદાર વિરોધ કર્યો, જેના કારણે વિધાનસભામાં વાતાવરણ વધુ ગરમાયું. ભાજપે ટીએમસી પર લઘુમતી તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો અને કહ્યું કે મમતા બેનર્જી બંગાળના લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. હોબાળા પછી, વિધાનસભાની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવી પડી. શંકર ઘોષની બગડતી તબિયતના સમાચારથી વાતાવરણ વધુ તંગ બન્યું. ટીએમસી અને ભાજપ વચ્ચેનો આ સંઘર્ષ વધુ વધવાની સંભાવના છે.
આ પણ વાંચો:
મમતાને ઝટકોઃ કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદથી હાંકી કાઢી, જાણો સૌથી મોટું કારણ?
Vantara: વનતારામાં પ્રાણીઓ 4,600થી વધીને 75,000 થયા!, ઝડપથી વધતાં પ્રાણીઓ અંગે સવાલ?
Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!
Trump Threat: ‘પુતિનને મારે કંઈ કહેવું નથી, પછી શું થશે તે તમે જોશો’, ટ્રમ્પે આપી ધમકી!
ચીનની પરેડમાં પાકિસ્તાન મહેમાન, મોદીને આમંત્રણ ના મળ્યું એટલે રોયાં? | China Military Parade