શહીદો પ્રત્યે આરએસએસની શું વિચારસરણી છે? સત્યને નજર અંદાજ ન કરાય જાણી લેવાય

  • શહીદો પ્રત્યે આરએસએસની શું વિચારસરણી છે? સત્યને નજર અંદાજ ન કરાય જાણી લેવાય

સ્વતંત્રતા સંગ્રામના શહીદોનો આદર કરનારા કોઈપણ ભારતીય માટે એ કેટલું દુઃખદ અને પીડાદાયક હશે કે RSSએ અંગ્રેજો સામે પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોને સારી નજરથી જોતું નહતું. શ્રી ગુરુજીએ શહીદીની પરંપરા પર પોતાના મૂળ વિચારો આ રીતે વ્યક્ત કર્યા છે:

“નિઃશંકપણે જે માણસો પોતાનું બલિદાન આપે છે તે મહાન પુરુષો હોય છે અને તેમનું જીવન દર્શન ખૂબ જ પુરુષાર્થપૂર્ણ હોય છે. તેઓ સામાન્ય માણસો કરતા ઘણા શ્રેષ્ઠ હોય છે જે શાંતિથી ભાગ્યની આગળ શરણાગતિ સ્વીકારી લે છે અને ભયભીત અને નિષ્ક્રિય રહે છે. તે છતાં આપણે આવા માણસોને સમાજ સમક્ષ આદર્શ તરીકે ઉભા કર્યા નથી. આપણે બલિદાનને મહાનતાના ઉચ્ચતમ બિંદુ તરીકે માન્યું નથી જ્યાં સુધી માણસો ઈચ્છે છે. કારણ કે, આખરે તેઓ તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા અને નિષ્ફળતાનો અર્થ એ છે કે તેમના અંદર કંઈક ગંભીર ત્રુટી હતી.”

ચોક્કસપણે આ જ કારણ છે કે બ્રિટિશ શાસકો સામે લડતી વખતે એક પણ RSS સ્વયંસેવક શહીદ થવાનું તો દૂરની વાત પણ જેલમાં પણ ગયો નથી.

નીચેના શબ્દો પરથી ખ્યાલ આવી શકે છે કે ગોલવલકર ભારત માતા માટે સર્વસ્વ બલિદાન આપનારાઓને કેવી હિન દ્રષ્ટિથી જોતા હતો. જોતા હતા. દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા મહાન શહીદો પાસેથી શ્રી ગુરુજી જે પ્રશ્નો પૂછી રહ્યા છે તે જોઈને એવું લાગે છે કે આ પ્રશ્નો બ્રિટિશ શાસકો વતી પૂછાઈ રહ્યા છે:

ગોલવલકર ભારત માં પર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કે બલિદાના આપનારાઓને કેટલી હિન દ્રષ્ટીથી દેખતા હતા, તેનો અંદાજો નિમ્નલિખિત શબ્દોથી ખુબ જ સારી રીતે લગાવી શકાય છે. શ્રી ગુરૂજી વતન પર પ્રાણ ન્યોછાવર કરનારા મહાન શહીદોથી જે પ્રશ્ન પૂછી રહ્યા છે, જાણે એવું લાગે છે કે, પ્રશ્ન અંગ્રેજ શાસનો તરફથી પૂછવામાં આવી રહ્યા હોય.

“અંગ્રેજોના પ્રત્યે ક્રોધના કારણે અનેકોએ અદ્દભૂત કારનામા કર્યા. અમારા મનમાં પણ એકાદ વખત એવ વિચાર આવી શકે છે કે આપણે પણ આવું જ કરીએ. તેવું અદ્દભૂત કામ કરનારાઓ કોઈ જ શંકાવગર આદરણીય છે. તેમાં વ્યક્તિની તેજસ્વિતા પ્રગટ થાય છે. સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે શહીદ થવાની સિદ્ધતા ઝળકે છે. પરંતુ વિચારવું જોઈએ કે તેનાથી (અર્થાત બલિદાનથી) સંપૂર્ણ રાષ્ટ્રહિત સંધાય છે ખરો? બલિદાનના કારણે આખા સમાજમાં રાષ્ટ્રના હિતાર્થ માટે તેજસ્વી રીતે ઉત્સાહ વધતો નથી. અત્યાર સુધીનો અનુભવ છે કે હૃદયમાં થતી બળતરા સામાન્ય માણસ માટે અસહ્ય હોય છે. “

1 જૂન, 1947 ના રોજ હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બોલતા, ‘મહાન દેશભક્ત’ ગોલવલકર ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે ભારતીય લોકોના સંઘર્ષના પ્રતીક બહાદુર શાહ ઝફરની મજાક એવી રીતે ઉડાવે છે જે જાણવા યોગ્ય છે.

“1857માં હિન્દુસ્તાનના કહેવાતા છેલ્લા સમ્રાટ બહાદુર શાહે પણ નીચે મુજબ ગર્જના કરી હતી…”

‘गाज़ियो में बू रहेगी जबतलक ईमान की।
तख़्ते लंदन तक चलेगी तेग़ हिंदोस्तान की।।’
परंतु आख़िर हुआ क्या? सभी जानते हैं वह ।”

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે 1925 થી 1947 સુધીના ભારતનો વારસો ગણાતા RSSના સમગ્ર સાહિત્યમાં એક પણ વાક્ય એવું નથી જે જલિયાંવાલા બાગ જેવા બર્બર દમનની ઘટનાઓની નિંદા કરતો હોય. તેવી જ રીતે આરએસએસના સમકાલીન દસ્તાવેજોમાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવા સામે અંગ્રેજો વિરૂદ્ધ કોઈ રેકોર્ડ નથી.

Related Posts

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?
  • February 3, 2026

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ વિસ્તારમાં વીજ લાઈન મુદ્દે વિરોધ વંટોળ ઉઠ્યો છે અને કેટલાક સવાલો ચર્ચાના ઘેરામાં રહયા છે ત્યારે સ્થાનિક આગેવાન પ્રમોદ મકવાણાએ વિસ્તૃત માહિતી આપી હતી તેઓએ ઉઠાવેલા…

Continue reading
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો
  • February 3, 2026

● ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવા માટે અણ્ણા હજારેને ગુજરાત આવવાનું આમંત્રણ અપાયું હતું 2011માં તેઓએ પોતાના અનુભવોમાં આ વાત કહી હતી. સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ અંગે વિસ્તૃત છણાવટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 3 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 5 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 7 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 7 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 9 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત