
અભિનેતા સૈફ અલી ખાન પર તેના ઘરમાં થયેલા હુમલાથી દરેક વ્યક્તિ આઘાતમાં છે. દરેકના મનમાં એક પ્રશ્ન એ છે કે આટલી ઊંચી સુરક્ષા હેઠળ કોઈ વ્યક્તિના ઘરમાં ઘૂસીને તેના પર હુમલો કેવી રીતે કરી શકે છે. આ મામલે પોલીસ તપાસ હવે ચાલી રહી છે. ત્યારે હવે મુંબઈના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટની છાપ ધરાવતા દયા નાયક ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
આ કેસની તપાસ કરી રહેલી ટીમનું નેતૃત્વ દયા નાયક કરી રહ્યા છે. જેમને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પણ ગણવામાં આવે છે. મુંબઈ પોલીસ અધિકારી દયા નાયકને મુંબઈના બાંદ્રા સ્થિત અભિનેતા સૈફ અલી ખાનના ઘરેથી બહાર નીકળતા જોવામાં આવ્યા હતા.
દયા નાયક કોણ છે?
એન્કાઉન્ટરમાં ગુનેગારોને મારવા બદલ હેડલાઇન્સમાં આવેલા દયા નાયકને ગયા વર્ષે જ મુંબઈ પોલીસે પ્રમોશન આપ્યું હતું. 1995ની બેચના પોલીસ અધિકારી નાયક, એન્કાઉન્ટરમાં ઘણા ગુનેગારોને મારવા માટે જાણીતા છે. તેમણે મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)માં ત્રણ વર્ષ સુધી સેવા આપી છે. 1996માં તેમને જુહુ પોલીસ સ્ટેશનમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારથી, આ હીરોએ શહેરના કેટલાક સૌથી કુખ્યાત અંડરવર્લ્ડ નેટવર્કને તોડી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. દયા નાયકે મુંબઈના પ્રખ્યાત પોલીસ અધિકારી પ્રદીપ શર્મા સાથે કામ કર્યું છે.
આ સમાચાર પણ વાંચોઃ RAJKOT: 100 રૂપિયાની બબાલમાં ચાની હોટલ પર પેટ્રોલ બોમ્બથી હુમલો