
દિલ્હીનો નવો મુખ્યમંત્રી કોણ? ટોપ પર છે ચાર નામ
નવી દિલ્હી: દિલ્હીનો નવો મુખ્યમંત્રી કોણ હશે. 27 વર્ષના સમયગાળા પછી દિલ્હીની સત્તામાં વાપસી કરી રહેલી બીજેપી મુખ્યમંત્રી પદના ચહેરા વગર મેદાનમાં ઉતરી હતી. બીજેપેનું કહેવું હતું કે, તેઓ વડાપ્રધાન મોદીના ચહેરા પર ચૂંટણી લડી રહી છે. હવે પ્રશ્ન તે ઉભો થઈ રહ્યો છે કે, મુખ્યમંત્રી કોણે બનાવામાં આવશે. કેમ કે દાવેદાર અનેક છે. જોકે, તે પણ સંભવ છે કે, જેવી રીતે રાજસ્થાનમાં ભજન લાલ શર્મા, મધ્ય પ્રદેશમા મોહન યાદવ અને છત્તીસગઢમાં વિષ્ણુ દેવ સાઈને લઈને આવવામાં આવ્યા, શું દિલ્હીમાં પણ તેવી જ રીતે કોઈ નવા ચહેરાને લાવાવમાં આવશે? બીજેપી દિલ્હીનો તાજ કોના માથે રાખશે? તે કહેવું તો ખુબ જ મુશ્કેલ છે, પરંતુ દિલ્હીના કેટલાક ચહેરા એવા છે જે મુખ્યમંત્રી પદની રેસમાં નજર આવે છે.
શું પ્રવેશ વર્મામાં છે પર્ફેક્ટ સીએમ સામગ્રી
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્મા પશ્ચિમ દિલ્હી વિધાનસભા ક્ષેત્રથી બે વખત સાંસદ રહ્યા છે. પ્રવેશ વર્માએ નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રથી AAP પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને માત આપી દીધી છે. આ સીટ પર તેમનો મુકાબલો અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતના પુત્ર સંદીપ સાથે હતો. આ જીત પછી પ્રવેશ વર્મા મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદારના રૂપમાં સામે આવ્યા છે. જોકે, પ્રવેશ વર્માએ ક્યારેય દાવો કર્યો નથી કે તેઓ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. તેઓ એક ફાયરબ્રાન્ડ નેતા છે, જેમના કેટલાક નિવેદનોથી વિવાદ ઉભો થઈ ચૂક્યો છે. નાગરિકતા સંશોધન અધિનિયમ, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર વિરૂદ્ધ શાહીન બાગ વિરોધ પ્રદર્શનને લઈને તેઓ એવા અનેક નિવેદન આપી ચૂક્યા છે કે જેનો ખુબ જ વિરોધ થયો હતો.
વીરેન્દ્ર સચદેવ મજબૂત દાવેદાર
વીરેન્દ્ર સચદેવને વર્ષ 2022થી દિલ્હી ભાજપાના કાર્યકારી અધ્યક્ષના રૂપમાં અને 2023માં પૂર્ણ-સમયના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વીરેન્દ્ર સચદેવાને દિલ્હી ભાજપામાં જૂથવાદને નિયંત્રણમાં રાખવા અને 1993 પછી પ્રથમ વખત રાજધાનીમાં પાર્ટીને સત્તામાં લાવવાનો શ્રેય જરૂર મળશે. દિલ્હીના મુશ્કેલ પડકારોનો સામનો કરીને સચદેવે હંમેશા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપા દિલ્હીમાં સરકાર બનાવશે. ભાજપને શરૂઆતના વલણમાં લીડ મળ્યા પછી તેમણે પૂછવામાં આવ્યું હતુ કે, મુખ્યમંત્રી કોણ બનશે, તો સચદેવે એટલું કહ્યું કે પાર્ટીમાથી કોઈ હશે અને કેન્દ્રીય નેતૃત્વ તેના પર નિર્ણય લેશે.
બાંસુરી સ્વરાજ પણ હોઈ શકે છે
દિવંગત સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજ દિલ્હીમાં ભાજપાના પ્રમુખ નેતાઓમાંથી એકના રૂપમાં ઉભરીને સામે આવ્યા છે. તેઓ પાછલા વર્ષે સાંસદના રૂપમાં ચૂંટાયા હતા, તે પછી સતત કામ કરી રહ્યાં છે. તેઓ એક વકીલ છે, તેમણે 2023માં દિલ્હી ભાજપાના કાનૂની સેલના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને પછી સાંસદ અને કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીની જગ્યા પર નવી દિલ્હી લોકસભા ક્ષેત્રથી ઉમેદવાર બનાવામાં આવ્યા હતા.
મનોજ તિવારી મુખ્યમંત્રીની રેસમાં!
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપા દ્વારા દિલ્હીથી ઉમેદવારના રૂપમાં રિપિટ કરનારા એકમાત્ર વર્તમાન સાંસદ મનોજ તિવારી ખરેખર રાજધાનીમાં પાર્ટીના સૌથી મોટો ચહેરો છે. અભિનેતાથી નેતા બનેલા મનોજ તિવારી પૂર્વાચલ વિસ્તારના પ્રવાસીઓ વચ્ચે ખુબ જ લોકપ્રિય છે. મનોજ તિવારીનો થોડા દિવસ પહેલા લેવામાં આવેલા ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યું હતુ કે, જો બીજેપી સત્તામા આવે છે તો મુખ્યમંત્રી કોણ બનશે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કોઈ નેતાનું નામ ન તો લીધું પરંતુ તે સંભાવનાથી પણ ઈન્કાર કર્યો નહતો કે તેઓ સીએમની રેસમાં સામેલ નથી.
આ પણ વાંચો- દિલ્હી ચૂંટણી 2025માં બીજેપીએ ચાર M થકી કેવી બાજી પલટી; કયા ફેકટર્સને કર્યાં ટાર્ગેટ?