
- મિત્ર ટ્રમ્પ કેમ બન્યો દુશ્મન? હવે કહ્યું- ભારત ઉઠાવે છે આપણો ફાયદો-મદદ કરવાની જરૂરત નથી
એક સમય એવો હતો કે ભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે હવન રાખીને તેની જીતની પ્રાર્થના કરવામાં આવતી હતી. આ હવન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની જીતની સાથે-સાથે તેના બધા દુશ્મનોની હાર થાય તેવી પણ પ્રાર્થના કરવામાં આવતી હતી. પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનો એકદમ જીગરીજાન હોવાનું કહેતા હતા. તેથી તેના માટે અમદાવાદમાં ભવ્ય કાર્યક્રમ રાખીને કરોડો રૂપિયાનો ધુમાડો પણ ઉડાવ્યો હતો.
પરંતુ સત્તામાં આવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પના તેવર બદલાઈ ગયા છે. તે ભારત પાછળ હાથ ધોઈને પાછળ પડ્યો છે. પ્રતિદિવસ ભારત વિરૂદ્ધ અવનવા નિવેદન આપે છે. હાથકડી અને બેડીઓમાં ભારતીયોને મોકલવા પાછળનો હેતુ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતનું અપમાન કરવા માટે જ ભારતીયોને બંધક બનાવીને પરત મોકલ્યા હતા. તે કહેવા માંગે છે કે તમારી અમારે કોઈ જરૂરત નથી. પીએમ મોદીની અમેરિકા મુલાકાત પછી પણ ભારતીયોને બંધક બનાવીને મોકલ્યા અને પીએમ મોદીની જરાપણ ઈજ્જત કરી નહતી. અમેરિકા ગયેલા પીએમ મોદીની પણ બેઈજ્જતી કરીને ભારતને નીચું જોવા માટે મજબૂર કર્યા છે.
આ તમામ ઘટનાઓ પાછળા થોડા જ સમયમાં ઘટી છે. તે છતાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર શાબ્દિક પ્રહારો ચાલું રાખ્યા છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) દ્વારા ભારતને આપવામાં આવેલા ભંડોળ મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, ‘ભારતની ચૂંટણી માટે અમેરિકા તરફથી 18 મિલિયન ડોલર (અંદાજે 150 કરોડ રૂપિયા) અપાયા હતા.’
#WATCH | Addressing the Conservative Political Action Conference (CPAC) in Washington, US President Donald Trump says, “$29 million goes to strengthen the political landscape and help them out so that they can vote for a radical left communist in Bangladesh. You got to see who… pic.twitter.com/IzgE6NMDiP
— ANI (@ANI) February 22, 2025
આ પણ વાંચો- IND Vs PAK: 259 દિવસ પછી બે કટ્ટર હરિફ વચ્ચે ટક્કર; ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકનો તો વર્લ્ડ કપમાં ભારતનો દબદબો
CPACમાં ભાષણ આપતી વખતે ટ્રમ્પે શું કહ્યું?
કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સ (CPAC)માં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ‘અમે ચૂંટણી માટે ભારતને ૧8 મિલિયન ડોલર કેમ આપી રહ્યા છીએ? આપણે પોતે પેપર બેલેટ પર પાછા ફરવું જોઈએ અને ભારતને અમારી ચૂંટણીમાં મદદ કરવા દેવી જોઈએ. મતદાર ઓળખપત્ર ફરજિયાત હોવું જોઈએ. શું એ સારું નહીં હોય?’
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભારત અમેરિકા પર ભારે ટેરિફ વસૂલ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ‘ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે. જ્યારે આપણે કંઈક વેચવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે તેઓ 200% સુધીના ટેરિફ લાદે છે અને છતાં આપણે તેમને તેમની ચૂંટણી માટે પૈસા આપી રહ્યા છીએ.’
USAID ભંડોળ અંગે ભારતની પ્રતિક્રિયા
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી જે માહિતી બહાર આવી છે તે ચિંતાજનક છે. સરકાર આની તપાસ કરી રહી છે. જો આમાં કોઈ સત્ય હોય, તો દેશને એ જાણવાનો અધિકાર છે કે તેમાં કોણ કોણ સામેલ છે. USAIDને ભારતમાં સારું કામ કરવાની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ જો તેમાં કોઈ ખોટું કામ થઈ રહ્યું હોય, તો તેની તપાસ કરવાની જરૂર છે.’
#WATCH | Delhi: On USAID, EAM S Jaishankar says, “…Some information has been put out there by the Trump administration people, and obviously, that is concerning… I think, as a government, we’re looking into it. My sense is that the facts will come out…USAID was allowed here… pic.twitter.com/UZT5aimfXX
— ANI (@ANI) February 22, 2025
આ પણ વાંચો-IND vs PAK: પાક હારશે તો થઈ જશે ટૂર્નામેન્ટમાંથી OUT? પાકિસ્તાની ફેન્સે કહ્યું- ભારત જ જીતશે
ટ્રમ્પના ભારત વિરૂદ્ધ નિવેદન
20મી ફેબ્રુઆરી 2025: ‘ભારતમાં મતદાન માટે અમેરિકાએ 21 મિલિયન ડોલર ખર્ચવાની શું જરૂર છે? મને લાગે છે કે તેઓ (બાઈડેન) કોઈ બીજાને જીતાડવાના પ્રયત્ન કરી રહ્યા હશે. અમારે ભારત સરકારને જાણ કરવી પડશે.’
21મી ફેબ્રુઆરી 2025: ‘ભારતને વોટર ટર્નઆઉટ માટે 21 મિલિયન ડોલર અપાયા. આપણે ભારતની ચિંતા કેમ કરી રહ્યા છીએ? આપણી પાસે પહેલેથી જ અનેક સમસ્યાઓ છે.’
22મી ફેબ્રુઆરી 2025: ‘મારા મિત્ર મોદી અને ભારતને વોટર ટર્નઆઉટ માટે 21 મિલિયન ડોલર અપાઈ રહ્યા હતા, આપણું શું? હું પણ મારા દેશમાં મતદાન વધારવા માંગુ છું.’







