
Kaal Chakra: નેતાઓ સત્તામાં આવવા માટે ઢાલા વચનો આપતા હોય છે. પરંતુ જ્યારે તેઓ સત્તામાં આવે ત્યારે તેઓ પ્રજાને આપેલા વચનો ભુલી જતા હોય છે. ત્યારે આવવું જ કંઈક નરેન્દ્ર મોદીએ પણ કર્યું હતું. મોદીએ 30 એપ્રિલ 2003ના ગુજરાત સ્થાપના દિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રજાજોગ સંદેશમાં વચન આપ્યું હતુ તેમણે ગુજરાતને 21મી સદીની વિકાસયાત્રામાં જોડાવા પાંચ કરોડ ગુજરાતીઓને આહ્વાન કર્યુ હતું. મોદીએ ઐતિહાસિક દિવસે વચન આપ્યું કે, 21મી સદીના વિકાસનું રોલ મોડલ ગુજરાતને બનાવીશું. નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે, ગુજરાતનું અર્થતંત્ર ગેસ-તેલના વિકાસથી કરવટ બદલશે.
7 વચનો ફોક કરીને ઐતિહાસિક દિવસને ભૂલ્યા
નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે, ગુજરાતની જનતાએ લોકશાહી શાસન વ્યવસ્થામાં વિશ્વાસ મૂક્યો છે. રાજ્યના હિત-વિરોધીઓના કોમી રમખાણોના ભ્રામક અપપ્રચારનો છેદ કરી ફેસલો આપીને ઉડાવી દીધો.મોદીએ કહ્યું સંપૂર્ણ વિશ્વાસ આપવા માંગું છું કે આપે અમારામાં મૂકેલો વિશ્વાસ એ અમારી મૂડી છે. મોદીએ કહ્યું સંપૂર્ણ વિશ્વાસ આપવા માંગું છું કે, અમારા હાથે ગુજરાતનું અહિત કક્યારે ય થશે નહીં. ગુજરાતના આ ગૌરવ દિને હું કહું છું કે, જનહિત તેમજ રાજ્યના વિકાસને જ કેન્દ્રસ્થાને રાખશે. વધુમાં તેમણે કહ્યું હતુ કે, આપ સહુને સંકલ્પપૂર્વક એવી પણ ખાતરી આપું છું કે અમારી સરકાર શાસનના માધ્યમથી લોકસેવા કરશે. મોદીએ કહ્યું સરકારની રાજનીતિની દિશા સ્પષ્ટ છે, નીતિ સ્પષ્ટ છે અને નિયત સાફ છે. ત્યારે મોદીએ આપેલા આ વચન વિશે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે શું કહ્યું જુઓ વીડિયો.










