પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પુસ્તક કેમ છે ચર્ચામાં?

  • India
  • February 4, 2025
  • 1 Comments
  • પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની (Mamata Banerjee) પુસ્તક કેમ છે ચર્ચામાં?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની (Mamata Banerjee) નવી પુસ્તક ચર્ચામાં છે. આ પુસ્તકમાં તેમણે બીજેપીની (BJP) સાથે-સાથે કોંગ્રેસ (Congress) ઉપર પણ નિશાન સાંધ્યું છે.

કોલકાતા પુસ્તક મેળામાં તેમની ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું પરંતુ સૌથી વધારે ચર્ચા ‘બાંગલાર નિરબાચન ઓ આમરા (બંગાળની ચૂંટણી અને અમે)’ પર થઈ રહી છે. આ પુસ્તકમાં 2024 લોકસભા ચૂંટણીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીમાં હાર માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે, અનેક રાજ્યોમાં ગઠબંધનના કારણે કોંગ્રેસને ફાયદો થયો પરંતુ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને બીજેપી અને વામ પાર્ટીઓ સાથે મળીને તૃણમૂલ કોંગ્રેસ વિરૂદ્ધ ચૂંટણી લડી.

પશ્ચિમ બંગાળ કોંગ્રેસે આ આરોપોને ફગાવતા કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ, બીજેપી અને વામ મોર્ચાના નેતા પરસ્પર મળેલા હતા.

મમતા બેનર્જીએ “બાંગલાર નિરબાચન ઓ આમરા”માં 2024 લોકસભા ચૂંટણીમાં હાર માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવ્યા છે. તેમનું કહેવું છે કે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને તેમની શક્તિથી સીટો મળી નથી પરંતુ કોંગ્રેસને જેટલી સીટો મળી, તે માત્ર ગઠબંધનની અન્ય પાર્ટીઓએ તેમના વિરૂદ્ધ ઉમેદવાર ઉતાર્યા નહોવાથી તેઓ વધુ સીટો લાવી શક્યા છે.

આ પણ વાંચો- દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવા-જૂનીના એંધાણ; શું કહે છે રાજકીય વિશ્લેષક અરૂણ શર્માનું મૂલ્યાંકન

તેમણે પુસ્તકરમાં બંગાળની ચૂંટણી રાજનીતિના સાથે-સાથે ઈન્ડિયા ગઠબંધનની પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે.

તેઓ લખે છે કે, 2024ની લોકસભા ચૂંટણીથી પહેલા જ અમને સમજમાં આવી ગયું હતુ કે ભારતીય જનતા પાર્ટીના વિરૂદ્ધ જો બધી જ વિપક્ષી પાર્ટીઓ એક થઇ જશે તો તેને હરાવી શકાય છે. તે માટે વિપક્ષી પાર્ટીઓની અનેક બેઠકો દિલ્હી, મુંબઈ અને કર્ણાટકમાં થઈ. કર્ણાટકની બેઠકમાં જ મેં વિપક્ષી પાર્ટીઓને ગઠબંધનનું નામ ઈન્ડિયા રાખવાની રજૂઆત કરી હતી.

પોતાની પુસ્તકમાં તેઓ લખે છે કે, તેમણે ગઠબંધનના ન્યૂનત્તમ સંયુક્ત કાર્યક્રમ અને સંયુક્ત નિવેદન રજૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. સાથે જ તેમણે કોંગ્રેસને અનુરોધ કર્યો હતો કે ગઠબંધનનું સંયોજક અને પ્રવક્તા નિયુક્ત કરવામાં આવે.

પુસ્તકના અંતિમ અધ્યાયમાં તેઓ લખે છે કે જે ક્ષેત્રીય પાર્ટી પોત-પોતાના વિસ્તારમાં મજબૂત છે, તે વિસ્તારોમાં તે પાર્ટી જ ગઠબંધનની આગેવાની કરે અથવા તેમની જ આગેવાનીમાં ચૂંટણી લડવામાં આવે.

આ પણ વાંચો- UCC લાગુ કરવા સરકારની મોટી જાહેરાત: SCના નિવૃત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટિની રચના

જોકે, પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શક્યું નહીં. મમતા બેનર્જીનું કહેવું છે કે ન તો ન્યૂનતમ સંયુક્ત કાર્યક્રમની રૂપરેખા બનાવવામા આવી ન તો કોઈ સંયુક્ત નિવેદન રજૂ કરવામાં આવ્યું. ગઠબંધનની પાર્ટીઓ પરસ્પર જ એકબીજા સામે ચૂંટણી લડવા લાગ્યા, જેનો ફાયદો બીજેપીને થવા લાગ્યો અને તેને સરકાર બનાવી લીધી, તે છતાં કે બીજેપી પાસે પૂર્મ બહુમતી નહતી.

કોંગ્રેસ પર હુમલો યથાવત રાખતા મમતા બેનર્જીએ તે પણ સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ ગઠબંધનનું નેતૃત્વ કરવાથી બચતી રહી પરંતુ ગઠબંધન સહયોગીઓના સમર્થનના કારણે તેને કેટલાક રાજ્યોમાં ફાયદો થયો.

મમતા બેનર્જીએ કહ્યું, પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ, વામ પાર્ટી અને બીજેપીએ મળીને તૃણમૂલ કોંગ્રેસ વિરૂદ્ધ ચૂંટણી લડી.

તેઓ કહે છે કે તમિલાનાડૂ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સીટો ગઠબંધનના કારણે મળી, પરંતુ બંગાળમાં કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસને હરાવવા માટે બીજેપી અને વામ પાર્ટી સાથે હાથ મિલાવી લીધો.

મમતા બેનર્જી આગળ લખે છે કે, 2024 લોકસભા ચૂંટણીમાં મીડિયાએ તૃણમૂલ કોંગ્રેસને 12-13 સીટો મળવાનું અનુમાન લગાવ્યું છે, પરંતુ અમને 29 સીટો મળી. બીજેપીને માત્ર 12 સીટો અને કોંગ્રેસને 1 સીટ મળી.

2019 લોકસભા ચૂંટણીમાં બીજેપીને 18 સીટ અને તૃણમૂલ કોંગ્રેસને 22 સીટ મળી હતી, એટલે બંને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર હતી.

કોંગ્રેસે કર્યો પલટવાર

પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શુભંકર સરકારે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે તેમણે મમતા બેનર્જીની પુસ્તક વાંચી નથી અને ન વાંચવાના છે.

તેઓ કહે છે કે, જો મમતાએ કોંગ્રેસ પર કંઈક કહ્યું છે તો તેમણે તે વાતનો પણ ઉલ્લેખ કરવો જોઈએ કે જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થઈ રહી હતી, તો તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ તેનો બહિષ્કાર કેમ કર્યો હતો? તેઓ પુસ્તકો લખતા રહે છે પરંતુ તેનો અર્થ તે નથી કે અમે તે પુસ્તકોને વાંચવા બંધાયેલા છીએ. જ્યાં સુધી પશ્ચિમ બંગાળનો પ્રશ્ન છે, તો તૃણમૂલ કોંગ્રેસ, ભાજપા અને વામ મોર્ચાના નેતાઓ પરસ્પર મળેલા છે.

શંભુકર સરકારનું કહેવું છે કે કોંગ્રેસે પશ્ચિમ બંગાલમાં પોતાના સંગઠને શૂન્યથી ફરીથી ઉભું કર્યું છે. તેમનો દાવો છે કે મમતા બેનર્જીની વિરૂદ્ધ સત્તા વિરોધી લહેરને જોતા સામાન્ય મતદાતા કોંગ્રેસને એક નવા વિકલ્પના રૂપમાં દેખી રહ્યો છે.

આ પણ વાંચો- આપણા સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ જૈન સાધુઓની માફક અપરિગ્રહી બની શકે ખરાં?

Related Posts

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

  • August 7, 2025
  • 10 views
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

  • August 7, 2025
  • 8 views
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 24 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 10 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 223 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 27 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ