
World Mother Language Day: વિશ્વભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે. વિશ્વભરના લોકોમાં તેમની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે રુચિ પેદા કરવાનો અને તેમને તેના વિશે જાગૃત કરવાનો છે.
ત્યારે આપણી માતૃ ભાષા ગુજરાતમાં જ નહીં આંતરાષ્ટ્રીય સ્તરે પણ બોલાય છે. વિદેશમાં પણ ગુજરાતી ભાષાપ્રેમીઓ વસે છે. દેશની સરહદ પાર પણ ગુજરાતી ભાષાના બોલાય છે. ત્યારે આજે પાકિસ્તાનના કરાચીમાં ગુજરાતી બચાવ મૂહિમ હેઠળ ‘ગુજરાતી બચાવ તહેરીક’ સંગઠન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું છે.
પાકિસ્તાનમાં ગુજરાતીને પુનર્જીવિત કરવાનો હેતુ
આજે સાંજ પાંચ વાગ્યે કરાચીના ધી કાઠિયાવાડી મનસુરી જમાતખાના રણછોડ લાઈનમાં ગુજરાતી બચાવ અભિયાન હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાયર્યક્રમનો હેતુ પાકિસ્તાનમાં ગુજરાતીને પુનર્જીવિત કરવાનો છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા ગુજરાતીપ્રેમીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ચીફ ગેસ્ટ તરીકે મેમન ગુજરાતી સુપ્રિમ કાઉન્સિીલ જ. અબ્દુલ કરીમ મેઘાણી અને વર્લ્ડ ગુજરાતી ઓર્ગેનાઈઝેશનના જ. બશીર મોહંમદ મુનશી ઉપસ્થિત રહેવાના છે. આ આયોજન ગુજરાતી બચાવ તહેરીક સંગઠન દ્વારા કરાયું છે. જેમાં ગુજરાતી ભાષાના વિકાસ અને બચાવવા માટે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ UP: વિદ્યાર્થિનીઓને ઠપકો આપતાં આચાર્યને બૂકાનીધારીઓએ માર માર્યો, કરાયા હોસ્પિટલમાં દાખલ
આ પણ વાંચોઃ Kutch Accident: કચ્છમાં ભયંકર અકસ્માત, 7 લોકોના ઘટનાસ્થળે જ રામ રમી ગયા, ખાનગી બસ-ટ્રેલર વચ્ચે અકસ્માત
આ પણ વાંચોઃ Arrest Warrant: ભાજપ ધારાસભ્ય સી.જે ચાવડાની થઈ શકે છે ધરપકડ? જુઓ શું કહ્યું?