ગુજરાત સહિત 6 રાજ્યના વિદ્યાર્થીઓ Australia નહીં જઈ શકે, હાલમાં રહેતાં વિદ્યાર્થીઓનું શું થશે?

  • India
  • April 21, 2025
  • 4 Comments

Indian students banned in Australia: ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જોતા ભારતીય વિદ્યાર્થીનું સ્વપ્ન રોળાયું છે. ઓસ્ટ્રેલિયાએ ગુજરાત, યુપી અને બિહાર સહિત દેશના 6 રાજ્યોના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. કેટલાંક ભારતીય વિદ્યાર્થીના વિઝાના દસ્તાવેજોમાં છેતરપિંડી થયાનું બહાર આવતાં પ્રતિબંધ લગાયો છે. ઉપરાંત એવો આરોપ છે કે આ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા લઈને ફૂલ ટાઈમ કામ કરી રહ્યા છે. જેથી ઓસ્ટ્રેલિયાએ ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર પંજાબ, હરિયાણા, મણિપુર ના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બે વર્ષ પહેલાં પણ ઓસ્ટ્રેલિયાએ આ પાંચ રાજ્યો પર પ્રતિબંધ લાદ્યો હતો, જોકે પછીથી તેમાં છૂટછાટ આપવામાં આવી હતી.

અમેરિકા અને કેનેડામાં વિઝામાં કડક નિયમો અને પ્રતિબંધોને કારણે મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા તરફ વળ્યા હતા. ત્યારે હવે ઓસ્ટ્રેલિયાએ પણ ભારતીયો વિદ્યાર્થીઓને ઝટકો આપ્યો છે.

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓનું વિઝા અસ્વીકારનું પ્રમાણ વધુ

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના વિઝા અસ્વીકારનું પ્રમાણ વધીને 24 ટકા થયું છે, જે છેલ્લા દાયકામાં સૌથી વધુ છે. કેનેડામાં પણ આવી જ પરિસ્થિતિ છે. આવી સ્થિતિમાં ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાની આશા રાખતા હતા. પરંતુ હવે તેમને ત્યાંથી પણ મોટો આંચકો લાગ્યો છે. ભારતના મિત્રો દેશમાં સામેલ સંસ્થા એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન રિપ્રેઝન્ટેટિવ્સ ઇન ઇન્ડિયા (AAERI)એ ઓસ્ટ્રેલિયાના આ પગલાંને ખોટું ગણાવ્યું છે, આ પગલું લેતાં પહેલા તેણે સમીક્ષા અને તપાસ કરવી જોઈએ.

ઓસ્ટ્રેલિયા સરકાર શું કહે છે?

ઓસ્ટ્રેલિયન સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય યુનિવર્સિટીઓનો સ્વતંત્ર નિર્ણય છે અને સરકારે આવો કોઈ રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ લગાવ્યો નથી. જ્યારે યુનિવર્સિટીઓનું કહેવું છે કે આ પગલાં બધા ભારતીય વિદ્યાર્થીઓ સામે નથી, પરંતુ માત્ર બિન-જેન્યુઇન અરજીઓને રોકવા માટે છે.

હાલમાં ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શું અસર!

હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા અને અભ્યાસ કરતા ગુજરાતના વિદ્યાર્થીઓ પર નવા વિઝા પ્રતિબંધોની સીધી અસર નહીં પડે, કારણ કે આ પ્રતિબંધો મુખ્યત્વે નવી અરજીઓ અને નવા વિદ્યાર્થીઓના પ્રવેશને લાગુ પડે છે. ઓસ્ટ્રેલિયન સરકારે 2025થી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 2,70,000 સુધી મર્યાદિત કરવાની ઘોષણા કરી છે, અને કેટલીક યુનિવર્સિટીઓએ ગુજરાત સહિત છ ભારતીય રાજ્યો (પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર)માંથી આવતી અરજીઓ પર પ્રતિબંધો અથવા કડક તપાસ લાગુ કરી છે, જેનું કારણ વિઝા છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોનો આરોપ છે.

આ પણ વાંચોઃ

Pope Francis: ખ્રિસ્તીઓના ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Rajkot: ખેડૂતોના ખેતરમાં કંપનીની બળજબરી, ગેરકાયદેસર પવનચક્કીઓ નાખવાનું કામ, મહિલાનો હાથ ભાગ્યો!

JD Vance India Visit: ટેરિફ મુદ્દે ટ્રમ્પ સાથે ઝઝૂમતાં ભારતને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ પાસે શું આશા?

પત્નીએ પૂર્વ DGPની આંખોમાં મરચું નાખી ચાકુના ઘા ઝીંક્યા, પુત્રીની સામે શંકાની સોય

કર્ણાટકના પૂર્વ DGPની હત્યા, ઘરમાંથી મળી લાશ, પત્ની પર શંકા

Related Posts

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’
  • October 27, 2025

BJP Minister Blames Victims in Indore Harassment: મહિલા વર્લ્ડ કપ મેચ માટે ભારત આવેલી ઑસ્ટ્રેલિયન ટીમના ક્રિકેટર્સ સાથે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયેલી અપમાનજનક છેડતીની વાત વિશ્વમાં ચર્ચામાં છે. આ ઘટનાએ…

Continue reading
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ
  • October 27, 2025

આજે ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં SIRની તારીખોનું એલાન થવા જઈ રહ્યું છે અને સાંજના એક પત્રકાર પરિષદનું આયોજન પણ કરાયું છે પણ આ જાહેરાતની પૂર્વ સંદયાએ ચેન્નાઈમાં દેશના વરિષ્ઠ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 9 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 6 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 16 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 19 views

  • 12 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ