કર્ણાટકના પૂર્વ DGPની હત્યા, ઘરમાંથી મળી લાશ, પત્ની પર શંકા

  • India
  • April 20, 2025
  • 8 Comments

Former DGP murder Om Prakash: કર્ણાટકના  પૂર્વ DGP ઓમ પ્રકાશની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એવી શંકા છે કે તેમની પત્ની દ્વારા છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. તેમનો મૃતદેહ બેંગલુરુના  HSR લેઆઉટ સ્થિત તેમના ઘરમાંથી મળી આવ્યો છે.

આજે(20 એપ્રિલ)  રવિવારે બપોરે ઓમ પ્રકાશનો મૃતદેહ તેના ઘરમાં લોહીથી લથપથ મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તેમની હત્યા કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે ઓમ પ્રકાશની હત્યા તેની પત્નીએ જ કરી હશે, કારણ કે તેની પત્ની અને પુત્રી ઘરના લિવિંગ રૂમમાં હતા.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પત્નીએ પોતે પોલીસને ફોન કરીને હત્યા વિશે જાણ કરી હતી, પરંતુ જ્યારે પોલીસ ટીમ તેમના ઘરે પહોંચી ત્યારે તેમણે દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો હતો. જો કે બાદમાં મહામહેનતે પોલીસે દરવાજો ખોલાવ્યો હતો. જે બાદ બાદ પોલીસે ઘરમાં જોતા DGPની લાશ લોહીતી લથપથ પડી હતી. હાલ પોલીસ પત્ની પર હત્યાની આશંકા રાખી પૂછપરછ કરી રહી છે.

ઓમ પ્રકાશ મૂળ બિહારના હતા

કર્ણાટક કેડરના 1981 બેચના IPS અધિકારી ઓમ પ્રકાશ રાજ્યના DG અને IGP તરીકે સેવા આપ્યા બાદ 2015 માં નિવૃત્ત થયા હતા.  1 માર્ચ,  2015માં તેમને પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ DGP પદેથી 31 જાન્યુઆરી, 2017ના રોજ નિવૃત્ત થયા હતા. તેમણે એમ.એસસી. ભૂસ્તરશાસ્ત્રમાં ડિગ્રી મેળવી હતી. ઓમ પ્રકાશ બિહારના ચંપારણના વતની હતા.  તેઓ હાલ બેંગ્લોરના HSR લેઆઉટમાં રહેતા હતા.

આ પણ વાંચોઃ

Gondal માં એક સાથે ચાર અર્થી ઉઠી, કાર અકસ્માતમાં પરિવારને કાળ ભરખી ગયો

હવે નેપાળમાં હિંદુ રાષ્ટ્ર અને રાજાશાહીની માંગ કેમ ઉઠી? લોકો રસ્તાઓ પર ઉતર્યા! | Nepal

કુલભૂષણને સજા સામે અપીલ કરવાનો કોઈ હક નથી: પાકિસ્તાન સરકારની કોર્ટમાં દલીલ | Kulbhushan Case

UP: થનાર જમાઈ સાસુને વહુ બનાવીને લાવતાં જ ભગાડ્યા, આશરો પણ ન આપ્યો, આ રીતે કાઢી રાત?

Related Posts

Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”
  • May 4, 2026

Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામોના દિવસે એક અત્યંત રોમાંચક સ્થિતિ સર્જાઈ છે. બપોર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ બહુમતી તરફ જતી દેખાતા તૃણમૂલ કોંગ્રેસના છાવણીમાં…

Continue reading
Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
  • May 4, 2026

Priyanka Chaturvedi: દેશમાં વધી રહેલી બળાત્કારની ઘટનાઓ અને ત્યારબાદ અદાલતો દ્વારા હાઈ-પ્રોફાઈલ કેસોમાં આરોપીઓને ‘શંકાનો લાભ’ આપીને નિર્દોષ જાહેર કરવાના વલણ સામે પૂર્વ સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભારે નારાજગી વ્યક્ત કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

  • May 4, 2026
  • 4 views
Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

  • May 4, 2026
  • 5 views
Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

  • May 4, 2026
  • 7 views
Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

  • May 4, 2026
  • 10 views
Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

  • May 4, 2026
  • 8 views
Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

  • May 4, 2026
  • 12 views
Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો