
Youth sets himself on fire in Ahmedabad:અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સામેજ પોતાના શરીર ઉપર પર પેટ્રોલ છાંટી આગ લગાવી દેતાં ભારે ચકચાર મચી જવા પામી હતી,આ ઘટના જોતા જ યુવતી બેભાન થઈ ગઈ હતી જેને અલ-નૂર હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ફતેવાડીમાં સમા સ્કૂલ પાસે આવેલા આફરીન ડુપ્લેક્સમાં રહેતી 28 વર્ષીય સલેહા અબ્દુલકાદર શેખ નામની યુવતી સરખેજ સ્થિત અલ-નૂર હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે.છેલ્લા છ મહિનાથી તેના જ વિસ્તારમાં રહેતો કામરાન નામનો યુવક કથિત રીતે તેને હેરાન કરતો હતો.
આ યુવતીને યુવક એક તરફી પ્રેમ કરતો હતો અને તે જયાં નોકરી કરતી હતી ત્યાં યુવક પહોંચ્યો હતો અને કંઈક મુદ્દે બોલાચાલી કર્યા બાદ યુવકે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી લાઇટરથી આગ લગાવી દીધી હતી અને આગ લાગેલી હાલતમાં જ હોસ્પિટલમાં આમતેમ દોડવા લાગ્યો હતો અને ત્યારબાદ પહેલા માળેથી નીચે પડયો હતો.સળગતી હાલતમાં નીચે પડ્યા બાદ એક ડેન્ટલ હોસ્પિટલમાં ઘૂસી જતા ત્યાંપણ નુકશાન થયું ત્યારબાદ તે રોડ પર આવી જાય છે ત્યારે આજુબાજુના લોકો પાણી, સાલ અને ફાયર એક્સ્ટીંગ્યુશર વડે આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન ફાયર એક્સ્ટીંગ્યુશરથી આગ ઓલવાતા યુવક ધુમાડાથી ઢંકાયેલો અને પોતાના બળેલા શરીરને વારંવાર જોઈ રહ્યો હતો. જે બાદ લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી યુવકને સારવાર અર્થે ખસેડ્યો હતો.
જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું વહેલી સવારે સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનાને પગલે ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો:
Rohtak Basketball Player Death: ભંગાર થઈ ગયેલા બે હેવી બાસ્કેટ પોલ તૂટતા બે આશાસ્પદ ખેલાડીઓના મોત!
Imran Khan Killed in Jail:શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!








