
- ભારતીય સંગીતપ્રેમી ગડકરી વાહનોમાં સૂર રેલાવા હવે કાયદો બનાવશે
Nitin Gadkari: શક્ય છે કે આવનારા દિવસોમાં તમને તમારી ગાડીના હોર્નમાંથી ઢોલક કે વાંસળીનો સૂર સંભળાય. કેન્દ્ર સરકાર આ માટે પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે તેઓ એક એવો કાયદો બનાવવાનું વિચારી રહ્યા છે જેના હેઠળ વાહનોના હોર્નમાં ફક્ત ભારતીય સંગીતનાં સાધનોનો અવાજ જ વાપરી શકાય. તેમણે કહ્યું કે ભારત હાલમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું વાહન બજાર છે. તેમણે કહ્યું કે ભારતનો ઓટોમોબાઈલ ક્ષેત્ર 2014 માં 14 લાખ કરોડ રૂપિયાનો હતો, જે હવે વધીને 22 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. ભારતથી આગળ ફક્ત અમેરિકા અને ચીન જ છે.
નીતિન ગડકરીએ શું કહ્યું?
“હું એક કાયદો બનાવવાની યોજના બનાવી રહ્યો છું કે બધા વાહનોના હોર્ન ભારતીય સંગીત વાદ્યો પર આધારિત હોવા જોઈએ જેથી તે સાંભળવામાં આનંદદાયક હોય,” જેમાં લોકો વાંસળી, તબલા, વાયોલિન, હાર્મોનિયમના સૂર સાંભળી શકે. આ વાત ગડકરીએ દિલ્હીમાં એક અખબારના સ્થાપના દિવસના કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કરી હતી.
ભારતને ટુ-વ્હીલર- કારની નિકાસમાંથી મહત્તમ આવક: ગડકરી
તેમણે કહ્યું કે દેશમાં વાયુ પ્રદૂષણમાં પરિવહન ક્ષેત્રનો ફાળો 40 ટકા છે. નરેન્દ્ર મોદી સરકાર ગ્રીન અને બાયોફ્યુઅલ પર ચાલતા વાહનોને પ્રોત્સાહન આપી રહી છે જેમાં મિથેનોલ અને ઇથેનોલનો સમાવેશ થાય છે. ગડકરીએ કહ્યું કે ભારતને ટુ-વ્હીલર અને કારની નિકાસમાંથી મહત્તમ આવક મળે છે. તેમણે વધુમાં કહ્યું હતુ કે 2014માં ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્રનું મૂલ્ય 14 લાખ કરોડ રૂપિયા હતું, જે હવે વધીને 22 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. ગડકરીએ કહ્યું કે ભારત જાપાનને પાછળ છોડીને અમેરિકા અને ચીન પછી વિશ્વનું ત્રીજું સૌથી મોટું વાહન બજાર બની ગયું છે.
આ પણ વાંચોઃ
Amreli plane crash: અમેરલીમાં વિમાન ક્રેશ, પાયલટનું મોત
Ahmedabad: VS હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા ભૂલી ક્લિનિકલ ટ્રાયલ કર્યા, 3નાં મોત, જાણો સમગ્ર કૌભાંડ!
DAHOD: સોલાર પ્લાન્ટમાં આગ, 400 કરોડના નુકસાનનો અંદાજ, આગ લાગવાનું શું છે કારણ?
Gold Price: સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 1 લાખ રૂપિયાને પાર, અમદાવાદમાં કેટલો?
Surat: અસલી કંપનીના નામે નકલી સેમ્પૂનો વેપાર, કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ?