સોનાની લાલચમાં 100 લોકોના મોત; ભૂખ્યા-તરસ્યા છોડ્યો જીવ

  • World
  • January 14, 2025
  • 0 Comments
  • સોનાની લાલચમાં 100 લોકોના મોત; ભૂખ્યા-તરસ્યા છોડ્યો જીવ

સાઉથ આફ્રિકાથી અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના એક જૂથે માહિતી આપી છે કે દક્ષિણ આફ્રિકાની ખાણમાં ફસાઈ જવાથી ઓછામાં ઓછા 100 ગેરકાયદેસર શ્રમિકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ તમામ શ્રમિકો સાઉથ આફ્રિકામાં સોનાની ખાણમાં ગેરકાયદેસર રીતે માઇનિંગ કરી રહ્યા હતા. હવે સમાચાર આવ્યા છે કે આ માઇનિંગમાં આશરે 100 મજૂરોના મોત થયા છે.

શું છે સમગ્ર મામલો?
ખાણમાં ફસાયેલા આ મજૂરો કેટલાય મહિનાઓથી ભૂખ અને તરસ સાથે ઝઝૂમી રહ્યા હતા. સાઉથ આફ્રિકાના સ્ટિલફોન્ટેન શહેર નજીક બફેલ્સફોન્ટેનમાં આવેલી સોનાની ખાણોમાં લગભગ 100 કામદારો ફસાયા હતા. તેમને બહાર કાઢતી વખતે ખબર પડી કે તેઓ ભૂખ અને તરસના કારણે મૃત્યુ પામ્યા છે. આ ઘટના સંબંધિત માહિતી મજૂરો દ્વારા મોબાઈલ ફોન દ્વારા મોકલવામાં આવેલા વીડિયોમાંથી મળી હતી, જેમાં પ્લાસ્ટિકમાં લપેટેલા મૃતદેહો બતાવવામાં આવ્યા છે.

માઈનિંગ ઈફેક્ટેડ કોમ્યુનિટીઝ યુનાઈટેડ ઈન એક્શન ગ્રુપના જણાવ્યા અનુસાર, રાહત કાર્ય દરમિયાન અત્યાર સુધીમાં 26 મજૂરોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે અને 18 મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા છે. જો કે આ ખાણ એટલી ઊંડી છે કે હજુ પણ 500 જેટલા શ્રમિકો ત્યાં ફસાયેલા હોવાની શક્યતા છે. ખાણની ઊંડાઈ 2.5 કિમી હોવાનું કહેવાય છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું પહેલું કારણ ભૂખ હોવાનું જણાવવામાં આવ્યું છે. ખાણમાં ખોરાક અને પાણી પુરવઠો બંધ થવાને કારણે તમામ કામદારોના મોત થયા હતા.

પોલીસ અને કામદારો વચ્ચે અથડામણ

પોલીસે ખાણને સીલ કરવાનો પ્રયાસ કર્યા બાદ કામદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસનું કહેવું છે કે ધરપકડના ડરથી કામદારો બહાર નીકળી રહ્યા ન હતા, જ્યારે કામદારોનો આરોપ છે કે પોલીસે તેમના દોરડા હટાવ્યા હતા, જેના કારણે તેઓ બહાર ન આવી શક્યા.

ગેરકાયદેસર માઇનિંગ

સાઉથ આફ્રિકામાં ગેરકાયદેસર માઇનિંગ એક સામાન્ય સમસ્યા છે. જ્યારે મોટી કંપનીઓ ખાણોને નકામી ગણીને છોડી દે છે, ત્યારે સ્થાનિક ખાણિયાઓ બાકીનું સોનું કાઢવાનો પ્રયાસ કરે છે. આ ખતરનાક પરિસ્થિતિ તેમના જીવન માટે ખતરો બની જાય છે. તેમજ હવે શ્રમિકોના મોતથી ખાણની સુરક્ષા અને વ્યવસ્થાપન પર ગંભીર સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો-સંબંધીની તબિયત પૂછવા જતાં ત્રણ લોકોને નડ્યો અકસ્માત; ત્રણ લોકોના ઘટના સ્થળે મોત

  • Related Posts

    Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો
    • August 7, 2025

    Kinmemai Premium Rice : એક રિપોર્ટ મુજબ કિન્મેઈ પ્રીમિયમ નામના જાપાનના ચોખા વિશ્વના સૌથી મોંઘા ચોખા છે. સામાન્ય રીતે સારા અને પ્રીમિયમ ગુણવત્તાવાળા ચોખાની કિંમત 100-200 રૂપિયા પ્રતિ કિલો હોઈ…

    Continue reading
    Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?
    • August 7, 2025

    Technology: ચીન, જર્મની જેવા દેશો સતત ટેક્નોલોજીની દુનિયામાં આગળ વધી રહ્યા છે. રોજે રોજ નવા નવા પ્રયોગો કરે છે અને વૈજ્ઞાનિક સિધ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. જ્યારે ભારતના યુવાનો સૈયારા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rajasthan: ચેટિંગ, લવ, મુલાકાત અને હત્યા! ગટરમાં તરતી વિદ્યાર્થિની લાશ મળી, જાણો હચમચાવી નાખતી ઘટના

    • August 8, 2025
    • 7 views
    Rajasthan: ચેટિંગ, લવ, મુલાકાત અને હત્યા! ગટરમાં તરતી વિદ્યાર્થિની લાશ મળી, જાણો હચમચાવી નાખતી ઘટના

    Huma Qureshi Brother Murder: હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, શું નવા રાજ ખુલ્યા?

    • August 8, 2025
    • 3 views
    Huma Qureshi Brother Murder: હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, શું નવા રાજ ખુલ્યા?

    UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

    • August 8, 2025
    • 23 views
    UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

    Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો

    • August 8, 2025
    • 8 views
    Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી  બચાવ્યો

    Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

    • August 8, 2025
    • 27 views
    Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

    Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

    • August 8, 2025
    • 25 views
    Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું