યુક્રેનનો રશિયા ઉપર 200 ડ્રોન અને મિસાઇડ વડે પ્રચંડ હુમલો

  • World
  • January 14, 2025
  • 0 Comments

યુક્રેને રશિયા પર 200 ડ્રોન અને મિસાઈલ વડે પ્રચંડ હવાઈ હુમલો કર્યો છે. સ્થાનિક અહેવાલો અનુસાર, યુક્રેને રશિયા ઉપર અડધી રાત્રે મોટા પાયે ડ્રોન અને મિસાઇલ વડે હુમલો કર્યો છે. રશિયાની ઓઈલ ફેક્ટરી, એક કેમિકલ પ્લાન્ટ અને એક ગેસ પ્લાન્ટને નુકસાન થયું છે. ઓઈલ ફેક્ટરી નજીક યુક્રેને હુમલો કરતા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન લાલઘૂમ થઇ ગયા છે.

રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુક્રેને રાત્રે અનેક ડ્રોન અને મિસાઇલો સાથે રશિયા પર હુમલો કર્યો હતો. રશિયાના પ્રદેશો પર થયેલા આ હુમલામાં બે રશિયન ફેક્ટરીઓને નુકસાન થયું હતું. દક્ષિણ રશિયન શહેરમાં શાળાઓ પણ બંધ કરવી પડી છે. રશિયાનો દાવો છે કે, તેમણે 200 થી વધુ યુક્રેનિયન ડ્રોન અને 5 યુએસ નિર્મિત ATACMS બેલિસ્ટિક ગાઈડેડ મિસાઇલોને નાશ કરી દીધી હતી. પશ્ચિમ રશિયાના બ્રાસ્ક ક્ષેત્રના ગવર્નર એલેક્ઝાન્ડર બોગોમાઝે જણાવ્યું હતું કે, યુક્રેને મોટો મિસાઇલ હુમલો કર્યો છે.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુક્રેનના મિસાઇલ અને ડ્રોન હુમલાઓમાં ઓરિઓલ, સારાટોવ, વોરોનેઝ, સુમી અને તુલા સહિત 12 રશિયન પ્રદેશો તેમજ રિપબ્લિક ઓફ તાતારસ્તાનને નિશાન બનાવવામાં આવ્યા હતા. સારાટોવના ગવર્નર રોમન બુસાર્ગિને એંગલ્સ જિલ્લામાં ઔદ્યોગિક સુવિધાઓને નુકસાનની જાણ કરી હતી. આ સિવાય હુમલામાં એક ઓઈલ ડેપોને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો.

આ પહેલા રશિયાએ દાવો કર્યો હતો કે, અમે પૂર્વ યુક્રેનના મહત્ત્વના પોકરોસ્ક શહેર નજીક કબજો કરી લીધો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, રશિયન સેનાએ પોકરોસ્ક લશ્કરી કેન્દ્ર નજીકના શેવચેન્કો લોજિસ્ટિક સેન્ટર નજીક નિયંત્રણ મળેવી લીધું છે. જે યુક્રેનના પૂર્વીય ડોનેસ્ક ક્ષેત્રમાં રશિયાની પ્રગતિનું મુખ્ય લક્ષ્ય હતું. યુક્રેન સેનાએ જણાવ્યું હતું કે, રશિયાએ છેલ્લા 24 કલાકમાં પોકરોસ્ક નજીક 50 થી વધુ હુમલા કર્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયન સૈનિકોએ યુક્રેનિયન આર્મી એરપોર્ટ અને તેના સૈન્યને સેવા આપતા ઊર્જા માળખા પર વિમાન, ડ્રોન અને મિસાઇલો દ્વારા હુમલા કર્યા હતા. રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષ 2022 થી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સેના મહિનાઓથી યુક્રેનિયન સેનાના સપ્લાય બેઝ પોકરોસ્કને કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ હવે તેને કબજે કરવાને બદલે રશિયન સેના તેની સપ્લાય ચેઇનને કાપી નાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

સ્થાનિક યુક્રેનિયન લશ્કરી પ્રવક્તાએ મેજર વિક્ટરે જણાવ્યું હતું કે, રશિયન સૈનિકો પોકરોસ્કના મુખ્ય લોજિસ્ટિક્સ કેન્દ્રને ઘેરી રહ્યા છે. રશિયન સૈનિકો ત્યાંથી મધ્ય યુક્રેનિયન શહેર દિનીપ્રો તરફ જતા હાઇવેને નિશાન બનાવી રહ્યા છે. આ માર્ગ સમગ્ર પ્રદેશમાં યુક્રેનિયન સેનાને પુરવઠો પહોંચાડવા માટે મહત્ત્વપૂર્ણ છે. હાઇવે ટ્રાફિક બંધ થવાથી પોકરોસ્ક પણ ગંભીર રીતે પ્રભાવિત થશે.

આ પણ વાંચો- સુપ્રીમ કોર્ટે છૂટાછેડા પછી ભરણપોષણ અંગે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો

Related Posts

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો
  • August 2, 2026

Trump Board of Peace: ગાઝા સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું ‘બોર્ડ ઓફ પીસ’ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બોર્ડ સાથે થયેલા એક કરારમાં હમાસે…

Continue reading
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 5 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 7 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 9 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 7 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 10 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ