Vadodara: નગરપાલિકા અને MGVCL ની બેદરકારીએ લીધો ભોગ, 11 વર્ષના બાળકે વીજ કરંટ લાગવાથી જીવ ગુમાવ્યો

Vadodara: વડોદરા જિલ્લાના પાદરા નગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં એક દર્દનાક ઘટના બની, જેમાં 11 વર્ષના બાળકે વીજ કરંટ લાગવાથી જીવ ગુમાવ્યો. આ ઘટના ગટરના ભરાયેલા પાણીમાં તૂટેલા જીવતા વીજ વાયરને કારણે બની, જેના માટે સ્થાનિકોએ નગરપાલિકા અને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની બેદરકારીને જવાબદાર ઠેરવી છે.

11 વર્ષના બાળકનું વીજ કરંટથી મોત

મળતી માહિતી મુજબ પાદરા નગરની ક્રિષ્ણા રેસિડેન્સીમાં રહેતો નક્ષ જૈમિનભાઈ સોની (ઉંમર 11 વર્ષ) ઝેન હાઈસ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતો હતો. આજે તે ટ્યૂશનમાંથી સાયકલ પર ઘરે જઈ રહ્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેના રસ્તા પર ગટરનું પાણી ભરાયેલું હતું, જેમાં એક વીજ થાંભલાનો જીવતો વાયર તૂટીને પડેલો હતો. નક્ષ આ પાણીમાંથી પસાર થતાં જ વીજ કરંટનો ભોગ બન્યો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.

સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો

આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. તેમણે નગરપાલિકા અને MGVCLની બેદરકારીને આ દુર્ઘટના માટે જવાબદાર ગણાવી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં લાંબા સમયથી ગટરનું પાણી ભરાતું હતું, અને આ અંગે નગરપાલિકામાં અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પગલાં લેવાયા નહોતા. આ ઉપરાંત, તૂટેલા વીજ વાયરની બાબતે પણ MGVCLને ત્રણ-ચાર દિવસ પહેલાં જાણ કરવામાં આવી હતી, પરંતુ તેની અવગણના કરવામાં આવી.

 સ્થાનિકોએ કરી તપાસની માંગ

આ ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી બાળકને હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં. રોષે ભરાયેલા લોકોએ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદેસર કાર્યવાહીની માંગણી કરી.

 તંત્ર મોત બાદ જ કેમ જાગે છે ?  

પાદરા પોલીસે આ ઘટનાને અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને વીજ કંપનીની બેદરકારીને ઉજાગર કરી છે, જેના કારણે એક નાનકડા બાળકનો જીવ ગયો. એવું લાગી રહ્યું છે કે, તંત્રને ટેવ પડી ગઈ છે કે, જ્યાં સુધી કોઈનો જીવ ન જાય ત્યાં સુધી રજૂઆત નહીં સાંભળવાની અને જ્યારે કોઈ ઘટના બને ત્યારે દેખડા માટે કામ કરવાનું.ત્યારે સવાલ તે થાય છે કે, ક્યાં સુધી તંત્રના કારણે નિર્દોષ લોકો મરતા રહેશે ?  તંત્ર કેમ સમસ્યાની સામે આંખ આડા કાન કરે છે ?  શું તંત્ર માટે લોકોના જીવની કોઈ કિંમત નથી ?  હવે આ ઘટના બાદ વડોદરાનું તંત્ર કેટલું જાગે છે અને શું કાર્યવાહી થાય છે તે તો સમય જ બતાવશે…

આ પણ વાંચોઃ 

Tanushree Dutta Crying Video: ‘મારી મદદ કરો, નહીતર બહુ મોડું થઈ જશે…’, તનુશ્રી દત્તાએ રડતા રડતા પીડા વ્યક્ત કરી

Gujarat Weather Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Narmada: “હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ”, ચૈતર વસાવાના સમર્થકોને મનસુખ વસાવાની ચેતવણી

Maharashtra: શરમજનક ! બે છોકરીઓ સાથે છેડતી કરનાર આરોપીનું હીરોની જેમ સ્વાગત, સમર્થકોએ પીડિતાના ઘરની બહાર ફટાકડા ફોડ્યા

Gujarat Congress ના પ્રદેશ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં ભરતસિંહ સોલંકી કેમ ગેરહાજર, નારાજગી કે પછી બીજું કંઈ કારણ?

  • Related Posts

    Dahod Sagdapada Road Problem: દાહોદના સાગડાપાડામાં રસ્તાના અભાવે માસૂમ બાળકીનું મોત, મૃતદેહ ખભા પર લઈ જવા મજબૂર થયો પિતા
    • September 4, 2026

    Dahod Sagdapada Road Problem: ગુજરાતના દાહોદ જિલ્લાના અંતરિયાળ સાગડાપાડા ગામમાંથી સામે આવેલી એક કરુણ ઘટનાએ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ અંગે ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે. ગામમાં પાકો…

    Continue reading
    Patan Kirit Patel: પાટણમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને સ્થળ પર જ પાણીમાં બેસવા કહ્યું
    • September 4, 2026

    Patan Kirit Patel: પાટણ શહેરના પદ્મનાભ વિસ્તારના વોર્ડ નંબર 11માં છેલ્લા ઘણા મહિનાઓથી ગટરના ગંદા પાણીની સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન હોવાનું સામે આવ્યું છે. સમસ્યાના ઉકેલ માટે વારંવાર રજૂઆતો કરવામાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Dahod Sagdapada Road Problem: દાહોદના સાગડાપાડામાં રસ્તાના અભાવે માસૂમ બાળકીનું મોત, મૃતદેહ ખભા પર લઈ જવા મજબૂર થયો પિતા

    • September 4, 2026
    • 3 views
    Dahod Sagdapada Road Problem: દાહોદના સાગડાપાડામાં રસ્તાના અભાવે માસૂમ બાળકીનું મોત, મૃતદેહ ખભા પર લઈ જવા મજબૂર થયો પિતા

    Patan Kirit Patel: પાટણમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને સ્થળ પર જ પાણીમાં બેસવા કહ્યું

    • September 4, 2026
    • 6 views
    Patan Kirit Patel: પાટણમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને સ્થળ પર જ પાણીમાં બેસવા કહ્યું

    Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે

    • September 4, 2026
    • 6 views
    Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે

    Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી

    • September 4, 2026
    • 9 views
    Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી

    Abhishek Banerjee TMC Office Attack: કોલકાતામાં અભિષેક બેનર્જીની TMC કચેરીમાં તોડફોડ, BJP પર હુમલાનો આરોપ

    • September 4, 2026
    • 9 views
    Abhishek Banerjee TMC Office Attack: કોલકાતામાં અભિષેક બેનર્જીની TMC કચેરીમાં તોડફોડ, BJP પર હુમલાનો આરોપ

    SC YouTubers School Ban: સરકારી શાળાઓમાં પત્રકારો અને યુટ્યુબર્સના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી અરજી, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

    • September 4, 2026
    • 12 views
    SC YouTubers School Ban: સરકારી શાળાઓમાં પત્રકારો અને યુટ્યુબર્સના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી અરજી, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર