પૂજારી-ગ્રંથીઓને દર મહિને 18 હજાર રૂપિયા- કેજરીવાલની જાહેરાત પર બીજેપીએ શું કહ્યું?

  • India
  • December 30, 2024
  • 0 Comments

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ માટે વધુ એક સ્કીમ જાહેર કરી છે. વરિષ્ઠો અને મહિલાઓ માટે મોટી યોજનાઓ જાહેર કર્યા બાદ પૂજારીઓ અને ગ્રંથીઓ માટે એક યોજના શરૂ કરી છે. અરવિંદ કેજરીવાલે મંદિરના પૂજારીઓ અને ગુરૂદ્વારાઓના ગ્રંથીઓ માટે પૂજારી અને ગ્રંથી સન્માન યોજના જાહેર કરી છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આજે હું વધુ એક મહત્ત્વની જાહેરાત કરવા જઈ રહ્યો છું. યોજનાનું નામ છે પૂજારી ગ્રંથી સન્માન યોજના. મંદિરોના પૂજારીઓ અને ગુરૂદ્વારાઓના ગ્રંથીઓને સન્માન આપવાની જોગવાઈ હેઠળ દરમહિને રૂ. 18000 સહાયપેટે આપવામાં આવશે. દેશમાં પ્રથમ વખત પૂજારી વર્ગ માટે નાણાકીય સહાય આપતી યોજના જાહેર થઈ છે. પેઢી દર પેઢી કર્મકાંડ કરતાં પૂજારીઓ અને તેમના પરિવાર પ્રત્યે આપણે ક્યારેય ધ્યાન આપ્યું નથી.
ક્યારે શરૂ થશે રજિસ્ટ્રેશન

કેજરીવાલે જણાવ્યું કે, આ યોજના માટે આવતીકાલે 31 ડિસેમ્બરથી રજિસ્ટ્રેશન શરૂ થશે. કનોટ પ્લેસના હનુમાન મંદિરના પૂજારીઓના રજિસ્ટ્રેશન કરાવી આ યોજનાનો શુભારંભ કરવામાં આવશે. ત્યારબાદ દિલ્હીના તમામ મંદિરો અને ગુરૂદ્વારાઓમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે.

આ યોજનાની જાહેરાત કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અગાઉ પણ મહિલા સન્માન સ્કીમની જાહેરાત બાદ તેના રજિસ્ટ્રેશન અટકાવવાનો પ્રયાસ ભાજપના કાર્યકરોએ કર્યો છે. મારી અપીલ છે કે, હવે તમે પૂજારીઓ અને ગ્રંથીઓની આ યોજના અટકાવવાનો પ્રયાસ કરશો નહીં, નહિ તો પાપ લાગશે. પૂજારીઓ અને ગ્રંથીઓ તરફથી બદદુઆ મળશે.

મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના અમલી

દિલ્હીમાં ચૂંટણી પહેલાં કેજરીવાલે મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના જાહેર કરી હતી. જે હેઠળ દિલ્હીમાં 18 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓને રૂ. 1000 પ્રતિ માસ મળશે. જો 2025માં આપ સરકાર ફરી સત્તા પર આવી તો આ રકમ વધારી રૂ. 2100 પ્રતિ માસ કરવાનું વચન પણ આપ્યું છે. તદુપરાંત સંજીવની યોજના હેઠળ સરકાર 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોની સારવાર ખર્ચનુ વહન કરશે.

બીજેપીની પ્રતિક્રિયા

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ‘પુજારી ગ્રંથી સન્માન યોજના’ પર પ્રતિક્રિયા આપી છે.

સચદેવાએ કહ્યું, “છેલ્લા બે વર્ષથી ભારતીય જનતા પાર્ટી દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પર મંદિરના પૂજારીઓ અને પૂજારીઓને પગાર મળે તે સુનિશ્ચિત કરવા માટે સતત દબાણ કરી રહી હતી. અમે આ માટે વિરોધ પણ કર્યો હતો.”

બીજેપી નેતા પ્રેમ શુક્લાએ કહ્યું છે કે જો દિલ્હી સરકાર અત્યાર સુધી મૌલવીઓને પૈસા આપતી હતી તો ચૂંટણી સમયે પૂજારીઓની યાદ કેમ આવી? અરવિંદ કેજરીવાલના જણાવ્યા અનુસાર, દિલ્હીના મંદિરો અને ગુરુદ્વારાઓમાં સેવા આપતા પૂજારીઓ અને ગ્રંથીઓને આ યોજના હેઠળ 18 હજાર રૂપિયા માસિક પગાર આપવામાં આવશે.

બીજી તરફ દિલ્હીની મસ્જિદોના ઈમામો પગારને લઈને કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ સાજિદ રશીદીએ કહ્યું કે દિલ્હી સરકારે છેલ્લા 17 મહિનાથી ઈમામોને પગાર ચૂકવ્યો નથી.

Related Posts

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો
  • September 25, 2026

GMADA Sisodia-Satyendar Jain: પંજાબમાં ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે GMADAના કામકાજને લઈને પ્રવર્તન નિર્દેશાલયે આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન અંગે ગંભીર આરોપો મૂક્યા છે.…

Continue reading
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ
  • September 25, 2026

CMRL Bribe Case: કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઇલ લિમિટેડ (CMRL) અને એક્સાલોજિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા મામલામાં પ્રવર્તન નિર્દેશાલય (ED)ની તપાસ હવે કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સુધી પહોંચી છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 2 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 3 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 4 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 5 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 9 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 5 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો