પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર આપ્યું મોટું નિવેદન

  • India
  • December 30, 2024
  • 0 Comments

બિહારની રાજધાની પટનામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા BPSC ઉમેદવારોના વિરોધમાં હવે રાજકારણ શરુ થઈ ગયું છે. જેમાં અલગ અલગ પાર્ટીઓના નેતાઓ એકબીજા પર સતત આરોપ લગાવી રહ્યા છે. હાલ બિહારમાં આ મુદ્દે ભારે રાજનીતિ ચાલી રહી છે. જાણો કેવી રીતે વિદ્યાર્થીઓનું આ આંદોલન બિહારમાં રાજકીય લડાઈનું કેન્દ્ર બની રહ્યું છે.

જન સૂરજના નેતા પ્રશાંત કિશોરે રવિવારે પટનાના ગાંધી મેદાનમાં વિદ્યાર્થી સંસદ બોલાવી હતી. આ પછી મોડી સાંજે પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. હવે આ અંગે પ્રશાંત કિશોરે મોટું નિવેદન આપ્યું છે. તેઓ આજે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. પીકેએ કહ્યું કે, ‘નીતીશ કુમારની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. તેઓ વધુ એક વર્ષ માટે મુખ્યમંત્રી તરીકે કામ કરશે. પોલીસને આડકરતી ધમકી આપતા કહ્યું કે જે પોલીસ અધિકારીઓને હીરો બનવાનો શોખ છે, તેમણે સમજી લેવું જોઈએ કે એક વર્ષમાં સિસ્ટમ બદલાઈ જશે.’

‘લાઠીચાર્જ વખતે તમે કેમ ન આવ્યા?’

જ્યારે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે તેમને ભાજપની બી ટીમ ગણાવ્યા તો પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘બાળકોના મુદ્દે રાજનીતિ ન કરો. લાઠીચાર્જમાં ઘાયલ થયેલા ઉમેદવારોને મળવા હોસ્પિટલ કેમ ન ગયા? લાઠીચાર્જ વખતે તમે કેમ ન આવ્યા?’

પ્રશાંત કિશોર સિટી એસપી વિરુદ્ધ NHRCનો સંપર્ક કરશે

બીજી તરફ જન સૂરજના સંસ્થાપક પ્રશાંત કિશોરે સ્પષ્ટ કહ્યું કે, ‘જ્યાં સુધી પુનઃ પરીક્ષાની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓનું આંદોલન બંધ નહીં થાય.’ મોટો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, ‘પુનઃપરીક્ષા એટલા માટે નથી થઈ રહી કારણ કે હજારો કરોડની ડીલ થઈ છે. અડધાથી વધુ પોસ્ટ વેચાઈ ગઈ છે. હું વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જને લઈને સિટી એસપી વિરુદ્ધ NHRC કોર્ટમાં જઈશ.’

પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘ત્રીજી વખત BPAC ઉમેદવારો પર લાઠીચાર્જ કેમ કરવામાં આવે છે, સીએમ નીતિશ કુમારને સવાલ પૂછો. તે દિલ્હીમાં બેઠા છે અને કંઈ બોલતા નથી અને બિહારના ચાર નિવૃત્ત અધિકારીઓ સરકાર ચલાવી રહ્યા છે.’

Related Posts

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા
  • August 11, 2026

NCAP Air Pollution: દેશમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો…

Continue reading
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ
  • August 11, 2026

Sonia Gandhi: કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના કાર્યકાળ અને તેમની રાજકીય છબીને લઈને વિસ્તૃત લેખ લખતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર તીખો પ્રહાર કર્યો છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 2 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 4 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 4 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

  • August 11, 2026
  • 7 views
Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

  • August 11, 2026
  • 9 views
VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

  • August 11, 2026
  • 11 views
Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા