Paresh Rawal: 25 કરોડની નોટિસ, ભારે હોબાળો, છતાં પરેશ રાવલ હેરા ફેરી-3માં કામ કરવા કેમ તૈયાર થયા?

  • Famous
  • June 30, 2025
  • 0 Comments

  Paresh Rawal:  ‘હેરા ફેરી’ ફિલ્મ ફ્રેન્ચાઇઝમાં પરેશ રાવલનું બાબુ ભૈયાનું પાત્ર આઇકોનિક છે. જોકે, જ્યારે ભાજપના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલે ‘હેરા ફેરી 3’ છોડી દીધી ત્યારે ચાહકો હતાશ થઈ ગયા હતા. લોકોને હતુ કે હવે પરેશ રાવલ હેરા ફેરી 3 ફિલ્મમાં નહીં જોવા મળે. કારણ કે પરશે રાવલે ફિલ્મ સાઈન કર્યા પછી ફિલ્મમાં કામ કરવાની પાડી દીધી હતી. જેથી અક્ષય કુમારે 25 કરોડની વસૂલાતની નોટીસ ફટકારી હતી. જોકે હવે જાણવા મળી રહ્યું છે કે વિવાદ ઉકેલાઈ ગયો છે અને પરેશ રાવલ ‘હેરા ફેરી 3’માં કામ કરવા તૈયાર થઈ ગયા છે.

પરેશ રાવલે પોતે પુષ્ટિ આપી છે કે ગમે તે સમસ્યાઓ હોય, ગમે તે વિવાદ હોય, બધું બરાબર છે અને તે પાછા ફિલ્મમાં કામ કરશે. ‘ધ હિમાંશુ મહેતા શો’ નામની યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પરેશ રાવલને પૂછવામાં આવ્યું કે શું કોઈ વિવાદ હતો? આના પર તેમણે કહ્યું, “કોઈ વિવાદ નથી. મારો મુદ્દો એ છે કે જ્યારે કોઈ વસ્તુ ઘણા લોકોને આકર્ષિત કરે છે, ત્યારે તમારે વધુ કાળજી લેવાની જરૂર છે.”

ફિલ્મોમાં પાછા ફરવા પર પરેશ રાવલે શું કહ્યું?

તેમણે આગળ કહ્યું, “દર્શકો પ્રત્યે આપણી જવાબદારી છે કારણ કે પ્રેક્ષકો અહીં બેઠા છે અને અમને ખૂબ પ્રેમ કરે છે. તમે વસ્તુઓને હળવાશથી ન લઈ શકો. સખત મહેનત કરીને તેમને તમારો હક આપો. તેથી મારી ઈચ્છા છે કે બધા એક સાથે આવે, બધાએ સખત મહેનત કરવી જોઈએ, બીજું કંઈ નહીં.”

જ્યારે પરેશ રાવલને પૂછવામાં આવ્યું કે શું તેઓ પાછા ફિલ્મ હેરાફેરી 3માં આવવાના છે, ત્યારે તેમણે કહ્યું, “આપણે પણ વહેલા પાછા આવવાના હતા, પરંતુ વાત એ છે કે એકબીજાને થોડું ફાઇન ટ્યુન કરવું જરૂરી છે. સૌ પ્રથમ દરેક વ્યક્તિ સર્જનાત્મક વ્યક્તિ છે. પ્રિયદર્શન, અક્ષય કે સુનીલ, બધા વર્ષોથી મિત્રો છે.”

શું હતો વિવાદ?

પરેશ રાવલે ફિલ્મ છોડી દીધા પછી અક્ષય કુમારની કંપની કેપ ગુડ ફિલ્મ્સે પરેશ રાવલને 25 કરોડ રૂપિયાની માંગણી કરતી કાનૂની નોટિસ મોકલી હતી. આના પર પરેશ રાવલે કહ્યું હતુ કે જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ હજુ તૈયાર નથી, તો વળતરનો પ્રશ્ન જ ઉભો થતો નથી. પરેશ રાવલે તેમને સાઇનિંગ અમાઉન્ટ તરીકે મળેલા 11 લાખ રૂપિયા વ્યાજ સહિત પરત કરી દીધા હતા. આ મામલે ઘણો હોબાળો થઈ ગયો હતો.

પરેશ રાવલના વકીલે કહ્યું કે તેમના અસીલે ફિલ્મ છોડી દીધી છે કારણ કે તેમને હજુ સુધી સ્ક્રિપ્ટ અને કરારનો ડ્રાફ્ટ જેવી મૂળભૂત બાબતો મળી નથી. જોકે હવે વિવાદ ગમે તે હોય પણ ‘હેરા ફેરી 3’ ની રાહ જોનારા બધા ચાહકોને હેરા ફેરી 3 ફિલ્મમાં પરેશ રાવલ ફરી એકવાર બાબુ રાવની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો:

 

Related Posts

પ્રખ્યાત અભિનેતા સતીશ શાહનું અવસાન, કિડનીની હતી બિમારી | Satish Shah
  • October 25, 2025

Satish Shah passed away: બોલીવુડ અને ટીવીના જાણીતા અભિનેતા સતીશ શાહનું નિધન થયું છે. તેમણે આજે 25 ઓક્ટોબરના રોજ બપોરે 2:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર સતીશ કિડની સંબંધિત…

Continue reading
જાણિતા સંગીતકાર સચીન સંઘવી સામે FIR, યુવતીએ લગાવ્યા શારીરિક શોષણના આરોપ |  Sachin Sanghvi
  • October 24, 2025

 Sachin Sanghvi Against FIR: પ્રખ્યાત સંગીતકાર સચીન સંઘવી સામે મુંબઈ પોલીસમાં FIR નોંધાવી છે, જોડી સચિન-જીગરના સભ્ય સચિન સંઘવી સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ફરિયાદમાં ગાયિકાએ આરોપ લગાવ્યો છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 2 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 3 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 12 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!