Gujaratis Deported: અમેરિકાએ ભારતીયોને સાંકળ અને હથકડી લગાવી પાછા તગેડ્યા, વિશ્વમાં ચર્ચા

  • Gujarat
  • February 6, 2025
  • 1 Comments

Gujaratis Deported: ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ અમેરિકામાં ગેરકાયદેસર રહેતાં લોકો પર ગાળિયો કસાયો છે. ટ્રમ્પે ગેરકાદેસર રહેતાં લોકોને તગેડી મૂકવાનું કામ કર્યું છે. ત્યારે ગઈકાલે 104 ભારતીયોને અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. જેમાંથી 33 જેટલાં ગુજરાતીઓ પોતાના વતન પહોંચ્યા છે. કહેવાય છે કે આ ગેરકાયદેસર ઘુસેલા ભારતીયોને હાથકડી અને પગે સાકળો બાંધી પોતાના દેશ પરત મોકલ્યા છે. જેના કેટલાંક વિડિયો વાઈરલ થયા છે.

 

ટેક્સાસના સેન્ટ એન્ટોનિયો એરપોર્ટ પર, અમેરિકન લશ્કરી અધિકારીઓએ ભારતીયોને પગે સાકળ અને હાથે કડી લગાવી લશ્કરી વિમાનમાં બેસાડ્યા હતા. આ લોકોએ ત્યાંથી ભારત સુધીની 40 કલાકની મુસાફરી સાંકળોમાં બાંધેલી હાલતમાં કરી હતી.

અમેરિકામાંથી  ગેરકાયદેસર ઘુસેલા ભારતીયોને હાકી કાંઢતાં ચૈતર વસાવાએ શું કહ્યું?

 

 

વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ શું કહ્યું?

 અમેરિકામાં ગેરકાયદેસર રહેતાં 104 ભારતીયને લઈને અમેરિકાનું સી-17 પ્લેન ભારતના અમૃતસર એરપોર્ટ પર ગત બપોરે બે વાગે ઉતર્યુ હતુ. જેમાં  33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પોતાના વતન પહોંચ્યા છે. ત્યારે  અમેરિકા દ્વારા ભારતીયોને પરત મોકલવા મામલે મહેસાણા જીલ્લાના વિજપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ નિવેદન આપ્યું છે.

 સી.જે. ચાવડા કહ્યું અમેરિકા એ 21મી સદીનો આધુનિક દેશ છે. અમેરિકાને ખબર જ છે કે કોણ કાયદેસર આવે છે અને કોણ ગેરકાયદેસર. પોતાના દેશના વિકાસ માટે અત્યાર સુધી ભારતના દેશના યુવાધનને ગેરકાયદેસર પ્રવેશ આપ્યો. ભારતની સરખામણીમાં અન્ય દેશના યુવાધનને ગેરકાયદેસર પ્રવેશ આટલો બધો આપ્યો નથી.

આ પણ વાંચોઃ Gujarat: અભય ચુડાસમા બાદ વધુ એક પોલીસકર્મીનું રાજીનામું, જાણો કોણે આપ્યું રાજીનામું!

ભારતીયોને શું સલાહ આપી

 

સી.જે. ચાવડાએ ટ્રમ્પનું નામ લેતાં વધુમાં કહ્યું ભારતના લોકો ત્યાં જઈ નિષ્ઠાથી કામ કરે છે. ભારતના લોકોમાં ત્યાં કોઈ ન્યુસન્સ ફેલાવતું નથી. અમેરિકાના વિકાસ માટે રાત દિવસ મહેનત કરનારો દેશ હોય તો એ ભારત છે, પરંતુ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યાંની ડેમોક્રેટિક પાર્ટી આ મુદ્દો ઉઠાવે છે.  ગેરકાયદેસર આવેલા લોકોને આપણે પણ આવી રીતે નથી કાઢી મુકતા.

ગેરકાયદેસર પ્રવેશવા ડીંગુંચા અને માણેકપુરામાં એક આખું ફેમિલી બરબાદ થઈ ગયું. આવા કિસ્સાઓને આપણે અકસ્માતમાં ગણીએ છીએ. આપણી ભારતીય વિચારધારા એવી હોય છે કે અકસ્માતમાં મોત જ્યાં લખાયું હોય ત્યાં થાય છે. આ રીતે જતા લોકો એ ઉતાવળ કરવી ન જોઈએ. થોડો સમય વિતાવ્યા બાદ  કાયદેસર રીતે જવું જોઈએ.

 

ભારત દેશ આઝાદ થયો ત્યારે…

આર્થિક સ્થિતિની વાત કરતાં સી.જે ચાવડાએ કહ્યું ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે, જેથી લોકો ઇલીગલી પ્રવેશ કરી રહ્યા છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે ડોલર અને રૂપિયો એક સમાન હતો. પણ સમય જતાં રૂપિયો નીચે જતા લોકો વધુ કમાવવા આવી આધળી દોટ લગાવી રહ્યા છે.

અમેરિકાની કાર્યવાહી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે શું કહ્યું?

 

 

 

33 ગુજરાતી દેશમાં પરત ફર્યા

ભારત પરત આવેલા 104 ભારતીયોમાં ગુજરાતના 33 અને હરિયાણાના 33, પંજાબના 30 ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના નાગરિકોનો સમાવેશ થતો હતો. ગુજરાતના 33 લોકોને લઇને એક વિમાન અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યું હતુ. એરપોર્ટ પર આવેલા ગુજરાતીઓ પોતાના ચહેરા ઢાકીને પોતાના વતન પહોંચ્યા હતા.

33માંથી મોટાભાગના મહેસાણા જિલ્લાના રહેવાસી છે. ટ્રંપની નીતીની ડિપોર્ટ કરાયેલા પરિવારો ટીકા કરી રહ્યા છે. મહેસાણા જિલ્લાના ખાનુસા ગામના બે લોકો અમેરિકાથી ભારત પહોંચ્યા છે. જોકે તેનો પરિવાર કંઈ કહેવા તૈયાર નથી.

આ પણ વાંચોઃ અમેરિકામાંથી 33 ગુજરાતીઓને હાકી કઢાયા, અમદાવાદ પહોંચ્યા

 

આ પણ જુઓ

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!