
અરવલ્લીમાં ખભળાટ મચાવનાર ધનસુરા તાલુકાના એક ગામની 10 વર્ષીય સગીરા અને 16 વર્ષની વયના નજીકના ગામના સગીરને ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થતાં બંને ભાગી ગયા હતા. આ કેસમાં પોલીસે સગીર અને સગીરાને પકડી લઇ સગીર સામે અપહરણ અને પોક્સોનો ગુનો નોંધાયો હતો.
સગીર છોકરાને મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી અપાયો હતો. આ કેસમાં ધનસુરા પોલીસે સગીરાને ઘરે રાખવામાં મદદગારી કરનાર સગીરની માતા, કાકા,કાકી બહેન અને બનેવીને પકડી લીધા હતા. જેમાંથી ત્રણ મહિલાઓને હિંમતનગરની જેલમાં અને બે પુરુષ આરોપીઓને મોડાસા સબ જેલ કેદ કર્યા છે.
ધનસુરા તાલુકામાં ગત અઠવાડિયે મોબાઈલ દ્વારા ઇન્સ્ટાગ્રામ મિત્રતા બાદ પ્રેમ સબંધ બંધાયો હતો. જેમાં સગીર અને સગીરા ભાગી ગયા હતા. ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ગુમ થતાં ધનસુરા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ સમાચાર પણ વાંચોઃ ભાજપમાં ભડકો: અમરેલી બાદ કેશોદમાં નકલી લેટરકાંડ