
- ગુજરાતમાં 9 લાખ વિધવા મહિલાઓ પેન્શનથી વંચિત; મોંઘવારી સામે સહાય પણ નજીવી
રાજ્યમાં વિધવા મહિલાઓ માટેની પેન્શનની રકમ ખૂબ જ ઓછી આપવામાં આવે છે અને વધારાની માંગણી છતાં સરકાર ખાસ સુધારા કરતી નથી. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં આર્થિક સહાય ઓછી છે. તે ઉપરાંત રાજ્યમાં કુલ મહિલાઓમાંથી 9 લાખ એવી વિધાવ મહિલાઓ છે, જેઓ પેન્શનથી વંચિત છે. સરકારની આંટગુંટી નીતિઓ કાગળોની મુશ્કતેલીઓમાં વિધવા મહિલાઓ પેન્શન મેળવી શકી નથી. આ માહિતી દર્શાવે છે કે ગુજરાતમાં વિધવા મહિલાઓ અને વિધુર પુરુષોની સંખ્યા વર્ષો દ્વારા કેવી રીતે વધી છે અને સરકાર દ્વારા આપવામાં આવતી પેન્શન સહાય કેટલી ઓછી છે.
વર્તમાન સમયમાં રાજ્યમાં 25 લાખ વિધવા મહિલાઓ હોવાનો અંદાજ છે, જેમાંથી 16 લાખ મહિલાઓને વિધવા પેન્શન મળી રહ્યું છે. પરંતુ બીજી દુ:ખદ વાત તે છે કે, હજું પણ 9 લાખ વિધવા મહિલાઓને પેન્શન મળી રહ્યુ નથી.
2011ની વસતી ગણતરી પ્રમાણે 20 લાખ વિધવા મહિલાઓ હતા. જે 2025માં વધીને 25 લાખ વિધવા મહિલાઓ હોવાનો અંદાજ છે. 2011માં 6 લાખ 37 હજાર પુરૂષો વિધુર હતા. જે આજે 8 લાખ હોવાનો અંદાજ છે. આમ કુલ 26.53 લાખ લોકો જીવન સાથી વગરના હતા. જે હવે 33 લાખ હોવાનો અંદાજ છે. પણ ગુજરાતની ભાજપ સરકાર 16.50 લાખ મહિલાઓને પેન્શન આપે છે.
તમામ 33 લાખ લોકોને મહિને રૂ. 30 હજારનું પેન્શન આપવું જરૂરી છે. તે હિસાબે રૂ. 1 લાખ 18 હજાર 800 કરોડ રૂપિયાની જરૂર પડે તેમ છે. પણ ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર આપે છે રૂ. 2475 કરોડ.
2020માં 5 લાખ મહિલાઓને રૂ. 500 કરોડનું પેન્શન અપાતું હતું જે 2025માં ગુજરાતની 16.49 લાખ વિધવા મહિલાઓને મહિને રૂ.1250ની સહાય અપાય છે. વાર્ષિક રૂ. 14 કરોડ બેંક ખાતામાં જમા થાય છે. તે વધારીને રૂ.5000 પેન્શન આપવા માંગ કરાઈ હતી. પણ તે માંગની સરકારે ફગાવી દીધી છે. અરવલ્લી જિલ્લાની વિધવા મહિલાઓએ પેન્શન વધારાની માગણી કરી હતી. કલેક્ટરને રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું.
રાજ્યો મહિલાઓને 300 રૂપિયાથી લઈને 2,000 રૂપિયા સુધીનું પેન્શન આપે છે. ગુજરાતમાં રૂ. 2 હજાર મળવું જોઈતું હતું તે મળતું નથી. કેટલાક રાજ્યોમાં મહિલાઓને મફત અને સબસિડીવાળી આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. વિધવા મહિલાઓના બાળકોને શિષ્યવૃત્તિ અને શિક્ષણમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. કેટલાક રાજ્યો સરકારી આવાસ યોજનાઓમાં લાભાર્થી મહિલાઓને પ્રાથમિકતા આપે છે.
આશ્રય આપવા માટે રાજ્યમાં 35 સખી વન સ્ટોપ કેન્દ્રો કાર્યરત છે. એક છોકરીને વિવિધ તબક્કે રૂ. 1. 10 લાખની સહાય આપવામાં આવી રહી છે. અમદાવાદમાં 1, વડોદરામાં 2, સુરતમાં 2, ગાંધીનગરમાં 1 અને રાજકોટમાં 1 મળી કુલ 7 વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ બનશે.
મહિલા અને બાળ વિકાસ વિભાગની રૂ. 7,668.03 કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઈ હતી.
ગરીબી રેખા નીચે જીવતી 18 વર્ષ કે તેથી વધુ વયની વિધવાઓને રૂ. 700/માસ મળવાપાત્ર થશે, જ્યાં સુધી તેણી પુન:લગ્ન ન કરે અથવા તેણીનો પુત્ર 21 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને સહાય મળવાપાત્ર છે.







