ટ્રમ્પના નિવેદનથી ફાર્મા સેક્ટરમાં ભૂકંપ; શેરમાર્કેટમાં થશે નકારાત્મક અસર

  • World
  • February 23, 2025
  • 0 Comments
  • ટ્રમ્પના નિવેદનથી ફાર્મા સેક્ટરમાં ભૂકંપ; શેરમાર્કેટમાં થશે નકારાત્મક અસર

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોર અને આકરી બિઝનેસ નીતિઓથી વિશ્વના અન્ય દેશોમાં ટ્રેડવોરનો ભય ઊભો કર્યો છે. રેસિપ્રોકલ ટેરિફ લાદ્યા બાદ ફાર્મા કંપનીઓ પર એક નવો નિર્ણય લીધો છે. ટ્રમ્પે ફાર્મા કંપનીઓને અમેરિકામાં દવાની આયાત પર લાગુ ઊંચા ટેરિફથી બચવા માટે પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ અમેરિકામાં શિફ્ટ કરવાની સલાહ આપી છે. ટ્રમ્પના આ નિર્ણયથી દેશની કુલ ફાર્મા નિકાસમાં 31 ટકાથી વધુ નિકાસ અમેરિકામાં કરતી ફાર્મા કંપનીઓને મોટું નુકસાન થઈ શકે છે.

ભારતને મોટુ નુકસાન થવાની ભીતિ

અમેરિકાના ફાર્મા લીડર્સ દવાની કિંમત નક્કી કરતાં નિયમોને સરળ બનાવવાની માગ કરી રહ્યા છે, એવામાં ભારતીય ફાર્મા કંપનીઓ નિકાસ પર ઊંચા ટેરિફથી બચવા દ્વિપક્ષીય ચર્ચાઓ પર વિશ્વાસ કરી રહી છે. ભારતે 2023-24માં અમેરિકામાં ફાર્મા ક્ષેત્રે 27.9 અબજ ડોલરની નિકાસ કરી હતી. જે તેની કુલ ફાર્મા નિકાસના 31 ટકા છે. અમેરિકામાં 50 ટકાથી વધુ જેનરિક દવાઓની માગ ભારત પૂરી કરે છે. એવામાં ટ્રમ્પના ટેરિફ ટેન્શન તથા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાની સલાહ ભારતીય ફાર્મા કંપનીઓ માટે સંકટના વાદળો ઉભા કરી શકે છે.

આ પણ વાંચો-મિત્ર ટ્રમ્પ કેમ બન્યો દુશ્મન? હવે કહ્યું- ભારત ઉઠાવે છે આપણો ફાયદો-મદદ કરવાની જરૂરત નથી

અમેરિકન કંપનીઓએ કરી અપીલ

વ્હાઈટ હાઉસની એક બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાઈઝર, એલી લીલી અને મર્કના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેઓએ ટ્રમ્પને દવાની કિંમતોમાં સરકારનો હસ્તક્ષેપનો નિયમ પાછો ખેંચવા અપીલ કરી હતી. ફાર્મા ઈન્ડસ્ટ્રીનું માનવુ છે કે, વર્તમાન પોલિસીથી ફાર્માના વિકાસ પ્રોત્સાહનમાં બદલાવ આવશે, દવાઓ મોંઘી બનશે. જો કે, ટ્રમ્પે આ નિયમ પાછો ખેંચવાનો ઈનકાર કર્યો હતો. તેમણે નિવેદન આપ્યું કે, અમેરિકામાં અન્ય દેશોની તુલનાએ દવાઓની કિંમત ઊંચી છે.

ટેરિફના નિર્ણયથી દવાઓ મોંઘી થશે

જો ટ્રમ્પ ઊંચો ટેરિફ વસૂલવાની વાત પર અડગ રહ્યા તો ભારતમાંથી નિકાસ થતી દવાની કિંમત અમેરિકામાં વધી જશે. સિસ્ટમેટિક્સ ઈન્સ્ટીટ્યૂશનલ ઈક્વિટીઝના એનાલિસ્ટ વિશાલ મનચંદાનીએ જણાવ્યું કે, આ નિર્ણય મોંઘવારીમાં વધારો કરશે, કારણકે, અમેરિકામાં ભારત મોટાપાયે દવાઓનો પુરવઠો પૂરો પાડે છે. તેમની પાસે આવશ્યક મેન્યુફેક્ચરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ઊંચા ટેરિફના કારણે દવાઓની કિંમતમાં વધારો થશે. ટેરિફ ઉપરાંત દવાઓની કિંમત નક્કી કરવામાં અમેરિકાની સરકાર હસ્તક્ષેપ કરશે તો ફાર્મા કંપનીઓને નુકસાન થઈ શકે છે. ટ્રમ્પનું ફાર્મા ક્ષેત્રે વલણ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી લિસ્ટેડ ભારતીય ફાર્મા કંપનીઓના શેર્સમાં અફરાતફરી જોવા મળી શકે છે.

આ પણ વાંચો-દેશભરમાં ફેલાયેલું છે મહિલાઓના અંગત વીડિયો વેચવાનું નેટવર્ક; જાણો કેવી રીતે ચાલે છે સોફ્ટ પોર્નનો ધંધો

Related Posts

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો
  • August 7, 2025

Kinmemai Premium Rice : એક રિપોર્ટ મુજબ કિન્મેઈ પ્રીમિયમ નામના જાપાનના ચોખા વિશ્વના સૌથી મોંઘા ચોખા છે. સામાન્ય રીતે સારા અને પ્રીમિયમ ગુણવત્તાવાળા ચોખાની કિંમત 100-200 રૂપિયા પ્રતિ કિલો હોઈ…

Continue reading
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?
  • August 7, 2025

Technology: ચીન, જર્મની જેવા દેશો સતત ટેક્નોલોજીની દુનિયામાં આગળ વધી રહ્યા છે. રોજે રોજ નવા નવા પ્રયોગો કરે છે અને વૈજ્ઞાનિક સિધ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. જ્યારે ભારતના યુવાનો સૈયારા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rajasthan: ચેટિંગ, લવ, મુલાકાત અને હત્યા! ગટરમાં તરતી વિદ્યાર્થિની લાશ મળી, જાણો હચમચાવી નાખતી ઘટના

  • August 8, 2025
  • 4 views
Rajasthan: ચેટિંગ, લવ, મુલાકાત અને હત્યા! ગટરમાં તરતી વિદ્યાર્થિની લાશ મળી, જાણો હચમચાવી નાખતી ઘટના

Huma Qureshi Brother Murder: હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, શું નવા રાજ ખુલ્યા?

  • August 8, 2025
  • 3 views
Huma Qureshi Brother Murder: હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, શું નવા રાજ ખુલ્યા?

UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

  • August 8, 2025
  • 23 views
UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો

  • August 8, 2025
  • 8 views
Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી  બચાવ્યો

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

  • August 8, 2025
  • 27 views
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 25 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું