પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી; બન્યા PM મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી

  • India
  • February 23, 2025
  • 0 Comments
  • પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી; બન્યા PM મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી

દેશના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ વડાપ્રધાનના બે પ્રિન્સિપલ સેક્રેટરી એક સાથે કામ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસની પસંદગી કરવામાં આવી છે. તેમજ પીકે મિશ્રા 2019થી જ પ્રિન્સિપલ સેક્રેટરી પદે કાર્યરત છે. 2019માં મોદી સરકાર બન્યા બાદ પીકે મિશ્રાને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

શક્તિકાંત દાસ હાલમાં જ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર પદેથી નિવૃત્ત થયા હતાં. હવે તેમને વડાપ્રધાન મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. શક્તિકાંત દાસની પાસે સરકાર સાથે કામ કરવાનો સારો એવો અનુભવ છે. આરબીઆઈના ગવર્નર ઉપરાંત નાણા સચિવ અને આર્થિક બાબતોના સચિવ પદે જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેમનો નાણાં અને નીતિ નિર્માણ ક્ષેત્રમાં અનુભવ પીએમઓ માટે લાભદાયી સાબિત થશે.

આ પણ વાંચો-ભાજપના કોર્પોરેટરના ઘરે પડ્યું ખાતર; 14 લાખ રૂપિયાનો હાથફેરો

નિષ્ણાતોનું કહેવું છે કે, પીકે મિશ્રાની ઉંમર ખૂબ છે. તે 76 વર્ષના હોવાથી તેમને એક સહયોગીની જરૂર હતી. શક્તિકાંત દાસની ઉંમર 67 વર્ષ છે. શક્તિકાંતની નિમણૂક સાથે હવે PM મોદીના બે પ્રિન્સિપલ સેક્રેટરી રહેશે. સામાન્ય રીતે એક પ્રિન્સિપલ સેક્રેટરી અને બીજા એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કામગીરી કરે છે. પરંતુ આ વખતે પ્રથમ વખત એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરીના બદલે બે પ્રિન્સિપલ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી છે.

PM મોદીના બે સલાહકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે સલાહકાર પણ છે. આઈએએસ અમિત ખરે અને તરૂણ કપૂર સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે. પીએમઓમાં પીકે મિશ્રા સૌથી વધુ વરિષ્ઠ નિવૃત્ત અધિકારી છે. 1972ની બેન્ચના આઈએએસની મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં પણ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

શક્તિકાંત દાસને બહોળો અનુભવ

શક્તિકાંત દાસે ભુવનેશ્વરની ડિમોન્સ્ટ્રેશન મલ્ટીપર્પસ શાળામાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ સેન્ટ સ્ટીફન્સ કોલેજ દિલ્હીમાંથી હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ પૂર્ણ કર્યું હતું. તેમણે લાંબા સમય સુધી સિવિલ સર્વિસ આપી છે. તેઓ આઠ કેન્દ્રીય બજેટમાં મહત્ત્વનું યોગદાન આપી ચૂક્યા છે. એડીબી, એનડીબી અને એઆઈઆઈબીમાં પણ ગવર્નર રહી ચૂક્યા છે.

આ પણ વાંચો-ભારતના સુપરમેનનો વીડિયો વાયરલ; ત્રીજા માળેથી વિજ વાયરો ઉપર માર્યો કૂદકો- મોતને આપી હાથ તાળી

Related Posts

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?
  • August 3, 2026

Defence Forces Vision 2047: ભારતે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને 10 માર્ચે જાહેર કરાયેલ ‘ડિફેન્સ ફોર્સેઝ વિઝન 2047: ભવિષ્ય માટે તૈયાર…

Continue reading
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી
  • August 3, 2026

CJP Protest FIR: CJP ના નેતૃત્વમાં દેશના વિવિધ ભાગોમાં થયેલા વિદ્યાર્થી અને યુવા પ્રદર્શનો બાદ અનેક રાજ્યોમાં નોંધાયેલી FIRને લઈને નવી કાનૂની અને વહીવટી પ્રક્રિયા શરૂ થઈ છે. દિલ્હી, બિહાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 10 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 13 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો