
Surat: સુરતના હજીરા ખાતે આવેલી AM/NS કંપનીને મોટી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. કલેક્ટરે રુ. 106 કરોડનો દંડ ફટકારાયો છે. હજીરાની સરકારી જમીન ઉપર કબજો કરવા બદલ રૂપિયા 106 કરોડનો દંડ કરાયો છે. શરતોનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે હજારો એકર જમીન પર કંપનીએ દબાણ કર્યું છે.
જો ભરપાઈ નહીં કરે તો પોતાના ખરચે તોડવું પડશે
હજીરાની AM/NS (આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ) કંપનીને દંડની રકમ 90 દિવસમાં ભરપાઈ કરવા સમય આપ્યો છે. 90 દિવસમાં દંડ ભરપાઈ નહીં કરે તો પોતાના ખર્ચે તોડવું પડશે. સાથે જ મિલ્કતો પણ જપ્ત કરાશે. કંપનીએ છેલ્લા 34 વર્ષથી અંદાજિત 6.30 લાખ ચોરસમીટર સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હોવાનુ સામે આવ્યું છે. આ કાર્યવાહીથી કંપનીના તંત્રમાં હડકંપ મચી ગયો છે.
આ પણ વાંચોઃ Gujarat: સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ મોકલાશે, હવે ફરી શું વિવાદ થયો?
આ પણ વાંચોઃ Ahmedabad: પાકિસ્તાન સામે જીત બાદ ફટાકડા ફોડવા બાબતે ખોખરામાં પથ્થરમારો, જાણો ઘટના!
આ પણ વાંચોઃ SURAT: કારચાલકે 2 બાઈકને અડફેટે લેતા 3ના મોત, કાર BRTS રૂટમાં ઘૂસી








