
- વિદેશ મંત્રાલયના અધિકારીના ગંભીર આરોપ; કહ્યું- એસ જયશંકર સૌથી ભ્રષ્ટ, મંત્રાલયમાં થાય છે યૌન શોષણ
વિદેશ મંત્રાલયના અધિકારી રોહન મહેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેઓ મંત્રાલયના કામકાજ ઉપર પ્રશ્ન ઉઠાવતા ગંભીર આરોપ લગાવી રહ્યા છે.
રોહને યૂટ્યુબ પર પોતાનો વીડિયો શેર કરીને જણાવ્યું કે પાછળા 8 વર્ષથી મંત્રાલયમાં કાર્યરત છે અને આ દરમિયાન તેમણે ઘણી બધી ચીજોનો અનુભવ કર્યો છે.
તેમણે વિદેશ મંત્રી એસ જયશંકરને સૌથી ભ્રષ્ટ ગણાવતા કહ્યું કે તેઓ દેશ જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ વિશ્વાસપાત્ર નથી.
રોહને વીડિયોમાં શું આરોપ લગાવ્યા?
વિદેશ મંત્રાલયમાં સહાયક વિભાગ અધિકારી (વહીવટ અને હિસાબ) રોહને વીડિયોમાં જણાવ્યું કે જ્યારે તેઓ બ્રાઝીલના સાઓ પાઉલોમાં મહાવાણિજ્ય દૂતાવાસમાં હતા, ત્યારે તેમણે ત્યાના પ્રમુખ ખુબ જ બેદરકાર રીતે નોકરી કરતાં જોવા મળ્યા હતા.
नाम : रोहन मेहता
पद : ASO विदेश मंत्रालय , Sau POLO ब्राजील।
योग्यता : सिस्टम के खिलाफ बुलंद आवाज उठाना
गलती : ईमानदारी ।
उपलब्धि: ईमानदारी के चलते निलंबन पत्र प्राप्त करना ।#RohanMehtaCase— खुरपेंच (@khurpenchh) February 24, 2025
તેમણે ત્યાંના એક અધિકારી પર છોકરીઓ સાથે યૌન ઉત્પીડન કરવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે. સાથે જ અન્ય કેટલાક અધિકારીઓના નામ પણ લીધા છે.
તેમણે જણાવ્યું કે, એક મહિલા કર્મચારીએ યૌન ઉત્પીડનની ફરિયાદ કરી હતી, પરંતુ પ્રમુખે કોઈ કાર્યવાહી કરી નહતી.
રોહન વિરૂદ્ધ લાગ્યા હતા આરોપ
રોહને વીડિયોમાં જણાવ્યું કે, જ્યારે દૂતાવાસમાં વરિષ્ઠ અધિકારીઓને ખબર પડી કે તેઓ ફરિયાદ કરી શકે છે તો તેમના ઉપર પણ યૌન ઉત્પીડનના આરોપ લગાવી દેવામાં આવ્યા હતા.
જોકે, રોહને દાવો કર્યો કે તપાસ દરમિયાન તેમના વિરૂદ્ધ ફરિયાદને પરત લઈ લેવામાં આવી હતી.
તેમણે જણાવ્યું કે તેમના ઉપર તેમની મંગેતરને બ્રાઝીલમાં સાથે રાખવાનો આરોપ લગાવ્યો હતો, જોકે તેમણે સાબિત કરી દીધું હતુ કે, તેમની મંગેતર તેમના સાથે નથી.
એક્સ પર વિસ્તારપૂર્વક લખી વાતો
રોહને યૂ-ટ્યુબ પર વીડિયો શેર કરીને પહેલા 13 જાન્યુઆરી, 2025ના દિવસે પોતાની સંપૂર્ણ વાત લખી હતી. તેમણે વીડિયોને અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં બનાવીને શેર કર્યો છે.
તેમણે 22 નવેમ્બર 2023ના એક મેમોરેન્ડમ પણ શેર કર્યું છે, જે દૂતાવાસ તરફથી તેમને આપવામાં આવ્યું છે.
રોહનને સરકારી કાર્યમાં તેમના આચરણને જોતા ચેતવણી આપવામાં આવી છે. ધ ગુજરાત રિપોર્ટ રોહનના દાવાઓ અને આરોપોની પુષ્ટિ કરતું નથી.