Shivaratri 2025: જૂનાગઢમાં હર હર મહાદેવના નાદ સાથે માનવ મહેરામણ ઉમટ્યું

  • Gujarat
  • February 26, 2025
  • 0 Comments

આજે ભગવાન શિવનું મહા પર્વ છે.   શિવરારાત્રી(Shivaratri)ના આ મહાપર્વ નિમિતે જૂનાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. સવારે 4 વાગ્યાથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. સોમનાથમાં પણ ભક્તો ઉમટ્યા છે.

જૂનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં અલગ અલગ રાજ્યો તેમજ દેશ-વિદેશથી આવેલા નાગા સાધુઓ અલગ અલગ અખાડાઓના સંન્યાસીઓ, મહામંડલેશ્વરો રાત્રે રવેડીમાં જોડાશે.  નાગા સન્યાસીઓ ભવનાથની તળેટીમાં આવેલા કુંડમાં રાત્રે 12 વાગ્યે સ્નાન કરશે. એક માન્યતા છે કે અહીં    ડૂબકી લગાવ્યા બાદ  સીધા પાતાળ લોક જતા હોય છે, આ માન્યતા પણ મૃગીકુંડ અને તેના શાહી સ્નાન સાથે આદિ અનાદિ કાળથી જોડાયેલી છે.

સોમનાથમાં પણ શિવરાત્રીની ઉજવણીનો માહોલ

સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગના દર્શને વહેલી સવારથી ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. મહાશિવરાત્રીના પર્વે સોમેશ્વર મહાદેવને અદભુત શણગાર કરવામાં આવ્યો છે. મહાશિવરાત્રીએ સોમનાથ ધામમાં વિવિધ ઉજણીઓ થનાર છે.  સાધુઓ પોતાના  કરતબો બતાવી રહ્યા છે.

મહાશિવરાત્રીનું મહત્વ

હિંદુ શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિ ભગવાન શિવની પૂજા અને ઉપાસના માટે સમર્પિત છે. પંચાંગ અનુસાર, દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે. પરંતુ ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિનું વિશેષ મહત્વ છે. શિવપુરાણ અનુસાર, મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રથમવાર પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે જ ભગવાન શિવનું જ્યોતિર્લિંગ પ્રગટ થયું હતું. આ કારણોસર, મહાશિવરાત્રી દર વર્ષે મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે.

શિવ શબ્દનો અર્થ શું થાય છે?

ઉચ્ચારણમાં અત્યંત સરળ શિવ શબ્દની ઉત્પત્તિ વશ કાન્તૌ ધાતુ દ્વારા થઈ છે. જેનો અર્થ એવો થાય છે કે જેને બધા પ્રેમ કરે છે, બધા ઇચ્છે છે, તે શિવ છે, બધા આનંદ ઇચ્છે છે એટલે શિવનો એક અર્થ આનંદ પણ છે. ભગવાન શિવનું એક નામ શંકર પણ છે. શંનો અર્થ છે આનંદ અને કર શબ્દનો અર્થ છે કરનાર. શંકરનો અર્થ છે આનંદ કરનાર એટલે આનંદ આપનાર જ શંકર છે.

શિવરાત્રિ સાથે જોડાયેલી માન્યતાઓ

શિવરાત્રિ સાથે જોડાયેલી માન્યતાઓ નામથી જ સમજી શકાય છે કે શિવરાત્રિ રાતનું વ્રત છે. આ રાતના ચારેય પ્રહરમાં જાગરણ કરીને શિવજીની પૂજા કરનાર ભક્તને ભગવાન ભોળાનાથની કૃપા મળે છે. માન્યતા છે કે આ રાતે શિવજી અને માતા પાર્વતી એકસાથે ભ્રમણ પર જાય છે. મહાશિવરાત્રિ વ્રત કરનાર વ્યક્તિ ઉપર તેમની ખાસ કૃપા રહે છે.

આ પણ વાંચોઃ Ahmedabad: નગરદેવી ભદ્રકાળી માતા નગરચર્યાએ નીકળ્યા, રથને કરાયો પ્રસ્થાન

આ પણ વાંચોઃ પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા 3 લાખની લાંચ લેતાં ઝડપાયા, અહીંથી વધુ બે ઝડપાયા

Related Posts

Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત
  • May 4, 2026

Surat Varachha SBI Robbery Case: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) માં થયેલી લૂંટના કેસમાં એક અઠવાડિયા બાદ પોલીસને મોટી સફળતા મળી છે. ગત 27મી એપ્રિલના રોજ…

Continue reading
Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર
  • May 4, 2026

Gosabara RDX Landing Case Verdict: પોરબંદરના ગોસાબારા દરિયાકાંઠે ત્રણ દાયકા પહેલા થયેલા RDX લેન્ડિંગ કેસમાં આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

  • May 4, 2026
  • 3 views
Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

  • May 4, 2026
  • 4 views
Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

  • May 4, 2026
  • 6 views
Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

  • May 4, 2026
  • 9 views
Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

  • May 4, 2026
  • 7 views
Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

  • May 4, 2026
  • 11 views
Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો