દેશમાં દર મિનિટે નોંધાય છે 700થી વધુ સાયબર ગુના; એન્ડ્રોઈડ મોબાઈલ નથી સુરક્ષિત

  • India
  • February 26, 2025
  • 0 Comments
  • દેશમાં દર મિનિટે નોંધાય છે 700થી વધુ સાયબર ગુના; એન્ડ્રોઈડ મોબાઈલ નથી સુરક્ષિત

દેશમાં દિવસે ને દિવસે મોબાઈલ યુઝર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજીતરફ મોબાઈલ ધારકો પર રેન્સમવેર એટેકે પણ ખતરો વધી રહ્યો છે. તાજેતરમાં દેશના મોબાઈલ યુઝર્સ પર થયેલા રેન્સમવેર એટેક મામલે ચોંકાવનારો ડેટા સામે આવ્યો છે.

ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ દેશમાં રેન્સમવેર એટેકનો ભોગ બનેલા ટોપ-10 શહેરોમાં ગુજરાતના બે શહેરનું નામ સામે આવ્યું છે. આ ઉપરાંત દેશના 1000 મોબાઈલમાંથી માત્ર 300 એન્ડ્રોઈડ ફોન જ સુરક્ષિત હોવાનું તેમજ દર મિનિટે 700થી વધુ સાયબર ગુના થઈ રહ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ દર મિનિટે થતા 700 ગુનામાંથી 42% ગુના એન્ડ્રોઈડ આધારીત ડિવાઈસથી કરવામાં આવે છે.

રિપોર્ટ અનુસાર સૌથી વધુ 14.58% માલવેર એટેક ગુજરાત (Gujarat)ના સુરત (Surat)માં મળી આવ્યા હતા. ત્યાર બાદ બેંગ્લોરમાં 11.93%, જયપુરમાં 11.72%, હૈદરાબાદમાં 11.56%, ચેન્નાઈમાં 10.25%, દિલ્હીમાં 9.37%, કોલકાતામાં 9.28%, અમદાવાદમાં 8.19%, મુંબઈમાં 6.79% અને પુણેમાં 6.36% માલવેર મળી આવ્યા હતા. આમ સૌથી વધુ રેન્સમવેર એટેકનો ભોગ બનેલા શહેરોના મોબાઈલ ધારકો તેમજ અન્ડ ડિવાઈસ ધારકોએ સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે.

આ પણ વાંચો-ICC રેન્કિંગમાં ટોપ-5માં ત્રણ ભારતીય ખેલાડી; શુભમન ગિલ નંબર-1

ગુનાહિત પ્રકારના સોફ્ટવેર અથવા માલવેર સરળતાથી એન્ડ્રોઈ ડિવાઈસ ધારકને નુકસાન પહોંચાડી શકે છે. દેશમાં ફેક એપ્લિકેશન દ્વારા 32% સાયબર ગુનાઓ થાય છે, જ્યારે ફેક જાહેરાતો એટલે કે એડવેયર દ્વારા 26 ટકા સાયબર ગુના (Cyber Crime)ઓ થાય છે. ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ઓક્ટોબર-2023થી સપ્ટેમ્બર-2024 દરમિયાન થયેલા સાયબર ગુનાઓ પરથી આ ડેટા તૈયાર કર્યો છે. આ સમયગાળા દરમિયાન રેન્સમવેર સંબંધીત 10 લાખ કેસ સામે આવ્યા છે.

સાયબર અપરાધીઓ રેન્સમવેરનો ઉપયોગ કરીને ડેટા અને કોમ્પ્યુટર હેક કરે છે અને યુઝર્સ પાસેથી નાણાંની માંગ કરતા હોય છે. ભારત (India) માં થતા 23% સાયબર ગુનાઓમાં ઈન્ડોનિશિયા (Indonesia)ના એનાન બ્લૈક ફ્લૈગ નામના ગેંગનો હાથ છે. એટલું જ નહીં ભારતમાં થતાં સાયબર ગુનાઓમાં પાકિસ્તાન (Pakistan))ની ગેંગ ટીમ ઈનસેનનો પણ હાથ છે. આ ઉપરાંત બાંગ્લાદેશ (Bangladesh)થી ભારતમાં 15% સાયબર ગુનાઓ કરવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ અપરાધીઓ ડૉક્યુમેન્ટ ફાઈલ, જાવા સ્ક્રિપ્ટ ફાઈલ, html ફાઈલ, કન્પ્રેસ્ડ ફાઈલ, વિન્ડો શોર્ટકટ ફાઈલ દ્વારા સાયબર એટેક કરવામાં સફળ થયા છે.

આ પણ વાંચો-ICC રેન્કિંગમાં ટોપ-5માં ત્રણ ભારતીય ખેલાડી; શુભમન ગિલ નંબર-1

Related Posts

Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!
  • June 20, 2026

Socialism in India: આજના ભારતીય રાજકારણમાં ‘સમાજવાદ’ એક એવો ફેશનેબલ શબ્દ બની ગયો છે, જેનો ઉપયોગ રાજનેતાઓ પોતાની સત્તાની લાલસાને છુપાવવા માટે કરી રહ્યા છે. જે રીતે આજકાલના યુવાનોમાં ટાઈટ…

Continue reading
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?
  • June 20, 2026

Political Defection and Stability: હાલના રાજકીય માહોલમાં સામૂહિક પક્ષપલટાની એક એવી લહેર ચાલી રહી છે, જેણે લોકશાહીના પાયાને હચમચાવી દીધા છે. એકબીજા સાથે જોડાયેલા ત્રણ પ્રશ્નો આજે દરેક નાગરિકના મનમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

  • June 20, 2026
  • 2 views
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

  • June 20, 2026
  • 4 views
Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

  • June 20, 2026
  • 8 views
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 9 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 5 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 11 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?