
- જોસ બટલરે ઇંગ્લેન્ડની કેપ્ટનશીપ છોડી; ચેમ્પિયન ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન પછી નિર્ણય
ઈંગ્લેન્ડના જોસ બટલરે ODI અને T20 ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ બટલરે આ નિર્ણય લીધો હતો. શનિવારે કરાચીમાં દક્ષિણ આફ્રિકા સામેની ગ્રુપ સ્ટેજ મેચમાં તે છેલ્લી વખત ટીમનું નેતૃત્વ કરશે.
બટલરે મેચ પહેલા શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટનશીપ છોડવા વિશે વાત કરી હતી. ઇંગ્લેન્ડની ટીમ 2023 ODI વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ ગઈ હતી.
બટલરે કહ્યું – કેપ્ટનશીપ છોડવાનો આ યોગ્ય સમય છે
પ્રેસ કોન્ફરન્સમાં બટલરે કહ્યું, ‘મારા માટે કેપ્ટનશીપ છોડવાનો આ યોગ્ય સમય છે, ટીમ માટે પણ આ યોગ્ય સમય છે.’ મને આશા છે કે એક નવો ખેલાડી ટીમની કમાન સંભાળશે અને કોચ મેક્કુલમ સાથે મળીને ટીમને નવી ઊંચાઈઓ પર લઈ જશે. ચેમ્પિયન્સ ટ્રોફીના પરિણામો મારા કેપ્ટનશીપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતા.
જ્યારે મેક્કુલમ વ્હાઇટ બોલ કોચ બન્યો ત્યારે હું તેમની સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. મને આશા હતી કે ટીમ તેના પરિણામો બદલશે અને ઝડપથી આગળ વધશે. જોકે, એવું થઈ શક્યું નહીં, તેથી હું કેપ્ટનશીપ છોડી રહ્યો છું.
આ પણ વાંચો-ગુજરાતમાં વેચાઈ રહી છે 500-100 રૂપિયાની નકલી ચલણી નોટો? વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
બટલરે કહ્યું હતું- રમત પર ઘણું કામ કરવાની જરૂર છે
અફઘાનિસ્તાન સામે મેચ હાર્યા બાદ જોસ બટલરે કહ્યું, ‘મને લાગે છે કે ટીમને અમે ઇચ્છતા હતા તે પરિણામો મળ્યા નથી. તેથી મારે કેપ્ટનશીપ અંગેના મારા નિર્ણય પર પુનર્વિચાર કરવો પડ્યો. ઈંગ્લેન્ડ ક્રિકેટને સફેદ બોલના બંને ફોર્મેટમાં ઘણું વિચારવાની જરૂર છે. મારે મારી રમત પર ઘણું કામ કરવું પડશે. મારે સમજવું પડશે કે હું સમસ્યાનો ભાગ છું કે સમાધાનનો?
ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે હારી ગયું
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લેન્ડનો પ્રથમ મેચમાં જ ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. ટીમ 351 રનનો બચાવ કરી શકી નહતી. ત્યારબાદ અફઘાનિસ્તાન સામે ટીમ 326 રનના લક્ષ્યનો પીછો કરી શકી નહીં. બે હાર બાદ ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ શકી નહીં.
ભારત સામે શ્રેણી પણ હારી ગઈ
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઇંગ્લેન્ડ ભારતમાં T20 અને ODI શ્રેણી પણ હારી ગયું હતું. ભારતે 5 ટી20 શ્રેણી 4-1થી અને 3 વનડે શ્રેણી 3-0થી જીતી હતી. બટલરની કેપ્ટનશીપ હેઠળ ટીમ સતત 7 મેચ હારી છે.
બટલરે 43 વનડેમાં કરી કેપ્ટનશીપ
2019માં ઈંગ્લેન્ડે ઈયોન મોર્ગનની કેપ્ટનશીપ હેઠળ ODI વર્લ્ડ કપ જીત્યો હતો. મોર્ગને 2022માં કેપ્ટનશીપ છોડી દીધી અને બટલરે તેમના પછી કેપ્ટનશીપ સંભાળી હતી. બટલરની કેપ્ટનશીપ હેઠળ ટીમે 2022 T20 વર્લ્ડ કપ જીત્યો અને 2024 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.
આ પણ વાંચો-ગુજરાતમાં વેચાઈ રહી છે 500-100 રૂપિયાની નકલી ચલણી નોટો? વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ