UP Video: ‘સંકટમોચન’ પોલીસે વિદ્યાર્થીને બેરહમીથી માર માર્યો, હનુમાનના નામે છોડવા બૂમો પાડી!

  • India
  • March 2, 2025
  • 0 Comments

UP Video: ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેવા લંકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસે વિદ્યાર્થીઓને ક્રૂર રીતે માર મારવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ચોકીના ઇન્ચાર્જ નવીન ચતુર્વેદી વિદ્યાર્થીના વાળ પકડી અને ગોળ ગોળ ફેરવી માર મારતા જોવા મળે છે. વિડિયોમાં દેખાય છે કે એક વિદ્યાર્થીને વાળ પકડીને જમીન પર પછાડે છે અને પછી લાકડીથી ફટકારે છે. વિદ્યાર્થીઓ પોતાની નિર્દોષતાનો દાવો કરતા રહ્યા અને ભગવાન બજરંગબલીના નામે મુક્ત કરવા બૂમો પાડી પણ પોલીસકર્મી એકનો બે ન થયો. અને વિદ્યાર્થીને માર મારતો રહ્યો. આ વિડિયો ઉચ્ચ તંત્રને ધ્યાને આવતાં ચોકીના ઇન્ચાર્જ નવીન ચતુર્વેદીને સસ્પેન્ડ કરી દીધો છે.

 બે વિદ્યાર્થી જૂથ વચ્ચે શું થયું હતુ?

મળતી માહિતી મુજબ, આ ઘટના સંકટમોચન મંદિર પાસે આવેલી પોલીસ ચોકી પર બની હતી. આ મામલો વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે થયેલી જૂની અથડામણ સાથે સંબંધિત છે, જેના સીસીટીવી ફૂટેજ પોલીસે મેળવ્યા છે. આ આધારે, પોલીસ ચોકીના ઇન્ચાર્જ નવીન ચતુર્વેદીએ એક બાજુથી કેટલાક વિદ્યાર્થીઓને પોલીસ ચોકીમાં બોલાવ્યા અને ત્યાં તેમને નિર્દયતાથી માર માર્યો હતો.

આ પણ વાંચોઃ જાતીય સતામણીના કેસમાં હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો; કહ્યું- મહિલાની દરેક વાત સાચી ન માનવી; પુરૂષોને ફસાવવાનો ટ્રેન્ડ

આરોપી પોલીસ સસ્પેન્ડ

આ ઘટનાનો વીડિયો સામે આવતાની સાથે જ લોકો પોલીસ પર ગુસ્સે ભરાઈ ગયા હતા. વારાણસી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ આ બાબતની નોંધ લીધી અને કાશી ઝોનના ડીસીપી ગૌરવ બંસલે આરોપી ચોકીના ઇન્ચાર્જ નવીન ચતુર્વેદીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે. ડીસીપીએ સ્પષ્ટપણે કહ્યું કે કોઈપણ પોલીસકર્મીને કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી અને આવી ક્રૂરતા સહન કરવામાં આવશે નહીં. ઉપરાંત, તેમણે ખાતરી આપી હતી કે આ કેસમાં અન્ય દોષિત પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાએ ફરી એકવાર પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. વિદ્યાર્થીઓ સામે પોલીસની આ ક્રૂરતા માત્ર કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરે છે એટલું જ નહીં પરંતુ સામાન્ય લોકોમાં અસુરક્ષાની લાગણી પણ પેદા કરે છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસ વહીવટીતંત્રે કડક પગલાં લેવા પડશે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.

આ પણ વાંચોઃ US-Ukraine: ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ NATOની ચિંતા કેમ વધી?, રશિયા ખુશ!

આ પણ વાંચોઃ PM મોદી જામનગરની મુલાકાતે, હાલ વનતારા પહોંચ્યા, શું વનતારા અંબાણીનો બિઝનેસ છે?

Related Posts

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ
  • August 8, 2026

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટમાં જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનની મંજૂરી સંબંધિત અરજીની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ ચર્ચા સામે આવી. જસ્ટિસ અમિત મહાજને કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે જો વારંવાર…

Continue reading
Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા
  • August 8, 2026

Rampur SP Controversy: ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) અનિલ કુમાર સિંહ સિસોદિયા ગૌહત્યા સંબંધિત એક નિવેદનમાં કથિત રીતે અપશબ્દનો ઉપયોગ કર્યા બાદ વિવાદોમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

  • August 8, 2026
  • 4 views
Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

  • August 8, 2026
  • 5 views
Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

  • August 8, 2026
  • 8 views
RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

  • August 8, 2026
  • 6 views
E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

  • August 8, 2026
  • 9 views
India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

  • August 8, 2026
  • 9 views
UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા