ભાજપ MLAએ RTIને કહ્યું ખંડણી માંગવાનું સાધન, સરકારે RTI ‘બૂઠ્ઠો’ બનાવ્યો, જાગૃત લોકોનો ભારે વિરોધ

  •  ડેટા પ્રોટેક્શન બિલના નામે RTI કાયદમાં ખેલ પડાયો?
  • સરકાર RTI કાયદને કરી છે સંકચિત

 

Gujarat: સરકારે RTI (Right to Information) કાયદમાં કેટલાક ફેરફાર કર્યા છે. જેનાથી મોટા ભાગના લોકો અજાણ છે. જાગૃત લોકો આ કાયદામાં થયેલા ફેરફાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. સરકાર મહિતી મેળવવાના અધિકાર પર તરાપ મારી રહી છે. લોકોને ભય છે કે આ કાયદામાં ફેરફેર થતાં ભ્રષ્ટાચાર વધુ થશે.  ત્યારે બીજી બાજુ સુરતના ભાજપ ધારાસભ્યએ RTI ને લઈ નવો મુદ્દો ઉભો કર્યો છે. તેમનો આરોપ છે કે સુરતમાં ખોટી રીતે લોકો માહિતી માહિતી માંગી રુપિયા પડાવે છે.

સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ કહ્યું RTI ખંડણી વસૂલવાનું હથિયાર છે. મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે. તેમણે RTI કરી ખંડણી વસૂલતા 18 લોકોમાં નામો જાહેર કર્યા છે. જો કે આ લોકો કોણ છે તે તેમણે બહાર પાડ્યું નથી.

 

સેન્ટ્રલ ઝોનમાં 18 લોકો દ્વારા 10,590 ખાનગી મિલકતોની માહિતી માંગી હતી. જે અંગે અરવિંદ રાણાએ જાહેર સંકલન બેઠકમાં RTI ના આંકડા અને 18 વ્યક્તિની વિગતો રજૂ કરી ચોંકાવનારી વિગત આપી છે. 18 લોકોએ RTI કોના ઈશારે કરી તેની તપાસ કરાવવા સંકલન સમિતીની બેઠકમાં માંગ કરવામાં આવી છે. લેખિતમાં મહાનગરપાલિકાના કમિશનરને અને લાલગેટ પોલીસ અને મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરી છે.

આ પણ વાંચોઃ PM મોદી જામનગરની મુલાકાતે, હાલ વનતારા પહોંચ્યા, શું વનતારા અંબાણીનો બિઝનેસ છે?

હાલ સરકારે RTI શું ફેરફાર કર્યો કે હોબાળો થયો છે?

બીજી બાજુ RTI કેટલાક ફેરફાર કરાયા હોવાનું સામે આવ્યુ છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલના નામે આ કલમ-44(3) હેઠળ રાઇટ ટુ ઇન્ફર્મેશન- માહિતી માગવાના અધિકારના કાયદામાં થયેલા ફેરફાર સામે એક્ટિવિસ્ટો દ્વારા ભારે વિરોધ કરી રહ્યા છે.

ડીપીડીપી અંગેના નવા કાયદા હેઠળ RTI   કાયદાની કલમ 8(1) બદલી નખવમાં આવી છે. અત્યાર સુધી કોઈ રસ્તાનું બરાબર કામ નહીં કરનારા કોન્ટ્રાક્ટરનું નામ, એજન્સીનું નામ, તેને ચૂકવાયેલી રકમ વગેરે વિગતો મળી શકતી હતી, એવી જ રીતે મનરેગામાં પણ ભ્રષ્ટાચાર કરનારા તથા શ્રમજીવીઓને થયેલી ચૂકવણાની વિગતો, રાશનકાર્ડમાં હક્કદારો, સરકારી આવાસ યોજનાઓની માહિતી આરટીઆઇ હેઠળ બહાર આવી શકતી હતી, પરંતુ હવે વ્યક્તિગત કે અંગત માહિતીને નામે આ બધી વિગતો આરટીઆઇની અરજીઓ ઉપરના ચુકાદામાં બહાર નહીં આવે, પરિણામે આરટીઆઇનો કાયદો દાંત વિનાનો અને નકામો બનાવી દેવાની ચેષ્ઠા સામે માહિતી અધિકાર પહેલ સંસ્થાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, એવું પણ જણાવાયું છે કે, આરટીઆઇ કાયદાની કલમ 8(1) અર્થહીન બનાવી દેવાથી ભ્રષ્ટાચારને વધુ પ્રોત્સાહન મળશે, કારણ કે હવે અંગત-વ્યક્તિગત માહિતીને નામ ભ્રષ્ટાચાર તંત્ર તથા એજન્સીઓના નામ બહાર જ નહીં આવે, તેથી આ મોટા ફેરફાર સામે આરટીઆઇ એક્ટિવિસ્ટો આંદોલન છેડશે.

સરકારી આવાસ યોજનાઓની માહિતી આરટીઆઇ હેઠળ બહાર આવી શકતી હતી, પરંતુ હવે વ્યક્તિગત કે અંગત માહિતીને નામે આ બધી વિગતો આરટીઆઇની અરજીઓ ઉપરના ચુકાદામાં બહાર નહીં આવે, પરિણામે આરટીઆઇ કાયદાને લૂલો બનાવી દેવાયો છે. જેથી માહિતી અધિકાર પહેલ સંસ્થાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, એવું પણ જણાવાયું છે કે RTIકાયદાની કલમ 8(1) અર્થહીન બનાવી દેવાથી ભ્રષ્ટાચારને વધુ પ્રોત્સાહન મળશે, કારણ કે હવે અંગત-વ્યક્તિગત માહિતીને નામ ભ્રષ્ટાચાર તંત્ર તથા એજન્સીઓના નામ બહાર જ નહીં આવે, તેથી આ મોટા ફેરફાર સામે  RTI   એક્ટિવિસ્ટો આંદોલન કરી શકે છે.

 

RTI શું છે?

“માહિતી અધિકારનો કાયદો – 2005 એ ભારતના સામાન્ય નાગરિકના સશક્તિકકરણમાં સૌથી મોટો ભાગ ભજવતો એક ક્રાંતિકારી કાયદો છે. જેનો ઉપયોગ આજે ભારતના છેવાડાના માનવી દ્વારા પોતાના અધિકારો સુનિશ્ચિત કરવા અને તેનું રક્ષણ કરવા માટે કરાય છે.” નાગરિક RTI કાયદા હેઠળ અધિકારી પાસે માહિતી માંગે તો 30 દિવસમાં આપવાની રહે છે. જો તે જવાબ ન આપવામાં આવે તો ઉચ્ચ અધિકારીને અપિલ કરવામાં આવે છે. તો પણ જવાબ ન મળે તો ગુજરાત માહિતી આયોગને રજૂઆત કરવામાં આવે છે.

 

આ પણ વાંચોઃ Amreli: નાની બહેનની પરિક્ષા આપતી મોટી બહેન ઝડપાઈ, કહ્યું નાની બહેનને ટાઈફોડ!

આ પણ વાંચોઃ Vadodara: વિદ્યાર્થીઓનું સભા ગાયનઃ વત્સલા પાટીલે શાસ્ત્રીય સંગીતના સૂર રેલાવ્યા

આ પણ વાંચોઃ UP Video: ‘સંકટમોચન’ પોલીસે વિદ્યાર્થીને બેરહમીથી માર માર્યો, હનુમાનના નામે છોડવા બૂમો પાડી!

 

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

  • September 19, 2026
  • 2 views
Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 5 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 7 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 9 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ