હવે ગાંધીનગરમાં લેબ ટેક્નિશિયનોનું ઉપવાસ આંદોલન, જાણો કેમ ઉપવાસ પર ઉતર્યા? |Lab Technician Movement

સરકારે કોરોનાકાળમાં કામ કરાવી પૈસા ન આપ્યા?

ચાર વર્ષથી સતત કર્મચારીઓની માગ

સરકારે નિર્ણય ન લેતાં કર્મચારીઓ આંદોલન પર

Lab Technician Movement 2025: ગુજરાતના પંચાયત લેબ ટેક્નિશિયન કર્મચારીઓએ આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલનો પ્રારંભ કર્યો છે. ગુજરાતભરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા 1400 લેબ ટેક્નિશિયનોના પ્રશ્નોનું છેલ્લા 4 વર્ષથી નિરાકરણ કરવામાં આવ્યું નથી. ત્યારે ‘પગારમાં વિસંગતતા દૂર કરો દૂર કરો’ ના નારા સાથે સરકારના આરોગ્ય વિભાગ સામે બાયો ચઢાવી છે.

તાજેતરમાં જ ગાંધીનગર જિલ્લા લેબોરેટરી ટેક્નિશિયન મંડળ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન અપાયું હતું. જેમાં લેબોરેટરી ટેક્નિશિયનને પગારમાં રહેલી વિસંગતતા દૂર કરવા કરવા સહિતની માંગણી કરી હતી. સાથે જ કોરોના મહામારી દરમિયાન 130 દિવસ સુધી સતત કામ કર્યા છતાં તેનો પગાર હજુ મળ્યો નથી. તેની ચૂકવણી કરવા પણ માગ કરાઈ હતી.

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન સામે વીરપુરમાં ભારે વિરોધ, બે દિવસ રહેશે સજ્જડ બંધ |Swami Gyanprakash

ગુજરાત પંચાયતના લેબોરેટરી ટેક્નિશિયનોએ આ અંગે છેલ્લા 4 વર્ષથી લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. જો કે સરકારના આરોગ્ય વિભાગે વાત ધ્યાને ન લેતાં કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આંદોલન દરમિયાન એક કર્મચારી ઉપવાસ પર રહેશે અને દરરોજ 200 જેટલા કર્મચારીઓ પ્રતીક ઉપવાસમાં જોડાશે. જો સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો 11 માર્ચે સત્યાગ્રહ છાવણીથી સચિવાલય સુધી રેલી યોજવાની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચોઃ અપંગ પતિને પીઠ પર ઉપાડીને પત્ની CMO ઓફિસ પહોંચી, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચોઃ Surat: સિવિલ હોસ્પિટલમાં 17 વર્ષિય બાળકનું મોત, હોસ્પિટલ પર શું લાગ્યા આક્ષેપ?

આ પણ વાંચો: BHARUCH: લગ્નમાં બેન્ડના અવાજથી ભેંસ ભડકી, વર પરણવા જાયે તે પહેલા વરઘોડામાં મારામારી

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

  • September 21, 2026
  • 2 views
Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

  • September 21, 2026
  • 4 views
Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

Meghalaya HIV Cases: મેઘાલયમાં 2010 પછી HIV કેસોમાં 58.74% વધારો, સરકારની નીતિ પર સવાલ

  • September 21, 2026
  • 6 views
Meghalaya HIV Cases: મેઘાલયમાં 2010 પછી HIV કેસોમાં 58.74% વધારો, સરકારની નીતિ પર સવાલ

Siang Multipurpose Project: અરુણાચલમાં સિયાંગ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસનો વિરોધ, સુરક્ષા તૈનાતીથી લઈને ₹1,270 કરોડની CBI તપાસ સુધી પેમા ખાંડુ સરકાર પર સવાલ

  • September 21, 2026
  • 4 views
Siang Multipurpose Project: અરુણાચલમાં સિયાંગ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસનો વિરોધ, સુરક્ષા તૈનાતીથી લઈને ₹1,270 કરોડની CBI તપાસ સુધી પેમા ખાંડુ સરકાર પર સવાલ

Manipur Kuki Zo Council Demands: Kuki-Zo કાઉન્સિલે મણિપુરની વહીવટી વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ, રાષ્ટ્રપતિ શાસનની ફરી માંગ

  • September 21, 2026
  • 7 views
Manipur Kuki Zo Council Demands: Kuki-Zo કાઉન્સિલે મણિપુરની વહીવટી વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ, રાષ્ટ્રપતિ શાસનની ફરી માંગ

Youth Unemployment India: દેશના 250 જિલ્લાઓમાં 25%થી વધુ યુવાનો NEET, સરકારી સર્વેમાં રોજગાર અને શિક્ષણ અંગે ચિંતાજનક સ્થિતિ

  • September 21, 2026
  • 14 views
Youth Unemployment India: દેશના 250 જિલ્લાઓમાં 25%થી વધુ યુવાનો NEET, સરકારી સર્વેમાં રોજગાર અને શિક્ષણ અંગે ચિંતાજનક સ્થિતિ