ગુજરાતનું ભવિષ્ય કુપોષિત; રાજ્ય સરકારના ‘કુપોષણમુક્ત ગુજરાત’ના દાવા માત્ર દંભ

  • ગુજરાતનું ભવિષ્ય કુપોષિત; સરકારના કુપોષણમુક્ત ગુજરાતના દાવા માત્ર દંભ

વિકાસ મોડલ એવા ગુજરાતનું ભવિષ્ય કૂઠિત થઈ છે. ગુજરાતમાં કુપોષણના આંકડા ચોંકાવનારા છે. બિહાર કે અન્ય પછાત રાજ્યમાં કુપોષણના આંકડાઓ મોટા પ્રમાણમાં આવે તો એટલો બધો ઝાટકો લાગતો નથી. પરંતુ ગુજરાત મોડલની મસમોટી વાતો કરીને કેન્દ્રની સત્તા સુધી પહોચેલા મોદીના ગુજરાતમાં જ બાળકોની હાલત દયનિય હોય તો પ્રશ્ન ઉભો થાય તે સ્વભાવિક છે.

ગુજરાતમાં કુપોષણને લઈને આંકડાઓ પણ આપવાથી ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે ગુજરાતમાં કુપોષણ બાળકોના આંકડાઓ સામે આવી રહ્યાં છે. કુપોષણમુક્ત ગુજરાત’ના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે પરંતુ આંકડાઓ તો કંઈક અલગ જ વરવી ચિત્ર દર્શાવી રહ્યું છે.

પોતે સરકારે આપેલા આંકડાએ સમગ્ર અભિયાનની પોલ ઉઘાડી પાડી દીધી છે. ગુજરાતમાં કુપોષણનું ચિત્ર ચિંતાજનક છે. તેનું કારણ એ છે કે, સમૃદ્ધ ગુજરાતમાં દૂબળા પાતળા કુપોષિત બાળકોની સંખ્યા વધુ છે. વિધાનસભા ગૃહમાં સરકારે જ માહિતી રજૂ કરી છે કે, કુપોષણ નાબૂદી પાછળ છેલ્લાં બે વર્ષમાં રૂ. 509 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ છતાંય ગુજરાતમાં આજે પણ 5.40 લાખ બાળકો કુપોષિત છે.

આ પણ વાંચો- વધુ એક પત્ની પીડિત પતિએ પત્ર લખીને જીવન ટૂંકાવ્યું; પત્ની માટે લખતો ગયો કવિતા

રાજ્યમાં આજે પણ હજારો કુટુંબો એવા છે જેમને પૂરતો આહાર મળતો નથી. સગર્ભા માતા કુપોષણયુક્ત આહારથી વંચિત રહી છે. વધતાં જતાં કુપોષણ માટે ગરીબી પણ એટલી જ જવાબદાર છે. મહત્ત્વની વાત એ છે કે, કુપોષણ નાબુદી માટે રાજ્ય સરકાર મમતા અભિયાન, કુપોષણમુક્ત ગુજરાત, નમો શ્રી યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ, માતૃવંદના સહિત ઘણી યોજનાઓ અમલમાં છે તેમ છતાંય કુપોષણ કાબુમાં લઈ શકાયું નથી.

સગર્ભાઓને પોષણયુક્ત આહાર આપીને સરકાર દર વર્ષે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે તેમ છતાંય ખાસ કરીને આદિવાસી-પછાત જિલ્લાઓમાં કુપોષિત બાળકોની સંખ્યા વધુ છે. જો કે, સરકારે દાવો કર્યો છે કે કુપોષિત બાળકોની સંખ્યામાં દોઢ લાખનો ઘટાડો થયો છે પણ વાસ્તવિકતા એ છે કે, સાબરકાંઠા, પંચમહાલ, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં કુપોષિત બાળકોની સંખ્યા વધુ છે. માત્ર દસેક જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા 1,73,514 છે.

સરકારે સ્વીકાર્યું કે, જાન્યુઆરી-2025 સુધી ગુજરાતમાં કુલ મળીને 5,40,303 બાળકો કુપોષિત છે. ગ્રોથ એન્જિન ગણાતાં ગુજરાતમાં કુપોષણની સમસ્યા પર કાબુ મેળવી શકાયો નથી. સરકારે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, કુપોષણ નાબુદી માટે વર્ષ 2023-24માં રૂ. 264 કરોડ જ્યારે વર્ષ 2024-25માં રૂ. 245 કરોડનો ખર્ચ કર્યો છે. આટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો તેમ છતાં લાખો બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. એ જ દર્શાવે છે કે, કુપોષણ નાબુદી માટેની સરકારી યોજના માત્ર નામ પૂરતી જ રહી છે.

આ પણ વાંચો- ચીનને એકાએક ભારતની દોસ્તી યાદ આવી, કહ્યું- ‘ડ્રેગન-હાથી સાથે મળીને દુનિયા બદલી શકે છે’

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

  • September 19, 2026
  • 2 views
Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 7 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 9 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ