Surat Suicide: દેવા ડૂબેલા પરિવારનો આપઘાત, માતા-પિતા અને પુત્રએ ઝેરી દવા પીધી

Surat Suicide: ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસ સતત અભિયાનો ચાલવી રહી છે. જોકે આ વ્યાજખોરો બાઝ આવતાં નથી. સાથે સાથે સમૃધ્ધ ગુજરાત સાજ્યના બણગા ફૂકતી સરકાર મોંઘવારીને કાબૂમાં લઈ શકતી નથી. જેથી લોકો ઊંચા દરે લોન લેવા મજબૂર બને છે. અંતે વ્યાજ ન ભરી શકતાં આપઘાત કરવાનો વારો આવે છે. કેટલીકવાર લોન પૂરી કરી દેતાં હોવા છતાં વ્યાજખોરો વધુ નાણાંની માગણી કરી માનિસક ત્રાસ ગુજારે છે. અંતે એક વ્યક્તિ અને તેનો પરિવાર સામૂહિક આપઘાત કરવા મજબૂર બને છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે.

માતા-પિતા અને પુત્રએ ઝેરી દવા પીધી

સુરત શહેરમાં પરિવારના ત્રણ લોકોએ આપઘાત કરી લીધો છે. અહીં શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવી જીંદગી ટૂંકાવી લીધી છે.

હીરા ઉદ્યોગમાં મંદી આવતાં થયુ દેવું?

મળતી પ્રાથમિક માહિતી મુજબ પિતા-પુત્ર હીરા ઉદ્યોગમાં કામ કરતાં હતા.  જો કે હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે આર્થિક સંકડામણનો ભોગ બનવું પડ્યું હતું. પરિવારે થોડા સમય પહેલાં ફ્લેટ લીધો હતો. જેના ચાર હપ્તા ચઢી ગયા હતાં. આ સિવાય રોજગાર છીનવાઈ જવાના કારણે અન્ય જગ્યાએથી પણ પૈસા ઉધાર લીધા હતાં. આ તમામ આર્થિક સંકડામણમાં ફસાઈ જવાના કારણે ભરતભાઇ સસાંગિયા (પુત્ર), વનિતા સસાંગિય (પત્ની) અને પુત્ર હર્ષ સસાંગિયાએ આ પગલું ભર્યું હતું. ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતાં હોવાથી કંટાળીને આપઘાત કરી લીધો છે.

અમરોલી પોલીસે તપાસ હાથ ધરી

આપઘાત બાદ પરિવારના લોકોને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા તેમને ડોક્ટરની ટીમ દ્વારા મૃત જાહેર કરાયા હતા. સમગ્ર મામલે જાણ થતાં અમરોલી પોલીસ દોડી આવી હતી. હાલ સ્યુસાઈડ નોટ કબજે કરી ઉઘરાણી કરતાં લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. સ્યુસાઈડ નોટમાં હેરાન કરતાં લોકોના નામ લખ્યા હોવાની માહિતી મળી રહી છે.

 

આ પણ વાંચોઃ Gir Somanath: દિનુ બોઘાએ પોતે કરેલા દબાણો દૂર કરવા બૂલડોઝર લઈ પહોંચ્યા?, શું છે કારણ?

આ પણ વાંચોઃ Bhavnagar raging: સિનયરોએ 3 ઈન્ટર્નશીપ કરતાં જૂનિયર ડોક્ટરોને માર માર્યો, હોસ્પિટલમાં દાખલ, જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચોઃ Kheda: કપડવંજ-આતરસુંબા રોડ પર અકસ્માત, બે લોકોના મોત, મૃતકો ક્યાંના?

આ પણ વાંચોઃ Haryana: સ્કૂલ બસની બંન્ને વ્હિલ 3 વર્ષની બાળકી પર ફરી વળ્યા, સ્કૂલે જતાં ભાઈની પાછળ ગઈ હતી

 

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 3 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 4 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 4 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 7 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 6 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

  • February 2, 2026
  • 4 views
Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો