
Gandhinagar: ગુજરાતભરના આરોગ્યકર્મીઓ છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. તેમની માંગણી વર્ષોથી ન સંતોષતાં હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ત્યારે આજે તેણે કહ્યું સરકરા કહીને ખસી જાય છે. માટે ઠરાવ થશે ત્યારે જ આંદોલન ખતમ થશે.
ગઈકાલે ગાંધનીગરમાં પહોંચેલા 1000થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરાઈ હતી. ગુરૂવારે સાંજે 7:30 વાગે આંદોલનકારીઓએ મીણબત્તી વડે પ્રકાશ કરી ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકાર સામે વિરોધ કર્યો હતો. બીજી બાજું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ કે આરોગ્યકર્મીઓ માગણી ગેરવેજબી છે. બધી વહીવટી માગ વિચાર્યા વગર સ્વીકારી ન લેવાય. આ નિવેદન બાદ આરોગ્યકર્મીઓમાં વધુ રોષ ભભૂક્યો છે.
આરોગ્યકર્મીઓ પોતાની માગ પર અડગ છે. સરકારને કડક શબ્દોમાં કહી દીધું છે કે ‘જ્યાં સુધી ઠરાવ નહી થાય, ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. પડતર માંગો ન સંતોષાતા આરોગ્યકર્મીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
બીજી બાજુ સમાચાર મળી રહ્યા છે કે આરોગ્યકર્મીઓ ફસાઈ શકે છે. કારણ કે સરકાર આંદોલન કરતાં ફિક્સ પગારના કર્મચારીઓની સેવા સમાપ્તિ થઈ શકે છે. સરકાર તારણ આપી રહી છે કે તેઓ આંદોલન કરી દર્દીઓની જીંદગીને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.
આ પણ વાંચોઃ Gujarat: મુખ્યમંત્રી કહે છે પહેલા અરજદારનું કામ કરો! તો નડિયાદમાં મહિલાને 25 ધક્કા કેમ ખડાવ્યા?
આ પણ વાંચોઃ Gujarat: મુખ્યમંત્રી કહે છે પહેલા અરજદારનું કામ કરો! તો નડિયાદમાં મહિલાને 25 ધક્કા કેમ ખડાવ્યા?
આ પણ વાંચોઃ ગુજરાત હાઇકોર્ટને મળ્યા 8 નવા ન્યાયાધીશો, કોને મળ્યું સ્થાન? | Gujarat High Court