વલસાડમાં લૂંટને અંજામ આપી કાશીમાં બની બેઠો સંત, આ ભગવાધારીની 21 વર્ષે ધરપકડ | Valsad Crime

Valsad Crime: ઘણીવાર આરોપીઓ પોતાની કરતૂતો છૂપાવવા અનેક પેંતરા અપનાવતાં હોય છે. જો કે આવા આરોપીઓનો કોઈને કોઈ દિવસ પાપનો ઘડો ફૂટી જાય છે.  તેવી જ એક ઘટના વલસાડમાંથી બહાર આવી છે. વલસાડમાં 21 વર્ષ પહેલા લૂંટને અંજામ આપનારો શખ્સ પોતાની કરતૂતને છૂપાવવા ઉત્તર પ્રદેશના કાશીમાં સંત બની બેઠો હતો. જો કે પોલીસે કાશીમાંથી આરોપીને ભગવા કપડાંમાં ઝડપી પાડ્યો છે.

આજથી 21 વર્ષ પહેલા વર્ષ 2004માં લૂંટના ગુનામાં 4 આરોપીઓ નાસતાં ફરતાં હતા. જેમાંથી બે આરોપીઓ ઝડપાયા હતા. જ્યારે ઝડપાયેલા લોકોની પૂછપરછ કરતાં અન્ય આરોપી આનંદ તિવારી નામાનું પગેરુ મળ્યું હતુ. જે બાદ પોલીસ ઉત્તર પ્રદેશના કાશીમાં પહોંચી હતી. આરોપી કાશીમાં નામ બદલીને રહેતો હતો. કાશીમાં ચોર શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ બની બેઠો હતો.

21 વર્ષ પહેલા વલસાડના ભીલાડ પોલીસ સ્ટેશન નજીક આનંદ શિવ પૂજન તિવારીએ તેના અન્ય ત્રણ મળતિયાઓ સાથે ચપ્પુ, રિવોલ્વર અને અન્ય શસ્ત્રો સાથે 23,500ની લૂંટ કરી હતી. લૂંટ બાદ તેઓ ફરાર થઈ ગયા હતા, જેમાં મુખ્ય કાવતરાખોર આનંદ શિવ પૂજન તિવારી ઉર્ફે આનંદ તિવારી વર્ષોથી ફરાર હોવાનું જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમને ધ્યાને આવ્યું હતુ.

જે બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં બે આરોપીઓને પહેલા ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતુ. કે આરોપી આનંદ તિવારી કાશીમાં સંત બનીને આશ્રમ ચલાવી રહ્યો છે. જે બાતમી આધારે ભિલાડ પોલીસ મથકના 4 પોલીસ જવાનો ઉત્તરપ્રદેશના કાશી પહોંચ્યા હતા. જ્યા તેમને વેશ પલટો કરી તપાસ હાથ ધરી હતી. આ ટીમે ત્રણથી ચાર દિવસ તપાસ કરી હતી.

જે બાદ પોલીસે કાશી ખાતે શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ નામ ધારણ કરી સંત બની રહેતા આરોપી આનંદ તિવારીને ઝડપી પાડ્યો હતો. હાલ 21 વર્ષે ઝડપાયેલા આરોપીને વલસાડ લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે. સાથે સાથે 21 દરમિયાન તેણે બીજા કોઈ ગુના કર્યા છે કે નહીં તે પણ તપાસ કરવામાં આવશે. આ આનંદ તિવારી કુંભ મેળામાં પણ ગયો હોવાની પોલીસે જણાવ્યુ છે.

Related Posts

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
  • July 30, 2026

AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 5 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 6 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 7 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 7 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 9 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 7 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી