
Dwarka: તાજેતરમાં જ વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી જ્ઞાનપ્રકાશએ જલારામ બાપા અંગે ખોટી ટીપ્પણી કરતાં વીરપુરમાં છૂપાઈને માફી માગવા જવું પડ્યું હતુ. ત્યારે હવે સ્વામિનારાયણ સંપ્રદાયનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સ્વામિનારાયણ સંસ્થાના એક સ્વામીએ દ્વારકાધીશને લઈ નવો વિવાદ ઉભો કર્યો છે. સ્વામિનારાયણના પુસ્તકમાં ભક્તોને દ્વારકાને બદલે વડતાલ મોકવાની વાત કરવામાં આવી હોય તેવું પુસ્તક પરથી જણાઈ આવતાં ભારે વિરોધ થયો છે. દ્વરકામાં આજે (25 માર્ચે) રેલી કાઢી સ્વામિનારાયણના સ્વામીઓનો વિરોધ કરવામાં આવ્યો છે. વિવાદીત લખાણ હટાવવા બે દિવસનું અલ્ટીમેટમ આપમાં આવ્યું છે.
સ્વામિનારાયણના સ્વામીઓ હવે વિવાદીત લખાણો, નિવેદનો આપવા ટેવાઈ ગયા છે. જેથી હવે હિંદુ સમાજ રોષે ભરાયો છે. સ્વામિનારાયણના સ્વામીઓ કંઈને કંઈ નવો વિવાદ ઉભો કરે છે. ત્યારે હવે એક પુસ્તકમાં એવું લખાણ લખવામાં આવ્યું છે કે દ્વારકાના પૂજારીઓ, હિંદુ ભક્તોએ રેલી યોજી લખાણ હટાવવા અને માફી માગવા માગ કરી છે. આજે રેલી યોજવામાં આવી હતી. સાથે જ હિંદુ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને માફી માગવા માટે 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.
આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર મંદિરે જઈ જલારામ બાપાની માફી માગી| Swami Gyanprakash
સ્વામિનારાયણના પુસ્તકમાં શું લખ્યું છે?
સ્વામિનારાયણ સંપ્રદાયના ‘શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુશ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો’ નામના પુસ્તકની વાર્તા નંબર 33માં દ્વારકા વિશેના કથિત વિવાદાસ્પદ ઉલ્લેખને કારણે વિવાદ થયો છે. “સ્વામી ! મારા કુટુંબીઓ કુસંગી છે અને દ્વારિકાની યાત્રાએ જવાનું કહે છે તેનું મારે કેમ કરવું ? ત્યાં મને ભગવાન દર્શન આપશે ?’ ત્યારે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, ‘ત્યાં હવે ભગવાન ક્યાંથી હોય? જે તમારે પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન કરવાં હોય તો વડતાલ જાઓ. ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન તમારા મનોરથ પૂર્ણ કરશે.’
સ્વામીશ્રીની અનુમતિ લઈ આબાસાહેબ નીકળ્યા તો ખરા પણ સગાંવહાલાં જે કુસંગી હતાં તેમણે દ્વારિકા જવા માટે ખૂબ ટંટો કરી આગ્રહ કર્યો, છેવટે તેમણે દ્વારિકા તરફ પ્રયાણ કર્યું અને દરિયા કિનારે જઈ વહાણમાં બેઠા ત્યારે થોડા સમય બાદ દરિયામાં પ્રચંડ વાવાઝો ઊપડ્યું, તેમાં વહાણ પણ ચકડોળે ચડ્યું અને જોતજોતામાં બૂડી પણ ગયું. બૂડતાં બૂડતાં આબાસાહેબે વિચાર્યું કે, “સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ મને વચન કહ્યું હતું તે મેં ન માન્યું તેથી મારે આ કષ્ટ આવી પડ્યું.” એમ કહી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ એમ ભજન કરવા માંડ્યા. ત્યારે દયાસાગર શ્રી સ્વામિનારાયણ ભગવાને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સાથે બાબાસાહેબને દિવ્ય તેજીમય દર્શન આપી કહ્યું, ‘આ લાકડાનો કટરો છે તે તમે હાથમાં પકડી રાખો એટલે દરિયો પાર કરી શકશો. તમારા કુટુંબીઓ તો તમારા પૂર્વ જન્મના વેરી છે તેથી તમને અવળે માર્ગે લઈ ચાલ્યા હતા પણ તમે અમારા ભક્ત છો તેથી રક્ષા કરી.’ એમ કહી અદ્શ્ય થઈ ગયા.
ઉપરોક્ત લખાણવાળું પુસ્તક સામે આવતાં હિંદુ ધર્મના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે .
આ પણ વાંચોઃ ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં કહી દીધુ, PoK ખાલી કરવું પડશે, વાંચો વધુ
આ પણ વાંચોઃ કોમેડિયન કુણાલ કામરાના ગીત પર મહારાષ્ટ્ર સરકારની તાનાશાહી, એક ગીત સહન ન કરી શકી | Kunal Kamra







