
Kheda: ખેડા જીલ્લા હવે નકલી વસ્તુઓનો હબ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષે કંઈકને કંઈ વસ્તુઓ નકલી ઝડપાઈ રહ્યું છે. ત્યારે હવે નડિયાદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સલુણ તળપદ ગામે મોટી કાર્યવાહી કરી 3100 કિલોથી વધુ નકલી ઝડપી પાડ્યું છે. તંત્રએ શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી નકલી ઘી પકડ્યું છે. ઉલ્લેખનયી છે અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી નકલી ઘી ઝડપાયું હતુ. જો કે ફરી આ ફેકટરી કોના સહારે ધમધમી રહી હતી તે પણ સવાલ છે.
નડિયાદ-ડાકોર રોડ પર સલુણ ગામમાં આવેલી “ક્ષેમ કલ્યાણી મિલ્ક પ્રોડક્ટ” નામની ફેક્ટરીમાંથી મોટી માત્રામાં નકલી ઘી ઝડપાયું છે. નડિયાદના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડી નકલી ઘી ઝડપી પાડ્યું છે. જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ હાથ ધરીને 3100 કિલોથી વધુ ભેળસેળયુક્ત ઘી જપ્ત કર્યું છે. આ ઘટના માર્ચ 26, 2025ના રોજ સામે આવી હતી, અને તેમાં બટર ઓઈલ અને ઘીના ફ્લેવરનો ઉપયોગ કરીને ભેળસેળ કરવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ કેસમાં પેઢીનું FSSA લાઈસન્સ તાત્કાલિક રદ કરવામાં આવ્યું હોવાની વિગતો મળી રહી છે અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફેક્ટરીમાંથી 1500 કિલો ઘી (રૂ. 5.25 લાખ), 1600 કિલો બટર ઓઈલ (રૂ. 3.5 લાખ) અને 1 લિટર ઘીની ફ્લેવર (રૂ. 3600) જપ્ત કર્યા છે. ઝડપાયેલા મુદ્દામાલની રકમ લગભગ રૂ. 8.75 લાખ આંકવામાં આવી છે. હાલ ફેક્ટરી વિરુધ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
2023 માં પણ આ જ ફેક્ટરી નકલી ઘી બનાવતી ઝડપાઈ હતી.
ઉલ્લેખનીય છે ક્ષેમ કલ્યાણી મિલ્ક પ્રોડક્ટમાંથી 2023 સપ્ટેમ્બરમાં પણ નકલી ઘી ઝડપાયુ હતુ. ત્યારે ફરીથી આ ફેક્ટરી કેવી રીતે શરૂ થઈ ગઈ તે મોટો સવાલ ઊભો થયો છે. કોના ઓથા હેઠળ ફેકટરી ધમધમી રહી છે. તંત્ર શું કરી રહ્યું હતુ? તે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચોઃ હવે દ્વારકાધીશ અંગે સ્વામી નીલકંઠ ચરણદાસજીની ખોટી ટિપ્પણી, મોગલ ધામના મણિધરબાપુ રોષે | Dwarkadhish
આ પણ વાંચોઃ Vyara: બોલો અહીં ખેડૂતોએ ખેતરમાં જવા ટોલ ચૂકવવો પડે છે, ભારે વિરોધ (VIDEO)
આ પણ વાંચોઃ US: ટ્રમ્પના અધિકારીઓની મોટી ભૂલ, એપમાંથી ગૃપ્ત માહિતી લીક, જુઓ VIDEO
આ પણ વાંચોઃ Gandhinagar: 2100થી વધુને છૂટા કર્યા પણ આરોગ્ય કર્મચારીઓ અડગ, હડતાળનો 11મો દિવસ