
Tourist Submarine sank in the Red Sea: આજે ગુરુવારે સવારે ઇજિપ્તના લાલ સમુદ્ર શહેર હુરઘાડાના કિનારે એક પ્રવાસી સબમરીન ડૂબી જતાં 6 લોકોના મોત થયા છે જ્યારે 29 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 9માંથી 4 લોકોની હાલત નાજૂક છે. તેમને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. સબમરીનમાં 44 પ્રવાસીઓ સવાર હતા. સબમરીનનું નામ સિંદબાદ હતુ.
અધિકારીઓએ ઘટનાસ્થળની નજીકના દરિયાકાંઠે ઘણી એમ્બ્યુલન્સ મોકલી હતી, અને દરિયા કિનારાના લોકપ્રિય સ્થળ હુરઘાડામાં ઈમરજન્સી જાહેર કરી હતી. સ્થાનિક મીડિયા અનુસાર આ સબમરીન ઘણા વર્ષોથી લોકો મુસાફરી કરી રહ્યા હતા.
આ એક ટૂરિસ્ટ સબમરીન હતી
સિંદબાદ નામની આ ટુરિસ્ટ સબમરીન ઘણા વર્ષોથી લોકોને પાણીની અંદરની દુનિયાનો પ્રવાસ કરાવી રહી હતી. તે પ્રવાસીઓને લાલ સમુદ્રની અંદર 25 મીટર (82 ફૂટ) ની ઊંડાઈ સુધી લઈ જતી હતી. જ્યાં પ્રવાસીઓ 500 મીટરના પરવાળાના ખડકો અને પાણીની અંદરની દુનિયા જોઈ શકતા હતા.
આ પણ વાંચોઃ Kheda: ફરી ઝડપાયો નકલી ઘીનો વેપલો, તંત્ર બેદરકાર, કોના સહારે બીજીવાર ફેક્ટરી ધમધમતી થઈ?
આ પણ વાંચોઃ હવે દ્વારકાધીશ અંગે સ્વામી નીલકંઠ ચરણદાસજીની ખોટી ટિપ્પણી, મોગલ ધામના મણિધરબાપુ રોષે ભરાયા | Dwarkadhish
આ પણ વાંચોઃ Vyara: બોલો અહીં ખેડૂતોએ ખેતરમાં જવા ટોલ ચૂકવવો પડે છે, ભારે વિરોધ (VIDEO)
આ પણ વાંચોઃ US: ટ્રમ્પના અધિકારીઓની મોટી ભૂલ, એપમાંથી ગૃપ્ત માહિતી લીક, જુઓ VIDEO