Surendranagar: શહેરમાં પીવાના પાણી મુદ્દે ઘમાસાણ, AAP નેતાએ તંત્રને આડે હાથ લીધું!

Surendranagar:  સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલા સંત સવયાના સોસાયટી અને ઠાકર નગર સહિતના રહીશોને પીવાનું પાણી અનિયમિત અને અપૂરતું મળતા આક્રોશ સાથે મહાનગરપાલિકા ખાતે કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં AAP નેતા અમૃત મકવાણા, રાજુ કરપડા, કમલેશ કોટેચા, દિપક ચિહલા, સતીશ ગમારા સહિત આગેવાનો ઉપસ્થિત રહીં પાણી નિયમતિપણે આપવા રજૂઆત કરી હતી. જો કે આ વચ્ચે તંત્રએ પોલીસને બોલાવી લીધી હતી. રાજુ કરપડા કહ્યું કે અધિકારીઓ કંઈ સાંભળતાં જ નથી. તેઓ પોલીસને અમારી સાથે ઘર્ષણ કરાવે છે.

સુરેન્દ્રનગર મનપામાં મહિલાઓ, પુરુષો સહિત AAP નેતાઓએ ડોલ, બેડા સાથે પ્રદર્શન કરી વાસ્તવિકતા બતાવવાના પ્રયત્નો કર્યો હતો. પોલીસને આગળ કરી તંત્રએ વિરોધ પ્રદર્શનને રોકવાના પ્રયાસ કર્યા હતા. જો કે લોકો વિરોધ ચાલુ જ રાખ્યો હતો. આ દરમિયાન ભારે ઉહાપોહ મચ્યો હતો.

AAPના રાજુ કારપડાએ આક્ષેપ કર્યા છે કે પાણીના ટાંકા પરથી બારોબાર ટેન્કરો વેચાઈ રહ્યા છે, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ બેફામ પાણીની ચોરી કરી રહ્યા છે જેના કારણે ગરીબોના ઘર સુધી પૂરતું પાણી પહોંચતું નથી. અધિકારીઓ કોઈનું સાંભળતાં નથી.

ગરીબોએ રહેવા માટે કરેલી ઝૂંપડીઓ પાડવા દબાણોનું લિસ્ટ તૈયાર થયું પરંતુ કેટલા ઘરે પાણી પહોંચતું નથી. રાજુ કારપડાએ તંત્રને સવાલો કર્યા છે કે ગટરો ઉભરાય છે, રસ્તા તૂટેલા છે એ લિસ્ટ ક્યારે તૈયાર થશે?

બીજી તરફ હવે સુરેન્દ્રનગરના શહેરીજનો પાણીની સમસ્યાને લઈ લડી લેવાના મૂડમાં છે. લોકો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. મનપા નિયમિત જલ્દી પાણી આપે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફથી શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ-નિફ્ટી 1.5 ટકાથી વધુ ઘટીને બંધ

આ પણ વાંચોઃ PM પદ માટે CM યોગીએ આપ્યું મોટું નિવેદન, શું કહ્યું?

આ પણ વાંચોઃ Deesa: ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ: મૃતકોની સંખ્યા 18 પર પહોંચી, અનેક મજૂરો ગંભીર

આ પણ વાંચોઃ પાયલ ગોટી પ્રકરણની PM મોદીને જાણ કરાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી કૌશિક વેકરીયાને છાવરે છે?

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

  • June 20, 2026
  • 2 views
Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

  • June 20, 2026
  • 6 views
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 9 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 4 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 11 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 8 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો