પાયલ ગોટી પ્રકરણની PM મોદીને જાણ કરાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી કૌશિક વેકરીયાને છાવરે છે?

 અમરેલીમાં પાયલ ગોટી સાથે લેટરકાંડમાં અત્યાચાર મુદ્દે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. AAP નેતા અને બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિ સતાસીયાએ વડાપ્રધાનને પત્ર લખી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના માનિતા અને શંકાસ્પદ લોકોને છાવરતાં હોવાનો આક્ષેપ કર્યો છે. જેથી તટસ્થ તપાસ થાય  અને ગૃહમંત્રી અને કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટ કરવા  માગ વડાપ્રધાન પાસે કરી છે.

પાયલ ગોટી પ્રકરનો મુદ્દો ફરીએકવાર ઉછળો છે. પાયલ ગોટી પ્રકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિ સતાસીયાએ મોદીને લખી આક્ષેપ કર્યા છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી શંકાસ્પદ લોકોને છાવરી રહ્યા છે. સંઘવીએ વિધાનસભાના બજેટ સત્રમાં કૌશિક વેકરીયાને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. જેથી કૌશિક વેકરીયાને છાવરી રહ્યા હોવાના આક્ષેપ થયા છે. હર્ષ સંઘવી કૌશિક વેકરીયાને બચાવવા માંગતા હોવાનો કાંતિ સતાસીયાએ આક્ષેપ કર્યા છે.

અમરેલી એસ.પી. સીટની રચનાનો પણ રિપોર્ટ આવ્યો નથી. FSL રીપોર્ટ જાહેર થયો નથી. અનેક બાબતો હાઇકોર્ટમાં ન્યાય માટે પેડિંગ છે ત્યારે ધારાસભ્યો અને ગૃહમંત્રી ગૃહમાં નિવેદન પાયલ ગોટી મુદ્દે નિવેદનો આપી રહ્યા છે. કાંતિ સતાસીયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી પાયલ ગોટી પ્રકરણમાં સંડોવાયેલ હોય તેવી શંકાઓ વ્યક્ત કરી છે. જેથી માંગ કરી છે કે ગૃહમંત્રી અને કૌશિક વેકરીયાનો નાર્કોટેસ્ટ કરવામાં આવે, અને તપાસ કેન્દ્રીય એજન્સી CBIને સોંપવામાં આવે.

કાંતિ સતાસીયાએ વડાપ્રધાનને પત્ર લખી પાયલ ગોટી મુદ્દે રજૂઆત કરતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

પાયલ ગોટીની કરવામાં આવી હતી ધરપકડ 

પાયલ ગોટીનો કેસ   2024માં થયો હતો, જ્યારે એક ખાનગી પત્ર (લેટર) લીક થયો હતો, જેમાં કથિત રીતે અમુક રાજકીય અને સામાજિક વ્યક્તિઓ વચ્ચેના સંબંધો અને વ્યવહારોની વાતો હતી. આ પત્રને લઈને રાજકીય ઉથલપાથલ  મચી ગઈ હતી. આ ઘટનામાં પાયલ ગોટી અને અન્ય એક વ્યક્તિ, મનીષ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે પાયલે આ પત્ર ફેલાવવામાં ભૂમિકા ભજવી હતી, જેનાથી સામાજિક અને રાજકીય અશાંતિ ફેલાઈ.

ત્યાર બાદ પાયલની રાત્રે પોલીસે ધરપકડ કરી હતી.  પાયલમાં પોલીસ મથકમાં માર મારવામાં આવ્યો હતો.  અને તેનું જાહેરમાં “સરઘસ” કાઢવામાં આવ્યું હતુ. પોલીસે આને “રિકન્સ્ટ્રક્શન” (ઘટનાનું પુનર્નિર્માણ) ગણાવ્યું, પરંતુ પાયલે અને પાટીદાર સમાજે તેને અપમાનજનક ગણાવ્યું હતુ.
જાન્યુઆરી 2025માં, પાયલે અમરેલીના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને તાલુકા મામલતદાર સમક્ષ નિવેદન આપ્યું. તેણે જણાવ્યું કે પોલીસે તેને એક રૂમમાં બેસાડી રાખી હતી, અને તેની સામે મનીષ ગોસ્વામીને માર મારવામાં આવતો હતો. આનાથી તેના પર માનસિક દબાણ લાવવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ છે

 

 

આ પણ વાંચોઃ દુષ્કર્મના આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસના જામીન રદ, સ્વામી વિદેશમાં છે ફરાર | Dharmaswarupdas

આ પણ વાંચોઃ Rajkot ના નિત્યસ્વરૂપે કેમ માફી માગવી પડી? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે શું બફાટ કર્યો હતો?

આ પણ વાંચોઃ jharkhand: બે માલગાડીઓ અથડતાં ઉથલી પડી, લાગી આગ

આ પણ વાંચોઃ ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રાની બળાત્કારના કેસમાં ધરપકડ, 4 વર્ષ સુધી દુષ્કર્મ, ગર્ભપાત કરાવવા દબાણ કરતો! | Sanoj Mishra

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

  • September 17, 2026
  • 3 views
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 5 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 11 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani