આણંદના ભાજપ નેતાનો પુત્ર વડોદરમાં દારુ પીતા ઝડપાયો, મિત્રો સાથે ચાલુ કારમાં દારૂ પાર્ટી માણી | Vadodara

Vadodara Police Arrest BJP Leader’s son: વારંવાર ગુજરાતમાંથી દારુની રેલમછેલ ઝડપી હોય છે. ત્યારે ગુજરાતમાં માત્ર નામની જ દારુબંધી રહી છે. પોલીસ પણ પમરી કામગીરી કરીને આરોપીઓને છોડી રહી છે. જેથી અપરાધિક પ્રવૃતિઓ ગુજરાતમાં વધી ગઈ છે. ત્યારે આણંદ ભાજપ નેતાનો પુત્ર વડોદરામાં દારુ પાર્ટી માણતો મિત્રો સાથે ઝડપાઈ જતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે કુલ 4 આરોપી વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
અકોટા વિસ્તારમાં કારમાં દારૂની મહેફિલ માણતા આણંદના ભાજપના નેતા, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર દિલીપ ડી. પટેલના પુત્ર હિરેન પટેલ સહિત 3 મિત્રોને ઝડપી લેવાામાં આવ્યા છે. કારમાંથી આઈસ બોક્સ, દારૂ અને બિયરની બોટલો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ભાજપ નેતાના પુત્ર નશાખોર નીકળ્યો

ભાજપ નેતા દિલિપ પટેલના પુત્ર આણંદથી વડોદરા દારુ પીવા ગયા અને ઝડપાઈ ગયા છે. તેમના પુત્ર હિરેન પટેલની પોલીસે 3 મિત્રો સાથે ધરપકડ કરી છે.  વડોદરાની અકોટા પોલીસ ગત રાત્રે(3 એપ્રિલ) પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જવાના રોડ પર જાહરમાં ઈનોવા કાર વાકીચૂકી જતાં પોલીસને શંકા ગઈ હતી. જેથી પોલીસે આ કારને રોકી હતી. કારમાં તપાસ કરતાં અંદર 4 યુવક બેઠાં હતા. આ 4 યુકની પોલીસે પૂછપરછ કરી હતી.

પૂછપરછમાં પોતાના નામ હિરેન દિલીપભાઈ પટેલ(રહે. શિવમ બંગલો, કરમસદ રોડ જિલ્લો આણંદ), જિગર હિતેન્દ્ર પટેલ(રહે. શિવમ બંગલો કરમસદ રોડ, જિલ્લો આણંદ), સ્મિત મુકેશ પટેલ(રહે. સૌરાષ્ટ્ર કોલોની, મોટા બજાર, વલ્લભ વિદ્યાનગર, જિ. આણંદ) અને કેવલ પટેલ, (રહે. આનંદ બંગલો, કરમસદ રોડ, જિ. આણંદ) જણાવ્યા હતા. 4 ની તપાસ કરતાં હિરેન, જિગર અને સ્મિત લીધેલી હાલતમાં હતા, જ્યારે કેવલ પટેલ સામે પોલીસે દારૂ રાખવાનો કેસ નોંધ્યો છે.

પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી આઈસ બોક્સ મળી આવ્યું હતું. જેમાંથી દારૂની અને બિયરની બોટલો પણ મળી આવી હતી. હાલ પોલીસે દારુ, કાર જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ભાજપ નેતા દિલીપ પટેલનો પુત્ર હિરેન પટેલ

હિરેન પટેલ આણંદના સહકારી આગેવાન દિલીપ પટેલનો પુત્ર છે. દિલીપ પટેલ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને કરમસદના પૂર્વ નગરસેવક છે. બાપ-દિકરો ભાજપ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ વક્ફ બીલનો ગુજરાત સહિત દેશભરમાં વિરોધ, મુસ્લીમ સમુદાય શું કહે છે? | Waqf Bill

આ પણ વાંચોઃ Jamnagar: સુમરા ગામે માતા કૂવામાં 4 બાળકો સાથે કૂદી, નાણાંની તંગીએ જીવ લીધો!

આપણ વાંચોઃ DEESA: ફટાકડા ફેક્ટરીમાં રીકન્સ્ટ્રક્શન, આરોપી પિતા પુત્ર સાથે રખાયા

આ પણ વાંચોઃ મોદીનું 100 સ્માર્ટ સીટીનું સ્વપ્ન 10 વર્ષે પણ અધૂરું, મતવિસ્તાર વડોદરાની શું હાલત? | Smart City Mission

આ પણ વાંચોઃ UP: CM યોગીના કાર્યાલય બહાર મહિલાએ પોતાની જાતને આગ લગાડી!

Related Posts

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…
  • August 7, 2025

Vote Theft: કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને અયોગ્ય મતદારો ઉમેરવા અને લાયક મતદારોના નામ દૂર કરવાના આરોપો પર સોગંદનામું માંગ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ…

Continue reading
Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ
  • August 7, 2025

Surat: શ્રાવણ મહિનાથી શરુઆતથી જ સમગ્ર દેશમાં તહેવારોની રમઝટ ચાલુ થઈ જાય છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનાં પવિત્ર તહેવારને ધ્યાને રાખી વધુ એક વખત સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 3 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 11 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 11 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

  • August 7, 2025
  • 31 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

  • August 7, 2025
  • 39 views
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

  • August 7, 2025
  • 22 views
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે