
Somnath houses demolished: સોમનાથમાં આજે તંત્ર દ્વારા એક મોટી બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગરબીનો ઘરો પર બૂલડોઝર ફેરવી દેવાયું છે. લોકો ઘરમાંથી કપડાં પણ લેવા રહ્યા નથી. પહેરેલા કપડે લોકો બહાર નીકળી ગયા છે. આ કાર્યવાહીમાં 70થી વધુ ગેરકાયદે મકાનોને તોડી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ કાર્યવાહી સોમનાથ રેલવે સ્ટેશનની બાજુમાં એક બસપોર્ટ ઉભુ કરવા ઘરો તોડી પાડવાાં આવ્યા છે. . સરકારનું માનવું છે કે આ જમીન પર ગેરકાયદે દબાણો થયા હતા. આ બુલડોઝર કાર્યવાહીનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. વિરોધ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમા સહિત 15 લોકોની પોલીસે અટકાયત કરી હતી. ધારાસભ્યએ આ કાર્યવાહીને “અત્યાચાર” ગણાવીને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર ભાજપના દલાલ હોવાનો આરોપ લગાવ્યો હતો.
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કાર્યવાહીથી ઘણા ગરીબ પરિવારો રસ્તા પર આવી ગયા છે. તેઓએ સરકાર પાસે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગણી કરી છે. જોકે, સરકાર તરફથી હજુ સુધી આવી કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી. આ ઘટનાએ રાજકીય વિવાદ પણ સર્જ્યો છે. વિરોધ પક્ષો આને ગરીબો પર અન્યાય ગણાવી રહ્યા છે, જ્યારે સરકાર આને કાયદેસરની કાર્યવાહી અને વિકાસનો ભાગ ગણાવી રહી છે. જુઓ આ અંગે વીડિયોમાં વધુ વિગતો.
આ પણ વાંચોઃ આણંદના ભાજપ નેતાનો પુત્ર વડોદરમાં દારુ પીતા ઝડપાયો, મિત્રો સાથે ચાલુ કારમાં દારૂ પાર્ટી માણી | Vadodara
આ પણ વાંચોઃ વક્ફ બીલનો ગુજરાત સહિત દેશભરમાં વિરોધ, મુસ્લીમ સમુદાય શું કહે છે? | Waqf Bill
આ પણ વાંચોઃ Jamnagar: સુમરા ગામે માતા કૂવામાં 4 બાળકો સાથે કૂદી, નાણાંની તંગીએ જીવ લીધો!
આપણ વાંચોઃ DEESA: ફટાકડા ફેક્ટરીમાં રીકન્સ્ટ્રક્શન, આરોપી પિતા પુત્ર સાથે રખાયા
આ પણ વાંચોઃ મોદીનું 100 સ્માર્ટ સીટીનું સ્વપ્ન 10 વર્ષે પણ અધૂરું, મતવિસ્તાર વડોદરાની શું હાલત? | Smart City Mission