કોંગ્રેસ અધિવેશનના હોર્ડિંગનો મુદ્દો હાલ ચર્ચામાં કેમ? જુઓ | Congress Adhiveshan

Congress Adhiveshan 2025: 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા 8 અને 9 એપ્રિલે રાષ્ટ્રિય અધિવેશન યોજાયું હતું. જેમાં ગુજરાતને કેવી રીતે જીતવું તેમના માટે ઠરાવ પણ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ ભાષાણો કર્યા હતા. આ અધિવેશન પાછળ કોંગ્રેસે ઘણો ખર્ચ કર્યો હતો. જો કે લોકચર્ચા છે કે આ કોંગ્રેસનો ખર્ચો માથે પડ્યો છે. જે ઉમંગથી કોંગ્રેસે અધિવેશન યોજ્યું હતુ તેની કોઈ અસર ગુજરાતમાં દેખાઈ નથી. કોંગ્રેસના આયોજન અંગે પણ સવાલો ઉભા થયા હતા. બેસવા માટે વ્યવસ્થાઓ ન હતી. તો ગુજરાતમાં જીતીને આવે તો લોકો માટે આ કોંગ્રેસ શું વ્યવસ્થા કરે તે પણ એક સવાલ છે. જેથી ગુજરાતની જનતાને સરકાર બદલવી છે પણ મજબૂત પક્ષ મળતો નથી. કોંગ્રેસને ક્યાંકને ક્યાંક ખાડે ગઈ છે. કોઈ મજબૂત આયોજનો હોતા નથી.

કોંગ્રેસ નેતાઓએ અધિવેશન દરમિયાન લગાવેલા હોર્ડિંગ્સનો ખુદ અંદરો અંદર વિવાદ ચાલી રહ્યો છે. વરિષ્ઠ પત્રકાર દિલિપ પટેલ જણાવે છે કે CWCના સભ્ય સચિન રાવ કોંગ્રેસના નેતાઓએ બિન ઉપયોગી કરેલા ખર્ચથી નારાજ છે. રાવ અમદાવાદ હવાઈ મથક ઉતરીને સરદાર પટેલના સંગ્રહાલય જતા હતા ત્યારે રસ્તામાં કોંગ્રેસના બે નેતા અમિત ચાવડા અને ભરત સોલંકીના હોર્ડિંગ્સ, બેનર અને પોસ્ટર મોટી સંખ્યામાં હતા તે તેમને પસંદ આવ્યું ન હતું. કારણ કે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કોંગ્રેસનું સંમેલન બોલાવવા માટે આવા ખોટા ખર્ચા કરવા કરતાં ગરીબોને માટે તે ખર્ચ કરવું જોઈએ એવું તેઓએ ટિપ્પણી પણ કરી હતી. બે ભાઈઓના પોસ્ટ સાથે ફોટો સાથે કેમ આટલા મોટા પ્રમાણમાં લગાવવામાં આવ્યા છે તેની તેણે ગંભીર નોંધ લીધી હતી. આ અંગે તેમણે કોઈક સાથે વાત કરી હતી. ત્યારથી ભરત સોલંકીને કોઈ સ્થળે હાજર રખાયા ન હતા.

ભરત સોલંકીને કોંગ્રેસના બન્ને મહત્વની બેઠકમાં ક્યાંય ન હતા. તેઓ બુકે આપીને તુરંત નિકળી ગયા હતા. તેમનો કોઈએ ભાવ પુછ્યો ન હતો. કોંગ્રેસમાં તેમનું સ્થાન ન હોવાથી તેઓ ઘરે જતા રહ્યા હતા. અને કોંગ્રેસના કેટલાક નેતાઓને પોતાને બચાવી લેવા માટે કાકલુદી કરતાં જોવા મળ્યા હતા.

અમિત ચાવડા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા હોવાથી તેમને સ્થાન આપવું પડ્યું હતું. પણ અમિત ચાવડા સ્થિતિ ઓળખી ગયા હોવાથી તેઓ સચિન રાવને મળવા માટે હોટેલ દોડી ગયા પણ રાવ હોટલમાં ન હોવાથી તેઓ પટેલ સમાજની વાડીમાં રાવ રહેવા જતા રહ્યા હોવાથી ત્યાં તેઓ પહોંચીને પોતે શ્રેષ્ઠ છે અને બીજા નિષ્ફળ છે એવું માર્કેટિંગ સચિન પાસે કરી આવ્યા હતા.

સચિનને હોટેલ હયાત આપવામાં આવી હોવા છતાં તેમણે હોટેલમાં રહેવાનું પસંદ કર્યું ન હતું. હોટેલની રૂ. 2 હજારની ડીસ અને 20 હજારનો સ્યુટ તેમને પસંદ ન હતો. તેઓ માનતાં રહ્યાં કે કોંગ્રેસ સાદગીમાં માને છે. તેથી આવા ભવ્ય ખર્ચ ન કરવા જોઈએ તેથી તેઓ હોટેલમાં રહેવાના બદલે વાડજની કડવા પટેલ સમાજની વાડીમાં એક રૂમ રાખીને રહ્યાં હતા. સચિન પોતે માને છે કે કોંગ્રેસની પરંપરા સાદગીની છે. તેથી આવા ખર્ચાળ અને વૈભવિ હોટેલો તેમને માટે યોગ્ય નથી. તેથી હોટેલ તેમણે છોડી અને ગુજરાતની કઢી અને ખીચડી જેવું હળવું અને ગુજરાતની પરંપરા ધરાવતો ખોરાક ખાવાનો પસંદ કર્યો હતો. સાદી રૂમો હતા તેમાં તેઓ રહ્યાં હતા. જ્યાં અમિત ચાવડાં પહોંચી ગયા હતા. રાવને મળવા માટે ગુજરાત કોંગ્રેસના 3 નેતાઓ ખાનગી રીતે ગયા હતા. જેમાં એક હતા મેવાણી.

સુપિયોરિટી કોમ્પ્લેક્ષથી પીડાતાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી રાવને મળવા ગયા હતા. કારણ કે તેઓ જાણતાં હતા કે રાહુલને પોતાની વાત પહોંચાડવા માટે એક માત્ર માર્ગ સચિન રાવ છે. તેથી તેઓ ગુજરાતમાં કેવા સફળ છે અને દલિતો માટે કઈ રીતે લડી રહ્યાં છે તેની વાત તેઓ કરી આવ્યા હતા. પોતાનું માર્કેટિંગ કરી આવ્યા હતા. તેમની રજૂઆત એવી હતી કે કોને કાઢવા અને કોને રાખવા તે પોતે સારી રીતે જાણે છે. તેમણે જે કંઈ કહ્યું તેનો એક સાર નિકળતો હતો તે પ્રદેશ પ્રમુખ માટે તેઓ એક માત્ર લાયક ઉમેદવાર છે. અધિવેશનમાં તામ જામ જોઈને સચિન રાવને પસંદ ન આવ્યું.

આ મુદ્દે વધુ ચર્ચા જુઓ વીડિયોમાં

 

 

આ પણ વાંચોઃ

સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ એક્શનમાં | Salman Khan

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સનો વેપાર!, 1800 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ | Drugs

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સનો વેપાર!, 1800 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ | Drugs

‘મુર્શિદાબાદમાંથી 400 હિંદુઓ ઘરો છોડી ભાગ્યા’, વક્ફને લઈને હિંસા | West Bengal Violence

Jaat Box Office Collection Day 3: સની દેઓલ બોક્સ ઓફિસ પર ચમક્યો, ફિલ્મની કમાણીમાં સતત ત્રીજા દિવસે વધારો

Sabarkantha: પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીધી, માતા-પિતાનું મોત, 3 બાળકોની હાલત નાજૂક

 

 

 

Related Posts

Politics: ‘આ લોકોને 6 મહિનામાં ભાગવું પડશે, આખું રાજકારણ બદલાઈ જશે’, શું ઉથલપાથલ થવાની છે?
  • August 4, 2025

Politics: ભાજપ સરકારના નિર્ણયોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં સ્માર્ટ મીટર હોય કે બિહારમાં મતદાર યાદી સુધારણા હોય. દરેક ક્ષેત્રે ભાજપ સરકાર લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે. દેશમાં…

Continue reading
BIHAR: મતદાર યાદીમાંથી સૌથી વધુ મહિલાઓ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જીલ્લાઓના લોકોને હટાવાયા
  • August 4, 2025

BIHAR: બિહારમાં ચૂંટણીપંચ દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાયાદી સુધારણાનો રિપોર્ટ તૈયાર કરી દીધો છે. જે તેની વેબસાઈટ પર પણ મૂક્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું કે મતદાર યાદીમાંથી લગભગ 65.64 લાખ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 6 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 5 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 14 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 28 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 31 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 19 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ